Relationship Tips: લગ્ન અંગે છો કન્ફ્યુઝ, આ ટિપ્સથી લો મહત્વનો નિર્યણ

Relationship Tips: લગ્નનું બંધન એવું બંધન છે, જેને બંધન શબ્દ દેવું યોગ્ય નથી લાગતું. લગ્ન એવી રીતે થવા જોઇએ, જેમાં તમે ખુલીને પોતાના વિચારનું આદાન પ્રાદાન કરી શકે, પોતાની કમી અને ખુબી પોતાના પાર્ટનર સામે જાહેર કરી શકે. તમારા તમામ સારા-નરસા ગુણો અને વ્યક્તિ સાથે તમને તમારો પાર્ટનર પસંદ કરે અને જીવનભર તમને ગમતા રહે.

આ મુશ્કેલ લાગે છે, પરંતુ સતત પ્રેમ અને આનંદ સાથે, લગ્ન જીવનભર હાસ્ય સાથે ટકી શકે છે. કોઈ વ્યક્તિ અને કોઈ સંબંધ પરફેક્ટ નથી હોતો, પણ એનો અર્થ એ નથી કે, તમે હંમેશા કોઈની એક ખામીને કારણે તેની સાથે લડતા રહો, અથવા ફક્ત કોઈની ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને લગ્ન જેવા સુંદર સંબંધથી દૂર રહો.

Relationship Tips

લગ્ન એ બંધન નથી, પરંતુ એક સમજદાર સંતુલન છે, જેના કારણે લગ્ન જેવો સુંદર સંબંધ કાયમ ટકી શકે છે. તેથી કોઈએ ઉતાવળમાં લગ્ન ન કરવા જોઈએ, પરંતુ જ્યારે તમે તેના માટે માનસિક અને ભાવનાત્મક રીતે તૈયાર હોવ, ત્યારે લગ્ન કરવા જોઈએ. આવી સ્થિતિમાં, આજે આ અહેવાલમાં અમે તમને કેટલાક કારણો જણાવીશું, જેના દ્વારા તમે સમજી શકશો કે, શા માટે લગ્ન કરવા અને શા માટે ન કરવા?

લગ્ન ન કરો કારણ કે -

તમે એકલતા અનુભવો છો અને તમને લાગે છે કે, લગ્ન તમારી એકલતા દૂર કરશે. જો તમે યોગ્ય જીવનસાથીની પસંદગી નહીં કરો તો તમે વધુ એકલતા અનુભવવા લાગશો.

તમે તમારી અંગત પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગો છો.

તમે તમારી વર્તમાન પરિસ્થિતિથી દૂર ભાગવા માંગો છો.

તમે તમારા માતાપિતા અને સંબંધીઓને ખુશ કરવા માંગો છો.

તમને સામાજિક દબાણ હેઠળ લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર પ્રભુત્વ મેળવવા માટે તમે આજના ટ્રેન્ડ પ્રમાણે લગ્ન કરવા માંગો છો.

લગ્ન કરો કારણ કે -

લગ્ન જેવી જીવનભરની પ્રતિબદ્ધતા માટે તમે ખરેખર માનસિક અને શારીરિક રીતે તૈયાર છો.

પોતાના અંગત જીવનમાં સંબંધોના મહત્વને સમજવા લાગ્યા છે.

તમારા જીવનસાથી સાથે તમારી આખી જિંદગીની સફર શેર કરવા તૈયાર છે.

શું તમે કોઈ એવી વ્યક્તિ સાથે તમારો રૂમ શેર કરવા તૈયાર છો કે, જે તમારા જીવન, તમારી પસંદ અને રુચિઓ, જીવન વિશેના તમારા વ્યક્તિગત મંતવ્યોથી સંપૂર્ણપણે અલગ ધ્યેયો ધરાવી શકે?

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X