For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઝાદીની ચળવળે ભારતના આ સ્થળો પર લીધો હતો આકાર

By Super
|
Google Oneindia Gujarati News

ભારતે અનેક યુદ્ધ અને ચડાઇને પોતાના ઇતિહાસમાં જોઇ છે. ભારતમાં વિદેશીઓને રસ માત્ર ભારતની સમૃદ્ધિ અને સંપત્તિના કારણે હતો. ભારતમાં રહેલી સંપત્તિને મેળવવા માટે તેઓ ક્યારેક ભારતીયો પર વિવિધ પ્રકારના કર પણ નાંખતા હતા.

બ્રિટિશ રાજમાં જે બન્યુ તે ભારત પર એક જોરદાર ચડાઇની કહાણી છે. બ્રિટિશ રાજ સામે લડવા માટે ભારતે જાગૃત થવામાં ઘણો સમય લગાવ્યો અને બ્રિટિશ રાજ મુક્ત ભારત બનાવવા માટે અનેક નવલોહિયા ભારતીયો અને ભારતની આઝાદી માટે લડી રહેલા સ્વાતંત્ર્ય સેનાની એક થયા અને આખા દેશમાં આઝાદી માટેનો ઝુવાળ ફાટી નીકળ્યો.

આજે અમે અહીં તસવીરો થકી દેશના એવા કેટલાક સ્થળો અંગે માહિતી આપી રહ્યાં છીએ જેમણે ભારતની આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

લાલ કિલ્લો

લાલ કિલ્લો

1857માં જ્યારે ભારતમાં આઝાદી માટેની ચળવળ શરૂ થઇ તે સ્થળ લાલ કિલ્લો હતું. આજે પણ લાલ કિલ્લા પરથી દર વર્ષે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રને સંબોધન કરવામાં આવે છે.

તિરુનેલેવલી વીરન

તિરુનેલેવલી વીરન

અઝાગુ મુથુ કોને, એક ફ્રીડમ ફાઇટર હતા અને પી ચિદમ્બરમ દ્વારા તેને રાષ્ટ્રીય હીરો ગણાવવામાં આવ્યા છે. ભારતમાં આઝાદી માટેની ચળવળ શરૂ થઇ તે પહેલા તેમણે ભારતને આઝાદી અપાવવા માટે પોતાના જીવ ત્યજી દીધો હતો. તિરુનેલેવલી વીરન ખાતે 1739માં મુથુ કોને સહિત સાત અન્ય ફાઇટર્સને બ્રિટિશ એજન્ટ દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા.

જલિયાવાલા બાગ, અમૃતસર

જલિયાવાલા બાગ, અમૃતસર

1919માં બૈસાખીનો તહેવારમાં માતમમાં ફેરવાઇ ગયો હતો જ્યારે બ્રિટિશ શાસન દ્વારા જલિયાવાલા બાગમાં 1650 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યા હતા, જેમાં 1000થી વધુ લોકોના મોત નીપજ્યા હતા અને 1500 લોકોને ઇજા પહોંચી હતી.

પોર્ટ બ્લેર, સેલ્યુલર જેલ

પોર્ટ બ્લેર, સેલ્યુલર જેલ

આદનામ નિકોબારમાં આવેલી સેલ્યુલર જેલમાં ભારતીયો પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તે શબ્દોમાં કહીં શકાય તેમ નથી. જ્યારે આ જેલની મુલાકાત લેવામાં આવે ત્યારે આપણે જાણવા મળે છે કે, આઝાદી મેળવવા માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીએ કેવા દુઃખ અને દર્દ સહન કર્યા હશે.

સાબરમતી આશ્રીમ

સાબરમતી આશ્રીમ

અમદાવાદ ખાતે આવેલી સાબરમતી આશ્રમ, ભારતની આઝાદીના ઇતિહાસનો એક મુક સાક્ષી છે. આ એ જ આશ્રમ છે જ્યાંથી ગાંધીજીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યુ હતું અને ભારતીયોની વિચારસરણીને બદલવાનો પ્રયત્ન કર્યો હતો.

મૈસુર

મૈસુર

મૈસુર ખાતે સાઇમન કમિશન વિરુદ્ધ આઝાદીની લહેર ફૂંકાઇ હતી. આ સ્થળે અનેક એવા હીરો થઇ ગયા કે જેમના અંગે કદાચ આપણે ભારતીય ઇતિહાસના પુસ્તકમાં વાંચ્યુ પણ નહીં હોય.

ચૌરી ચૌઉરા

ચૌરી ચૌઉરા

જે દસ્તાવેજો હયાત છે, જેમાં ચૌરી ચૌઉરા ખાતે અનેક યુવા ફ્રીડમ ફાઇટર્સ દ્વારા પોલીસ સ્ટેશનને સળગાવી દીધું હતું. આ ચળવળને અસહકારની ચળવળ કહેવામાં આવી. ગાંધીજી દ્વારા તુરંત આ ચળવળને બંધ કરવા સુચવ્યું કારણ કે તેનાથી હિંસા જન્મી રહી હતી.

ચંપારણ

ચંપારણ

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સત્યાગ્રહનો પ્રયોગ ગાંધીજીએ સૌ પ્રથમ વખત ચંપારણમાં કર્યો હતો. 1918માં અહીં કરમાં કરવામાં આવેલો વધારો નાબૂદ કરવામાં આવ્યો. આ ચળવળ દરમ્યાન ગાંધીજીને લોકોએ પ્રેમથી "બાપુ" અને "મહાત્મા" તરીકે સંબોધવાનું શરૂ કર્યું.

દાંડી

દાંડી

દાંડી સત્યાગ્રહ એ ઇ.સ. ૧૯૩૦નાં વર્ષમાં અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. ગાંધીજીએ અમદાવાદથી ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ પદયાત્રા શરૂ કરી હતી, જે ૬ એપ્રિલ ૧૯૩૦એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી. જ્યાં તેમણે કર ભર્યા વગર મીઠું ઉપાડીને કહ્યું હતું કે મેને નમક કા કાનુન તોડા હે... બ્રિટિશ સરકાર વિરુદ્ધ ચલાવાયેલા આ સત્યાગ્રહે ભારતમાં એક અજબની લહેર લાવી દીધી હતી.

વેદારાનય્મ

વેદારાનય્મ

જે રીતે ગાંધીજી દ્વારા દાંડી યાત્રા કાઢવામાં આવી હતી. તેવી જ રીતે 28 એપ્રિલ 1930ના રોજ સી રાજાગોપાલાચારીના નેતૃત્વ હેઠળ 100 જેટલા કોંગ્રસીઓ દ્વારા મીઠાં પરના કરના વિરોધમાં સત્યાગ્રહ કર્યો હતો.

મુંબઇ

મુંબઇ

મુંબઇના ઑગસ્ટ ક્રાન્તિ મેદાન ખાતે ભારત છોડોનો નારો આપવામાં આવ્યો હતો, જ્યાં 60 હજાર ભારતીયોને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

વાઈકોમ સત્યાગ્રહ

વાઈકોમ સત્યાગ્રહ

1924માં ટીકે માધવનના નેતૃત્વ હેઠળ કેરળના વાઈકોમ મંદિરમાં દલિતોના પ્રવેશમાટેના વાઈકોમ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X