બ્રિટનના નવા પીએમ ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ વિશે જાણો રસપ્રદ હકીકત
ચાલો જાણીએ અક્ષતા મૂર્તિ વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો-
બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકના પત્ની હાલમાં ઘણા ચર્ચામાં છે. તેમના ટ્રેન્ડ કરવાના અલગ-અલગ કારણો છે. એક તો એ કે અક્ષતા મૂર્તિ ભારતીય અબજોપતિ નારાયણ મૂર્તિની પુત્રી છે. જે દેશના સૌથી પ્રખ્યાત અને સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક છે. અબજોપતિ અક્ષતા મૂર્તિ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે આ વર્ષની શરૂઆતમાં બહાર આવ્યું કે તે નૉન-ડોમિસાઇલ સ્ટેટસ ભોગવે છે. જેનો અર્થ છે કે તેમણે યુકેની બહાર તેમની કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. તે બાદમાં તેમની વિશ્વવ્યાપી આવક પર યુકે કર ચૂકવવા સંમત થયા હતા. ચાલો જાણીએ અક્ષતા મૂર્તિ વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો-

ફેશન ડિઝાઇનર
42 વર્ષના અક્ષતા મૂર્તિ ફેશન ડિઝાઇનર છે. તેમણે પોતાનુ ફેશન લેબલ, અક્ષતા ડિઝાઇન્સ શરૂ કર્યુ છે. તેમણે 2011માં તેમનુ પહેલુ કલેક્શન લૉન્ચ કર્યુ હતુ. તેમની ડિઝાઇન બનાવવા માટે અંતરિયાળ ભારતીય ગામોમાં કલાકારો સાથે કામ કર્યુ.

ઇન્ફોસિસમાં હિસ્સો
મૂર્તિની લિંક્ડઈન પ્રોફાઇલ મુજબ તેઓ ન્યૂ એન્ડ લિંગવુડના ડિરેક્ટર છે. જે પુરુષોના કપડા વેચતી કંપની છે. કંપનીના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ તે ઇન્ફોસિસમાં 0.9% હિસ્સો ધરાવે છે. જેનુ મૂલ્ય લગભગ £700m છે.

હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન
ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ કેલિફોર્નિયાની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં મળ્યા હતા. આ પછી વર્ષ 2009માં બંનેએ બેંગ્લોરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. બંનેને બે દીકરીઓ છે. બે દીકરીઓના નામ કૃષ્ણા અને અનુષ્કા સુનક છે.

26 કરોડનુ ડિવિડન્ડ
અક્ષતા મૂર્તિને વર્ષ 2022માં ઈન્ફોસિસ કંપની તરફથી 26 કરોડનુ ડિવિડન્ડ મળ્યુ હતુ. જેની કિંમત 5,956 કરોડ રૂપિયા છે.

વેન્ચર કેપિટલ ફર્મના ડિરેક્ટર
અક્ષતા એક વેન્ચર કેપિટલ ફર્મ, કેટામરન વેન્ચર્સના ડિરેક્ટર તરીકે સૂચિબદ્ધ છે, જેની સ્થાપના તેના પિતા દ્વારા કરવામાં આવી હતી અને મૂર્તિને કંપની હાઉસમાં ડિગ્મે ફિટનેસના ડિરેક્ટર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, જે એક હાઈએન્ડ જિમ ચેઇન છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
