RBI New governor salary : આરબીઆઈ ગવર્નરને કેટલો પગાર મળે છે? જાણો બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે?
RBI New governor salary : ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા ગર્વર્નર તરીકે સંજય મલ્હોત્રાની નિમણૂક કરી છે.સંજય મલ્હોત્રા શશિકાંત દાસની જગ્યા લેશે.
જણાવી દઈએ કે, ભારત સરકાર દ્વારા આરબીઆઈના ગવર્નરને ખાસ સુવિધાઓ આપવામાં આવે છે. આમાં મોટા પગાર સિવાય ઘણી સુવિધાઓ સામેલ છે.

સૌથી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરના પગારની વાત કરીએ તો સંજય મલ્હોત્રાને 2.5 લાખ રૂપિયા પગાર મળશે. આ પગાર ભારતના વડાપ્રધાનના પગાર કરતા પણ વધારે છે. અન્ય સુવિધાઓમાં ઘર, કાર, ડ્રાઈવર, હાઉસહેલ્પ અને અન્ય ઘણી સુવિધાઓ મળે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર સંજય મલ્હોત્રા વર્તમાન ગવર્નર શક્તિકાંતા દાસની જગ્યા લેશે. તેમનો કાર્યકાળ પણ શક્તિકાંત દાસની જેમ ત્રણ વર્ષનો રહેશે. જો કે આ પછી તેમની સેવાને વધારી ફણ શકાય છે. શક્તિકાંત દાસને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ એક્સટેન્શન મળ્યુ હતું.
કેન્દ્ર સરકારની કેબિનેટ સમિતિએ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. દેશના 26 RBI ગવર્નરોમાંથી 13 ભારતીય વહીવટી સેવાના અધિકારી રહી ચૂક્યા છે. સંજય મલ્હોત્રા હાલમાં નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તો આ પહેલા તેઓ નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવ હતા.
સંજય મલ્હોત્રા ઇકોનોમિક એડમિનિસ્ટ્રેશન, પબ્લિક ફાઇનાન્સ અને એનર્જી રિફોર્મ જેવા વિષયોની સારી સમજ ધરાવે છે. તેમણે મહેસૂલ વિભાગમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.












Click it and Unblock the Notifications
