જાણો, કેવી કેવી ખતરનાક સાધનાઓ કરતા હોય છે અઘોરીઓ
જ્યારે પણ ઓઝા, બાબા કે અગોરી તાંત્રિકની પોલ ખૂલતી હોય છે અને પોલિસ તેને ત્યાં છાપો મારે છે ત્યારે ત્યાંથી મોટાભાગે નરકંકાલ, ખોપડી, કપડાની બનાવેલી ડોલ, ભભૂત, હથિયારો મળી આવતા હોય છે. જે બતાવે છે કે આ બાબાઓ કેવી કેવી કરતૂત કરતા રહેતા હોય છે
સામાન્ય રીતે આ ઢોંગી બાબાઓ અને તાંત્રિકો ખરેખરમાં એક સારા એક્ટર, સારા મનોવિજ્ઞાનના જાણનાર અને હિપનોટાઇઝ એક્સપર્ટ હોય છે. તેમને લોકોની દૂખતી નસ ખબર પડી જાય એટલે તે ત્યાં સુધી તેમને ઉલ્લૂ બનાવે જ્યાં સુધી તમે નાણાંનો વરસાદ આ બાબાઓ પર કરી શકે.
ગામાના ઓછું ભણેલા અને ભોળા લોકોને તો આ લોકો ઉલ્લૂ બનાવે જ છે ધણીવાર શહેરના ભણેલા અને સારા ઘરના લોકો પણ તેમના ચક્કરમાં પડી જતા હોય છે.
નોટ- આ આર્ટીકલના માધ્યમથી અમે તેવું નથી કહેતા કે પૂજા કરવી ખોટી વાત છે. અમે ખાલી એટલું કહેવા માંગીએ છીએ કે આવી પૂજાઓનો લાભ લઇને દેશના અનેક ઢોંગી બાબાઓ તેનો ગેરફાયદો ઉઠાવે છે અને અપરાધ કરે છે.

વશીકરણ પૂજા
મોટાભાગના તાંત્રિક હોળી પહેલા તેવા લોકોને પોતાના સંકજામાં ફસાવે છે જે કોઇને વશમાં કરવા ઇચ્છતા હોય. હોળીની રાતે આ લોકો વશીકરણની ખાસ પૂજા કરે છે.

પશુની બલિ ચઢાવી
કોઇ પણ પશુની બલિ આપવી તાંત્રિક અને અગોરી બાબાઓ માટે સામાન્ય વાત છે. મોટા ભાગે આ લોકો બકરાની કે વાછરડાની બલિ આપે છે અને ત્યારબાદ તેને દાવત માણે છે. આ જ કારણ છે કે સરકારે બલિ પૂજા પર પ્રતિબંધ લગાવ્યો છે. પણ તેમ છતાં ચોરી છૂપે અનેક વાર આવું થતું હોય છે.

ડાયન સાધના
પોતાની પાસે આવતી મહિલાઓને મોટે ભાગે તાંત્રિકો આ પૂજા કરવા મનાવી લેતા હોય છે તેમાં મહિલાના સ્મશાનમાં કંકાળ અને હાડકાઓ વચ્ચે નગ્ન અવસ્થામાં નાચવાનું હોય છે. મોટે ભાગે કાળી ચૌદશ અને દિવાળીમાં આવું કરવામાં આવે છે. આ પૂજાના નામે અનેક ઢોંગી બાબાઓ મહિલાઓ સાથે દુષ્કર્મ પણ કરતા હોય છે.

કામ સાધના
ઢોંગી બાબાઓ આ સાધનાના નામે મહિલાને નશીલા દ્રવ્ય પીવડાવી તેનાથી પોતાની કામ-વાસનાને સંતોષે છે. વધુમાં કહે છે કે આમ કરવાથી તેના જ પરિવારને સુખ સમુદ્ધિ મળશે. પણ હકીકતમાં તે ખાલી પોતાનો ફાયદો કરે છે.

વીર સાધના
વીર સાધનામાં એક બંધ રૂમમાં કેટલાય દિવસ અને રાત સુધી મહાકાલીની પૂજા કરવાની હોય છે. જો કે આ પૂજા દરમિયાન મનાવામાં આવે છે કે કાળી માતાનો દૂત સામે આવી જાય છે અને જો તમે તે સમયે ડરી ગયા તો તમારા પ્રાણ પણ જઇ શકે છે. અગોરીઓના મતે આવી પૂજા દરેકના બસની વાત નથી.

કાલી પૂજા
અડધી રાતે થતી આ પૂજામાં કાળી માતાની ઉપાસના કરવામાં આવે છે અને બકરાને કે કોળાની બલિ ચઢાવામાં આવે છે. કહેવાય છે કે આ પૂજા પંડિત અને ભક્ત સિવાય કોઇને ના જોવી જોઇએ. જોકે આવી પૂજાના નામે અનેક વાર ઢોંગી બાબાઓ યોન ઉત્પીડન પણ કરે છે.

કાળો જાદુ
ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળના પછાત ગામોમાં અનેક ઢોંગી બાબાઓ આ દ્વારા પૈસાદાર થઇ જાય છે. આ લોકો તંત્ર મંત્ર સાથે ભભૂત, લવીંગ, ચાવલથી વિશેષ પૂજા કરે છે અને ત્યારબાદ મંત્રેલુ પાણી કે નાળિયર તેવા વ્યક્તિના ઘરમાં રાખવામાં આવે છે જેનું તમે નુક્શાન કરવા ઇચ્છતા હોવ.

ભૈરવ પૂજા
જે મહિલાઓને સંતાન નથી થતું તેને તાંત્રિક ભૈરવ પૂજા કરવાનું કહે છે. જેમાં મહિલાને નિર્વસ્ત્ર થઇ શરીર પર ભભૂત લગાવી રાત ભર પૂજા કરવાની હોય છે. જો કે આ પૂજાની આડમાં ઢોંગી બાબાઓ મહિલાનું યોન ઉત્પીડન કરે છે.

નરણ પૂજા
પુત્ર પ્રાપ્તિ માટે અનેય એક પૂજામાં મહિલાને ત્રણ દિવસ અને રાત ભૂખ્યા તરસ્યા માં કાલીની પૂજા કરવાની હોય છે. વધુમાં આ દરમિયાન અનેક વાર મહિલાને ઝાડુથી મારવામાં અને શારિરીક ત્રાસ પણ આપવામાં આવે છે. જેમાં અનેક વાર મહિલાઓની મૃત્યુ પણ થઇ જાય છે.

ગુડિયા બાંધવી
ટોટકા માટે કાપડના પૂતળા કે ડોલનો ઉપયોગ થાય છે. જે તે વ્યક્તિના નામનું પૂતળું બનાવી તેને આ પૂતળાને હાની પહોંચાડવામાં આવે છે. પણ મોટે ભાગે ઢોંગી બાબાઓ આ દ્વારા પોતાનું ખિસ્સુ જ ભરતા હોય છે.

જીભ કાપી ચઢાવી
તાંત્રિકો આ પૂજા માટે અનેક વાર પશુની જીભ ચઢાવાનું કહેતા હોય છે. જેટલી વધારે જીભ તેટલી વધુ તે અગોરીની સાધના પ્રખર થાય છે તેવું કહેવાય છે.

શબ પર બેસી સાધના
અગોરી લોકો સૌથી વધુ આ સાધના કરે છે. હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં આવી પૂજા થાય છે. અગોરીના મતે આમ કરવાથી તેમને દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
