For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, પૃથ્વીની નજીક મળ્યા 3 નવા ગ્રહો, ખુલશે નવા રહસ્યો

વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મેળવી છે. આપણી ગેલેક્સી (આકાશગંગા) માં 3 નાના ગ્રહો મળ્યા છે, જે પોતાના તારાઓની આસપાસ ફરે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મેળવી છે. આપણી ગેલેક્સી (આકાશગંગા) માં 3 નાના ગ્રહો મળ્યા છે, જે પોતાના તારાઓની આસપાસ ફરે છે. આ ગ્રહોનેને 'બેબીઝ પ્લેનેટ ' કહેવામાં આવી રહ્યા છે, કારણ કે વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રોટોપ્લેનેટ છે અને એક પ્લેનેટ એટલે કે ગ્રહ તરીકે વિકસિત થઇ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ આ ગ્રહોને અત્યાર સુધીમાંના સૌથી નાના ગ્રહ તરીકે વર્ણવ્યા છે.

પહેલી વખત મળ્યા પ્રોટોપ્લેનેટ્સ

પહેલી વખત મળ્યા પ્રોટોપ્લેનેટ્સ

ખગોળશાસ્ત્રીઓની બે સ્વતંત્ર ટીમોએ આપણી ગેલેક્સીમાં આ ગ્રહો શોધ્યા છે. આ નાના ગ્રહો આપણા સૌરમંડળથી લગભગ 330 પ્રકાશ વર્ષ દૂર એક નવા તારા 'એચડી 163296 'ની આસપાસ ફરતા જોવા મળ્યા છે. ક્રિસ્ટોફ પિન્ટ, ઓસ્ટ્રેલિયા ની મોનાશ યુનિવર્સિટી ખાતે એક સંશોધક અને આ પેપરના મુખ્ય લેખકએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોમાં આપણી આકાશગંગાની બહાર હજારો એક્સોપ્લેનેટ્સ મળ્યા છે, લેકિમ પ્રોટોપ્લેનેટ મળવું એ વિજ્ઞાન માટે નવું છે.'

નવી ટૅકનિક દ્વારા લેવામાં આવી ગ્રહોની તસવીરો

નવી ટૅકનિક દ્વારા લેવામાં આવી ગ્રહોની તસવીરો

આ નાના ગ્રહ વૈજ્ઞાનિકોને ત્યારે મળ્યા જયારે તેઓ એચડી 163296 નામના તારાઓના વાયુ થી ભરેલી ડિસ્કમાં કેટલાક વિક્ષેપ જોવા મળ્યા. પીન્ટે ધ્યાન દોર્યું હતું કે ગ્રહની રચના કેવી રીતે થાય છે તે સમજવામાં અમારી નવી ટેકનોલોજી આ સિદ્ધાંતને લાગુ કરે છે. વૈજ્ઞાનિકોએ આ ગ્રહોના ફોટોગ્રાફ લીધા છે જેથી આ શોધ સાબિત થઈ શકે.

સૌથી નાની ઉંમરના છે આ ગ્રહ

સૌથી નાની ઉંમરના છે આ ગ્રહ

આ ગ્રહોના ફોટોગ્રાફ્સ ટેલિસ્કોપમાંથી એ પ્રકારે લેવામાં આવ્યા છે, જેવું પહેલાં ક્યારેય નહીં થયું. મિશિગન યુનિવર્સિટીના એક ખગોળશાસ્ત્રી અને મુખ્ય લેખક રિચાર્ડ ટીગ એ જણાવ્યું હતું કે, "એએલએમએ (અટાકામાં લાર્જ મીલીમીટર / સબમિલીમીટર એરે) ઉચ્ચ રીઝોલ્યુશન વાળી તસવીરોની મદદ સાથે આ સંપૂર્ણપણે નવો દ્રષ્ટિકોણ આપણી આકાશગંગામાં સૌથી નાની ઉંમરના ગ્રહોને ખુલ્લા કરી શકે છે.'

English summary
Scientists Found Three Baby Planets In Our Galaxy, They Are Not Too Far Away From Earth!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X