રાહુલને પાસ કરાવવા માટે બહેન પ્રિયંકાએ કરી મહેનત

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમેઠી, 6 મે: સાત મેના રોજ જ્યરે લોકસભાની ચૂંટણીના આઠમા તબક્કાનો આગાઝ થશે. ત્યારે ઉત્તર પ્રદેશની અમેઠીમાં કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી માટે ત્યાંની જનતા મતદાન કરશે.

પોતાના ભાઇ રાહુલ ગાંધીને આ લોકસભા ચૂંટણીમાં જીતાડવા માટે બહેન પ્રિયંકા ગાંધીની દિવસ-રાત મહેનતને નજરઅંદાજ ન કરી શકાય. આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ભવિષ્ય અને તેના નેતૃત્વ માટે એક મોટો પ્રશ્ન બની શકે છે.

એવામાં પ્રિયંકા ગાંધીનો પુરતો પ્રયત્ન છે કે ભલે રિજલ્ટ ગમે તે હોય તેમનો ભાઇ ગમે તેવી પરિસ્થિતીમાં 'અગ્નિપરીક્ષા' પાસ કરશે. પ્રિયંકા ગાંધીની પાસે કોઇપણ રાજકીય પદ નથી. ત્યારબાદ પણ રાયબરેલીમાં પોતાની માતા અને અમેઠીમાં પોતાના ભાઇ માટે પ્રિયંકા દોડી ચાલી આવી.

ભાઇને આ યુદ્ધમાં વિજય અપાવવા માટે બહેન પ્રિયંકા ગાંધી દિવસ-રાત પ્રયત્ન કર્યા શું પરિણામ અપાવશે એ તો 16 મેના રોજ ખબર પડશે પરંતુ બહેનના પ્રયત્નોમાં કોઇપણ કચાશ નથી. ના દિવસની ચિંતા અને ના તો રાત પરવાહ અને ના તો ગરમીની ચિંતા.

ચિંતા તો બસ એટલી જ છે કે ભાઇ લોકસભાની ચૂંટણીમાં સારા અંતરથી જીતી જાય. રાહુલ ગાંધી માટે પ્રિયંકા ગાંધીના પ્રયત્નોને નરેન્દ્ર મોદીએ પોતે સલામ કરી ચૂક્યાં છે.

અમેઠીમાં ભલે રાહુલ ગાંધીનું નામાંકન થઇ રહ્યું હોય કે પછી રવિવારે રાહુલ ગાંધીનો રોડ શો, પ્રિયંકા પુરજોશમાં પોતાના ભાઇની સાથે હાજર રહી. તે અમેઠીના મતદારોને તેમના અંદાજમાં રાહુલ ગાંધીને વોટ કરવા માટે અપીલ કરતી જોવા મળી તો ક્યારેક કોંગ્રેસ અને રાહુલ ગાંધીની અમેઠી વિસ્તારની ઉપલબ્ધિઓ ગણાવી.

આગળની તસવીરોમાં જુઓ કે કેવી રીતે પ્રિયંકા ગાંધી વાઢેરાએ પોતાના ભાઇ રાહુલ ગાંધી કોઇપણ મુશ્કેલીની ચિંતા ન કરતાં પણ જોરદાર પ્રચાર કર્યો છે.

મંચ પર પ્રિયંકાની હાજરી

મંચ પર પ્રિયંકાની હાજરી

રવિવારે અમેઠીમાં રાહુલ ગાંધીનો રોડ શો હતો. રાહુલ ગાંધીએ માંડી સાંજે અમેઠીની જનતાને સંબોધિત કરી. આ દરમિયાન મંચ પર ભાઇનો આત્મવિશ્વાસ વધારવા માટે બહેન પોતે મંચ પર હાજર રહી.

અમેઠીના વાતાવરણમાં ઢળી ગઇ પ્રિયંકા

અમેઠીના વાતાવરણમાં ઢળી ગઇ પ્રિયંકા

પોતાની માતા સોનિયા ગાંધી અને ભાઇનું નામાંકન દાખલ કર્યા બાદ પ્રિયંકા ગાંધે પ્રચારમાં સક્રિય છે. તે રાયબરેલી અને અમેઠી વચ્ચે સતત માતા અને ભાઇ માટે પ્રચાર કરતી રહી હતી. હવે જ્યારે માતા માટે મતદાન થઇ ગયું છે તો પ્રિયંકા ગાંધીનો પુરો પ્રયત્ન છે કે અમેઠીની જનતા રાહુલ માટે આ વખતે પણ વર્ષ 2009ની જેમ વોટ કરશે. પ્રિયંકા ગાંધીએ એના માટે પોતાને અમેઠીના માહોલમાં ઢાળી.

રવિવારે પણ સંભાળી મંચની જવાબદારી

રવિવારે પણ સંભાળી મંચની જવાબદારી

પ્રિયંકા ગાંધીએ ગત વખતે 20 દિવસથી સતત અમેઠીની જનતાની વચ્ચે રહી છે. રવિવારે જ્યારે રાહુલ ગાંધીનો રોડ શો હતો તે દરમિયાન પણ પ્રિયંકા ગાંધી મંચ પર હાજર રહી હતી. રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધીને જનતાને સંબોધિત કરી.

રાહુલ ગાંધીની જગ્યાએ પ્રિયંકાએ બનાવ્યું જમાવ્યું સ્થાન

રાહુલ ગાંધીની જગ્યાએ પ્રિયંકાએ બનાવ્યું જમાવ્યું સ્થાન

જ્યાં રાહુલ ગાંધી આખા દેશમાં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા તો બીજી તરફ બહેન પ્રિયંકા ગાંધીએ અમેઠીની જવાબદારી સંભાળી હતી. આ વખતે ના ફક્ત અમેઠી પરંતુ રાહુલ માટે પણ આ ચૂંટણી ખાસ છે અને એવામાં પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીની જગ્યાએ પોતાને ચૂંટણી પ્રચારના કેન્દ્રમાં રાખી.

ભાઇને પ્રેમ આપવા બદલ જનતાનો આભાર

ભાઇને પ્રેમ આપવા બદલ જનતાનો આભાર

અમેઠી ગત કેટલાક દાયદાઓથી ગાંધી પરિવારનો એક મહત્વપૂર્ણ ગઢ માનવામાં આવે છે અને એવામાં અહીંની જનતા પણ કદાચ ગાંધી પરિવાર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પ્રિયંકા ગાંધી આ જનતાના મહત્વને કેવી રીતે નજરઅંદાજ કરી શકે છે.

પ્રિયંકાને બનાવી રાજકારણની માસ્ટર

પ્રિયંકાને બનાવી રાજકારણની માસ્ટર

આ વખતે જ્યારે અમેઠીમાં પોતાના ભાઇ રાહુલ માટે પ્રચાર કરવા માટે આવી તો તેમનો અંદાજ પણ બદલાયેલો બદલાયેલો જોવા મળ્યો. વિશેષજ્ઞો માને છે કે આ વખતે અમેઠીએ પ્રિયંકાને એક પરિપક્વ રાજનેતા તરીકે સારી પેઠે વિરોધીઓને જવાબ આપતાં શીખી ગઇ છે.

એટલા માટે પ્રિયંકાએ સંભાળી કમાન

એટલા માટે પ્રિયંકાએ સંભાળી કમાન

ધીમા અવાજે એ વાતનો સ્વિકાર કરી રહ્યાં છે કે આ વખતે અમેઠીમાં રાહુલ ગાંધી માટે જીતનો રસ્તો થોડો મુશ્કેલ નજર આવે છે. પ્રિયંકા ગાંધીને શરૂઆતમાં રાહુલ ગાંધીના વિરોધમાં ઉઠનાર અવાજનો સામનો કરવો પડ્યો હતો. એટલા માટે રાહુલ ગાંધીને પ્રચારથી હટાવીને પ્રિયંકા ગાંધી પોતાની જવાબદારી સંભાળી.

રાહુલ ગાંધી સારી છે પ્રિયંકા

રાહુલ ગાંધી સારી છે પ્રિયંકા

જે લોકોએ રાજકારણને સારી રીતે જોયું છે તે માને છે કે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીની તુલનામાં ઘણી સારી છે. તે જાણે છે કે કઇ વાતનો જવાબ કેવી રીતે આપવો છે અને તેના લીધે બની શકે છે કે રાહુલ ગાંધીને આ ચૂંટણીમાં થોડો ફાયદો મળી શકે.

પ્રિયંકાને ભાઇને જીતાડવાની આશા

પ્રિયંકાને ભાઇને જીતાડવાની આશા

જે અંદાજમાં ગત કેટલાક દિવસોમાં પ્રિયંકા ગાંધીએ અહીં પર ધુંઆંધર ચૂંટણી પ્રચારને અંદાજ આપ્યો છે તેનાથી તેને આ વાતની આશા છે કે તેમનો ભાઇ આ વખતે ફરીથી લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનશે. પ્રિયંકા ગાંધીએ પોતાના દરેક ચૂંટણી પ્રચારમાં અહીંની જનતાથી રાહુલ ગાંધીને વોટ આપવાની અપીલ કરી છે.

English summary
Priyanka Gandhi worked hard to ensure the victory of Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X