નવી શોધમાં ફાસ્ટ ફૂડ અંગે બહાર આવ્યો આ ચોંકવનારો ખુલાસો!

Posted By:
Subscribe to Oneindia News

બધા તે વાતને સ્વીકારે છે કે ફાસ્ટ ફૂડ એટલા સ્વાસ્થવર્ધક નથી હોતા. પણ જ્યારે વાત ખાવાની આવે છે ત્યારે આપણે તેટલું વિચારતા નથી. અને જીભ જે વાતનો સાથ આપે તે પ્રમાણે વર્તી લઇએ છીએ. એટલું જ નહીં અનેક યંગસ્ટર્સ તો મોટા ભાગે ફાસ્ટ ફૂડ પર જ નભતા હોય છે. પરિવારથી બહાર હોસ્ટેલમાં રહેતા કે બીજી રાજ્યમાં નોકરી કરવા આવેલા લોકો માટે પણ જીટપટ અને સરળ ઉપાય તરીકે ફાસ્ટ ફૂડ જ આવે છે. ત્યારે હાલમાં જ એક નવી શોધમાં ચોંકવનારી વાત બહાર આવી છે. અને જો તમે અવાર નવાર ફાસ્ટફૂડ ખાતા હોવ તો તમારે આ વાત વાંચવી જ રહી.

food


ફાસ્ટ ફૂડથી વધુ ખતરનાક છે આ
હાલમાં જ કરવામાં આવેલી શોધ મુજબ ફાસ્ટ ફૂડ કરતા પણ વધુ ખતરનાક છે તેનું પેકિંગ. પેકિંગ માટે જે શીટ કે પછી બોક્સ વાપરવામાં આવે છે. તેમાં કેટલાક તેવા રસાયણો છે જે સ્વાસ્થય માટે ખૂબ જ હાનિકારક હોય છે. અમેરિકાના Silent spring Instituteના શોધકર્તાઓએ આ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે આ મુજબ છે.
રિપોર્ટ મજૂબ જણાવવામાં આવ્યું છે કે ફાસ્ટ ફૂડના પેકિંગમાં જે ચળકતો કાગળ લગાવવામાં આવી છે તેમાં કોટિંગ ગ્રીસ હોય છે જે શરીર માટે ખુબ જ નુક્શાનકારક છે. તેનામાં જે રસાયણો હોય છે તેના કેન્સર જેવી જીવલેણ બિમારીઓ પણ થઇ શકે છે. વળી આવા રસાયણ હ્યુમન બોડીની રોગપ્રતિકારક ક્ષમતાને પણ મોટા પ્રમાણમાં નુક્શાન પહોંચાડે છે.

English summary
Chemicals that have been associated with cancer and other health problems have been found in some fast food packaging, according to a new study.
Please Wait while comments are loading...