છુટાછેડા કે બ્રેકઅપ પહેલા પૂછો આ સવાલ, નિર્ણય લેવામાં મળશે મદદ
Relationships Advice : ભારતીય પરંપરા અનુસાર લગ્નને જન્મોજન્મનું બંધન માનવામાં આવે છે. લગ્ન બે પરિવારો વચ્ચે થાય છે, જેનાથી એક નવા સંબંધનું નિર્માણ થાય છે. ભારતમાં લોકો પ્રેમ અને લગ્નને સૌથી વધુ મહત્વ આપે છે. લગ્નને જીવનનો મહત્વનો સંસ્કાર પણ માનવામાં આવે છે.
ઘણીવાર બે લોકો કે બે પરિવાર વચ્ચે સમજણના અભાવને કારણે અથવા વિચારોમાં ભિન્નતાના કારણે સંબંધ તુટી જાય છે. જેના કારણે લગ્નમાં ભંગાણ પડે છે, અને છુટાછેડા થઇ જાય છે.

ઘણા લોકો એવા હોય છે, જેમના લગ્ન અધવચ્ચે જ તૂટી જાય છે અને છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આ તમારા જીવનને એટલી અસર કરે છે કે, માણસ તૂટી જાય છે. આવી સ્થિતિમાં આજે આપણે આ અહેવાલમાં કેટલીક એવી બાબતો વિશે જાણીશું કે, જેના પર તમારે છૂટાછેડા લેતા પહેલા એકવાર ફરીથી વિચારવું જોઈએ. આ સાથે તમારે છૂટાછેડા લેતા પહેલા પોતાની જાતને આ પ્રશ્નો પૂછવા જોઈએ.
પુરુષોની સૌથી ખરાબ આદત એ છે કે, તેઓ પોતાની વાત ખુલીને શેર કરી શકતા નથી. જો તેને કંઈપણ ખોટું લાગે છે, તો તે તેની પત્ની સાથે દુર્વ્યવહાર કરે છે અથવા માર મારે છે, પરંતુ ક્યારેય શાંતિથી બેસીને સંબંધોની સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી શકતા નથી. આવી સ્થિતિમાં, જો તમે તમારા પાર્ટનરને તેમની ભૂલ સુધારવાનો મોકો આપ્યા વગર છોડી દેવાનો નિર્ણય લીધો હોય, તો તમારે ફરી એકવાર વધુ વિચાર કરો.
લગ્ન બચાવવાની રીતો - શું તમે બેસીને વિચાર્યું છે કે, તમે ખરેખર લગ્ન બચાવવાનો પ્રયાસ કર્યો છે? આ એવો સવાલ છે, જે દરેક પાર્ટનરએ પોતાના સંબંધ તોડતા પહેલા વિચારવો જોઈએ. ખાસ કરીને જ્યારે સામેની વ્યક્તિ છૂટાછેડા માટે બિલકુલ તૈયાર ન હોય.
જો તમે ખરેખર ઘણી વખત સંબંધ બચાવવાનો પ્રયાસ કર્યો હોય અને દરેક વખતે તમે નિષ્ફળ ગયા હોવ તો તમે છૂટાછેડા વિશે તમારું મન બનાવી શકો છો. છૂટાછેડા લેવાથી તમને કોઇ પ્રકારનું નુકસાન નહીં કરે.
બાળકો પર શું થશે અસર - જો તમને બાળક હોય અને પછી તમે છૂટાછેડા લેવાનું મન બનાવી લીધું હોય, તો તે માત્ર તમારી અંગત બાબત નથી, પરંતુ બાળકના જીવનની પણ વાત છે. આવી સ્થિતિમાં તમારા જીવનસાથી સાથેના સંબંધોને છૂટાછેડા સુધી લઈ જતા પહેલા, તમારા બાળક પર તેની શું અસર થશે તે વિશે વિચારો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
