પોતાના નામે મંદિર બનવા પર ખુદ 'નમો' પણ છે દુ:ખી!
અમદાવાદ, 12 ફેબ્રુઆરી: એમાં કોઇને શંકાને સ્થાન નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ સામાન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓ ગુજરાતના ઘણા લોકો માટે ભગવાન સમાન છે પરંતુ એનો અર્થ એ નથી કે તેમનું મંદિર બનાવીને તેમની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરીને તેની પૂજા-આરતી કરવામાં આવે. એટલા માટે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વાતને લઇને આશ્ચર્યની સાથે દુ:ખી છે. મોદીએ પોતાની આ વ્યાકુળતાને ટ્વિટર પર વ્યક્ત કરી છે.

આજે સવારે મોદીએ ટ્વિટર પર લખ્યું કે હું મારું મંદિર બનવાના સમચારથી ઘણો હેરાન છું. આ સંસ્કૃતિને વિરુદ્ધ છે અને તેનાથી સારું એ થતું કે તે લોકોએ પોતાનો સમય અને સંસાધન 'સ્વચ્છ ભારત અભિયાન'માં લગાવતા. હું લોકોને નિવેદન કરુ છું કે પ્લીઝ એવું ના કરો.
If you have time & resources, please devote the same towards fulfilling our dream of a Clean India.
— Narendra Modi (@narendramodi) February 12, 2015 1.7 લાખ રૂપિયાના ખર્ચથી બન્યું છે મંદિર
આપને જણાવી દઇએ કે ગુજરાતના રાજકોટ શહેરના એક ગામમાં વડાપ્રધાન મોદીનું મંદિર બનાવવામાં આવ્યું છે, પહેલા અત્રે માત્ર મોદીનો એક ફોટો હતો જેના સ્થાને હવે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિર બનાવવામાં 1.7 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
Building such Temples is not what our culture teaches us. Personally, it made me very sad. Would urge those doing it not to do it.
— Narendra Modi (@narendramodi) February 12, 2015 શું મોદીનું મંદિર બનાવવું યોગ્ય છે
ના. આપનો જવાબ પણ કદાચ ના જ હશે. કોઇ જીવીત વ્યક્તિનું મંદિર કેવી રીતે હોઇ શકે. નરેન્દ્ર મોદી પોતાના નામના મંદિરથી ખુદ જ દુ:ખી છે. મોદીએ ખુદ ટ્વિટ કરીને જણાવ્યું કે આ સંસ્કૃતિની વિરુદ્ધ છે.
PM Narendra Modi's temple built by BJP supporters in Rajkot (Gujarat) pic.twitter.com/eWeefwm2z8
— ANI (@ANI_news) February 12, 2015 આ પહેલા પણ બની ચૂક્યા છે મંદિર
અત્રે નોંધનીય છે કે આ પહેલા પણ ઘણા નેતાઓના મંદિર બની ચૂક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના પણ મંદિર બની ચૂક્યા છે.
Now we have 33,00,00,001 gods.
Narendra Modi's supporters in Gujarat build a temple dedicated to him http://t.co/81Gkv1es3B
— Shirish Kunder (@ShirishKunder) February 11, 2015 











Click it and Unblock the Notifications
