For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Raksha Bandhan 2019: એક દોરો ભાભીના નામે.... જાણો કેમ?

રાજસ્થાનમાં રાખડી માત્ર ભાઈઓ જ નહિ પરંતુ ભાભીઓને પણ બાંધવામાં આવે છે જાણો કેમ.

|
Google Oneindia Gujarati News

શ્રાવણ મહિનાની પૂનમના રોજ ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 15 ઓગસ્ટના દિવસે ગુરુવારે છે. રક્ષાબંધનનો તહેવાર ગુરુવારે હોવાથી આનુ મહત્વ ખૂબ વધી ગયુ છે. આ દિવસે ભદ્રા નથી અને ના કોઈ ગ્રહણ છે. આના કારણે આ વર્ષે રક્ષાબંધન શુભ સંયોગવાળો છે.

આ પર્વ છે વચનોનું....

આ પર્વ છે વચનોનું....

રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી આ પર્વ છે વચનોનું, પ્રેમનુ, ત્યાગનુ અને ભરોસાનું, એ ભરોસ જે આખી જિંદગી માટે માત્ર બે દોરામાં સમેટાઈ જાય છે. આ બંધન એ શીખવે છે કે કોઈ પણ સંબંધનો પાયો જ વિશ્વાસ પર ટકેલો હોય છે. સામાન્ય રીતે બહેનો આ દિવસે ભાઈના હાથે રાખડી બાંધે છે પરંતુ એવુ નથી કે રાખડી માત્ર ભાઈને જ બાંધી શકીએ છીએ.

‘ચૂડા રાખડી' કે ‘લૂંબા રાખડી'

‘ચૂડા રાખડી' કે ‘લૂંબા રાખડી'

રાખડીના તહેવારને સમગ્ર ભારતમાં અલગ રીતે મનાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે રાજસ્થાનમાં રાખડી માત્ર ભાઈઓ જ નહિ પરંતુ ભાભીઓને પણ બાંધવામાં આવે છે જેના ચૂડા રાખડી કે લૂંબા રાખડી પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે લગ્ન બાદ ભાઈના સુખ-દુઃખની સાથી તેની પત્ની હોય છે એટલા માટે પતિનુ વચન પણ પત્નીનું વચન જ થયુ એટલા માટે ભાભીને રાખડી બાંધવાની પરંપરા છે અહીં.

આ પણ વાંચોઃ ચીનની સેના હૉંગકૉંગ તરફ આગળ વધી રહી છેઃ ટ્રમ્પઆ પણ વાંચોઃ ચીનની સેના હૉંગકૉંગ તરફ આગળ વધી રહી છેઃ ટ્રમ્પ

‘કાન્હાજી' કે ‘રામજી'ને રાખડી બાંધે છે

‘કાન્હાજી' કે ‘રામજી'ને રાખડી બાંધે છે

પરંપરાઓના દેશમાં ઘણી જગ્યાએ પંડિતગણ પણ ભક્તોને રક્ષા-સૂત્ર બાંધે છે. તો ઘણા લોકો કાન્હાજી કે રામજીને રાખડી બાંધે છે અને તેમને પોતાના અને પોતાના પરિવારને ખુશ રાખવા અને રક્ષા કરવાની પ્રાર્થના કરે છે. એટલુ જ નહિ મહારાષ્ટ્રમાં આ તહેવાર નાળિયેર પૂર્ણિમાના નામથી ઓળખાય છે. આ દિવસે મરાઠી લોકો નદી કે સમુદ્રના તટ પર જઈ પોતાની જનોઈ બદલે છે અને સમુદ્રની પૂજા કરે છે. તો અમુક આદિવાસી સમાજ આ દિવસે વૃક્ષોને રાખડી બાંધીને તેમની ધરાને હરી ભરી રાખવાની પ્રાર્થના કરે છે અને તેમની પૂજા અર્ચના કરે છે.

રક્ષાબંધનનું મુહૂર્ત

રક્ષાબંધનનું મુહૂર્ત

પૂર્ણિમા તિથિનો આરંભ 14 ઓગસ્ટના રોજ 15:45 વાગ્યાથી થઈ રહ્યો છે. જેનું સમાપન 15 ઓગસ્ટના રોજ 17:58ના રોજ થઈ રહ્યુ છે. એવામાં બહેનો ભાઈઓને 15 ઓગસ્ટના સૂર્યોદયથી સાંજના 5.58 સુધી રાખડી બાંધી શકશે.

ખાસ વાતો

ખાસ વાતો

રક્ષાબંધન શ્રાવણનો છેલ્લો દિવસ હોય છે જેના કારણે તેને શ્રાવણી કે સલૂનો પણ કહે છે. રાખડી સામાન્યતઃ બહેનો ભાઈને જ બાંધે છે પરંતુ આપણા દેશમાં બ્રાહ્મણો, ગુરુઓ અને નેતા કે પ્રતિષ્ઠિક વ્યક્તિને પણ રાખડી બાંધવામાં આવે છે. દેશમાં ઘણી જગ્યાએ વૃક્ષને અને ભગવાનને પણ રાખડી બાંધવાની પરંપરા છે. આ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ભાઈચારા માટે એકબીજાને ભગવા રંગની રાખડી બાંધે છે.

English summary
Raksha Bandhan 2019 here is some unkonwn facts about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X