હરિયાણાના 26 વર્ષીય દુષ્યંત ચૌટાલા બન્યા સૌથી યુવા સાંસદ

દુષ્યંત પૂર્વ ઉપ પ્રધાનમંત્રી ચૌધરી દેવીલાલની ચોથી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. ચૂંટણી પહેલાં કુલદીપ બિશ્રોઇએ ચૌટાલા પરિવારને પડકાર ફેંક્યો હતો કે જો તે હિસારથી ચૂંટણી હરી જાય છે તો તે રાજકારણ છોડી દેશે તો બીજી તરફ ચૌટાલા પરિવારના ઉમેદવાર હારે છે તો તે રાજકારણ છોદી દે. હાર બાદ હવે જોવાનું એ છે કે પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્રોઇ રાજકારણ છોડે છે કે નહી.
ફક્ત 26 વર્ષની ઉંમરમાં બન્યા સાંસદ
13 એપ્રિલ 1988ના રોજ હિસારમાં જન્મેલા દુષ્યંત ચૌટાલા ઇનેલો પ્રમુખ ચૌ. ઓમપ્રકાશ ચૌટાલાના પૌત્ર તથા ધારાસભ્ય ડૉ. અજય સિંહ ચૌટાલાના પુત્ર છે. તેમણે 25 વર્ષ 11 મહિનાની ઉંમરમાં લોકસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું અને તે 26 વર્ષ એક મહિનાની ઉંમરમાં દેશની સૌથી મોટી પંચાયતના સભ્ય ચૂંટવામાં આવ્યા.
સાંસદના ચૂંટણી 25 વર્ષથી વધુ ઉંમરનો વ્યક્તિ જ લડી શકી છે. આ પહેલાં સ્વ.પીએમ સૈયદના પુત્ર અહેમદ હમદુલ્લા સૈયદ 27 વર્ષ એક મહિનાની ઉંમરમાં સાંસદ ચૂંટવામાં આવ્યા છે. તે 2009માં લક્ષદ્રીપથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે સાંસદ બન્યા હતા.
આ પ્રકારે પશ્વિમ બંગાળના માલદાથી 27 વર્ષીય મૌસમ નૂર કોંગ્રેસ ઉમેદવાર તરીકે અને પૂર્વ સ્પીકર પીએમ સંગમાની પુત્રી આગાથા સંગમા એનસીપી ઉમેદવાર તરીકે મેઘાલયથી તે 28 વર્ષીય નીલેશ રાણો રગિરી મહારાષ્ટ્રથી કોંગ્રેસ દ્વારા યુવા સાંસદ ચૂંટવામાં આવ્યા હતા. 29 વર્ષીય સારિકા સિંહ હાથરસ (યુપી)થી રાષ્ટ્રીય લોકદળ તરફથી અને સંજય તથા મેનકા ગાંધીના પુત્ર વરૂણ ગાંધી 29 વર્ષની ઉંમરમાં પીલીભીતથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવેલા યુવા સાંસદ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
