Rose Day 2023 : ગુલાબથી તમારો પ્રેમ વ્યક્ત કરો, રોઝ ડેથી શરૂ થાય છે વેલેન્ટાઈન વીક
રોઝ ડે થી વેલેન્ટાઈન વીક પણ શરૂ થઈ ગયું છે. જેથી તમે તમારા પાર્ટનરને ગુલાબ આપીને ખુશ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનો પ્રેમ કરનારાઓના નામે છે. ફેબ્રુઆરી શરૂ થતાં જ લોકો વેલેન્ટાઇન્સ ડેની રાહ જોતા હોય છે.
Rose Day 2023 : જો તમારી પાસે પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દો નથી, તો તેના માટે ગુલાબ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેના દ્વારા તમે તમારા પ્રેમને વ્યક્ત કરી શકો છો. રોઝ ડે થી વેલેન્ટાઈન વીક પણ શરૂ થઈ ગયું છે. જેથી તમે તમારા પાર્ટનરને ગુલાબ આપીને ખુશ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનો પ્રેમ કરનારાઓના નામે છે. ફેબ્રુઆરી શરૂ થતાં જ લોકો વેલેન્ટાઇન્સ ડેની રાહ જોતા હોય છે.

7 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે રોઝ ડે (Rose Day 2023)
ઉલ્લેખનીય છે કે, 7 ફેબ્રુઆરીથી પ્રેમ કરનારાઓ માટે વેલેન્ટાઇન વીક ખૂબ જ ખાસ હોય છે. જીવનસાથી માટે આ અઠવાડિયું વધુ ખાસબની જાય છે, જ્યારે તેમને રોમેન્ટિક રીતે શુભેચ્છા પાઠવવામાં આવે છે. 7 ફેબ્રુઆરી એ વેલેન્ટાઈન વીકનો પહેલો દિવસ છે. આ દિવસનેરોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે.

જાણો શા માટે ઉજવવામાં આવે છે રોઝ ડે
રોઝ ડે તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે ખૂબ જ સારો દિવસ માનવામાં આવે છે. રોઝ ડે પર લોકો સામેની વ્યક્તિને ગુલાબ આપીને પોતાનીલાગણી વ્યક્ત કરે છે. રોઝ ડે એ તમારા પ્રેમ વિશે કહેવાનું બહાનું છે. તમારા પ્રેમને દર્શાવવા માટે રોઝ ડે ઉજવવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિ ઉજવી શકે છે રોઝ ડે
એવું જરૂરી નથી કે, માત્ર પ્રેમી યુગલ જ એકબીજાને ગુલાબ આપે. મિત્રો, પતિ-પત્ની જેવા કોઈપણ વ્યક્તિ પણ આ રોમેન્ટિક દિવસએકબીજા સાથે ઉજવી શકે છે. જો તમે કોઈ માટે સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છો અથવા કોઈ મિત્રને રોઝ ડે પર અભિનંદન આપવા માંગોછો, તો તમે તેમને રોમેન્ટિક મેસેજ મોકલી શકો છો.












Click it and Unblock the Notifications
