Diwali 2018: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે બનાવો આ રંગોળી ડિઝાઈન
રંગો વિના દરેક ખુશી અધૂરી છે આ કારણે ભારતમાં લગભગ દરેક મોટા તહેવાર પર રંગોળી બનાવવાની પરંપરા છે.
કહેવાય છે ને કે રંગો વિના દરેક ખુશી અધૂરી છે આ કારણે ભારતમાં લગભગ દરેક મોટા તહેવાર પર રંગોળી બનાવવાની પરંપરા છે. દિવાળી પર તો લોકો રંગોળી જરૂર બનાવે છે કારણકે એવુ માનવામાં આવે છે કે મા લક્ષ્મી રંગાળીથી ખુશ થાય છે. કહેવાય છે કે મા લક્ષ્મી પોતાના કુમકુમ લાગેલા પગથી ત્યાં પ્રવેશ કરે છે જ્યાં સાફ-સફાઈ અને રચનાત્મકતા હોય છે અને રંગોળી તે રચનાત્મકતાનો પુરાવો છે.

રંગોળી બનાવવાની પરંપરા
કહેવાય છે કે દિવાળીના દિવસે રાવણનો વધ કર્યા બાદ જ્યારે શ્રીરામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષોનો વનવાસ કાપીને અયોધ્યા પાછા ફર્યા હતા. ત્યારે અયોધ્યાવાસીઓએ તેમનું પૂરા હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યુ હતુ. લોકોએ પોતાના ઘરોની સાફ સફાઈ કરીને તેમને સ્વચ્છ બનાવીને રંગો અને ફૂલોથી રંગોળી સજાવી હતી અને ઘરને દીવાઓથી સજાવ્યુ હતુ. એટલા માટે ત્યારથી દિવાળી પર રંગોળી અને દીવા પ્રગટાવવાનો ન નિયમ બનાવવામાં આવ્યો છે.
આવો જોઈએ મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપણે કઈ રંગોળી ડિઝાઈન બનાવી શકીએ...

સૂકી અને ભીની રંગોળી
રંગોળી બે પ્રકારે બનાવવામાં આવે છે સૂકી અને ભાની. સૂકી રંગોળી બિંદુઓને જોડીને બનાવવામાં આવે છે જેના માટે સફેદ રંગનો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે ભીની રંગોળી માટે ભીના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક લોકો ફૂલોથી પણ રંગોળી બનાવે છે. આ રંગોળી ખૂબ જ આકર્ષક હોય છે.

રેડિમેડ રંગોળી સ્ટિકર
જો તમારી સમય ન હોય તો તમે ઘરના આંગણાને સજાવવા માટે રેડિમેડ રંગોળી સ્ટિકરનો પણ ઉપયોગ કરી શકો છો. એ પણ ખૂબ જ આકર્ષક હોય છે અને લાંબા સમય સુધી ચાલે છે.

જમીન પર સુંદર આકૃતિ
આ ઉપરાંત બજારમાં પ્લાસ્ટિક પર બિંદુઓના રૂપમાં ઉભરેલી આકૃતિઓ પણ મળે છે જેને જમીન પર રાખીને તેના ઉપર રંગ નાખવાથી જમીન પર સુંદર આકૃતિ ઉભરીને સામે આવે છે.












Click it and Unblock the Notifications
