Republic day 2025 : કેવી રીતે નક્કી થાય છે ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય મહેમાન? જાણો શું હોય છે પ્રક્રિયા?
Republic day 2025 : ભારત આવનારી 26 જાન્યુઆરીએ તેનો 26મોં ગણતંત્ર દિવસ મનાવવા જઈ રહ્યો છે. આઓ વખતે ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય મહેમાન તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ આવી રહ્યાં છે.
મુખ્ય મહેમાન તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 25 અને 26 જાન્યુઆરી દરમિયાન ભારતમાં હાજર રહેશે.

જણાવી દઈએ કે, 26મીં જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાનનું નામ ચોક્કસ નિયમોને આધારે નક્કી થાય છે. આના માટે ઘણા પાસાઓને ધ્યાને લેવામાં આવે છે.
આ પહેલા 75મા ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હતા. વર્ષ 2023 માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય મહેમાન બન્યા હતા. ભારતમાં 26 જાન્યુઆરીના અવસર પર મુખ્ય મહેમાનને આમંત્રણ આપવાની પરંપરા 1950 માં શરૂ થઈ હતી.
ભારત આવતા મુખ્ય મહેમાનને પ્રજાસત્તાક દિવસના તમામ સમારોહ પ્રસંગે સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. સાંજે ભારતના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાનના માનમાં એક ખાસ સ્વાગત સમારંભનું આયોજન કરે છે.
ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાનની પસંદગી કરવાની પ્રક્રિયા સંબંધિત અધિકારીઓ દ્વારા 6 મહિના અગાઉથી શરૂ કરવામાં આવે છે. એક ઈન્ટરવ્યૂમાં પૂર્વ ભારતીય રાજદૂત મનબીર સિંહે કહ્યું કે મુખ્ય મહેમાનનું નામ નક્કી કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે.
આમાં મુખ્ય વાત એ છે કે ભારતના તે દેશ સાથેના સંબંધો કેવા રહ્યા છે. આ સિવાય તેમની સેના, રાજકારણ અને અર્થતંત્રનો ભારત સાથે શું સંબંધ છે. સંબંધિત અધિકારીઓ દ્વારા આ બધી બાબતો પર ગંભીરતાથી વિચાર કર્યા પછી વિદેશી મહેમાનનું નામ નક્કી કરવામાં આવે છે. જો કે, કોઈપણ મહેમાનના નામ અંગેનો અંતિમ નિર્ણય વિદેશ મંત્રાલય લે છે.












Click it and Unblock the Notifications
