અહીં 200 લોકો સામે બાળકો પેદા કરતી હતી રાણીઓ, અજીબ રિવાજોથી ભરેલો છે ઇતિહાસ
વર્તમાન સમયમાં મહિલાઓ બાળક પેદા કરતા પહેલા પ્લાનિંગ કરે છે અને પ્રેગનન્સી અને ડિલિવરી દરમિયાન સતત ડોક્ટરની નજરમાં રહે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક જમાનામાં રાણીઓ ઘણા લોકો સામે બાળકને જન્મ આપતી હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે, પ્રાચીન સમયમાં શાહી પરિવારની રાણીઓ 100-200 લોકોની સામે બાળકને જન્મ આપતી હતી. આ વિચિત્ર રિવાજ પાછળ ખૂબ જ ચોંકાવનારું કારણ છે.

History.com વેબસાઈટ અનુસાર, 1 નવેમ્બર 1661ના રોજ જ્યારે ફ્રાન્સના રાજા લુઈ XIV ની પત્ની મેરી થેરેસીની ડિલિવરી થવાની હતી ત્યારે તેનો રૂમ લોકોથી ભરાઈ ગયો હતો. રાજકુમારીઓ, રાજકુમારો અને શાહી પરિવાર સાથે સંકળાયેલા અન્ય લોકો તે સમયે રૂમમાં એકઠા થયા હતા.
તેણીએ સેંકડો લોકોની સામે બાળકને જન્મ આપ્યો હતો. પછી બહાર બેઠેલા લોકોને કહેવામાં આવ્યું કે રાણીએ એક છોકરાને જન્મ આપ્યો છે અને બહારના લોકોની ખુશી જોવા મળી રહી હતી.
માનવામાં આવે છે કે ફ્રાન્સની રાણી મેરી એન્ટોનેટે 1778માં લગભગ 200 લોકોની સામે પોતાના બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરી વખતે મહેલની બહાર ઉત્સવ જેવું વાતાવરણ હતું. લોકો નાચતા અને ગાતા હતા.
રિપોર્ટ અનુસાર, તેણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો, રૂમમાં એટલો અવાજ, હંગામો અને ભીડ હતી કે તે બેહોશ થઈ ગઈ. તરત જ બારીઓ ખોલવામાં આવી અને દિવાલો તોડી દેવાઈ. જેથી હવા અંદર આવી શકે. હવે સવાલ એ થાય છે કે પ્રાચીન સમયમાં રાણીઓએ આટલા બધા લોકોની સામે બાળકોને જન્મ કેમ આપતી હતી?
પ્રાચીન સમયમાં રાજાઓ હંમેશા સામ્રાજ્યને આગળ લઈ જવા માટે છોકરાની આશા રાખતા હતા. તેને દીકરા જોઈતા હતા. જન્મ સમયે બાળકની અદલાબદલી ન થાય અથવા દુશ્મનો બાળકને ચોરી ન જાય તેની ખાતરી કરવા માટે ઘણા લોકો સાક્ષી તરીકે રૂમમાં બેસતા હતા.
આ ઉપરાંત, ઘણા લોકોની હાજરી એ સાબિત કરવામાં પણ મદદ કરી કે રાજાને છોકરો છે કે છોકરી છે, જેથી કરીને કોઈ બીજાના પુત્રને રાજાના પુત્ર તરીકે તેમની સામે રજૂ ન કરી શકાય. આ સિવાય લોકો એ કારણોસર પણ એકઠા થતા હતા કે જેથી ખાતરી કરી શકે કે બાળક મૃત જન્મે છે કે જીવિત જન્મે છે.












Click it and Unblock the Notifications
