For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટલાક ટોપ સિક્રેટ આઇલેન્ડ

|
Google Oneindia Gujarati News

આજ કાલ આઇલેન્ડ પર હોલિડે માનવાનો જાણે કે ક્રેઝ હોય તેમ જાણાઇ રહ્યું છે. વૈભવી જીવન વિતાવી રહેલા સેલિબ્રિટીઝ, નેતાઓ, બિઝનેસમેન્સ પોતાના તમામ વ્યસ્ત કાર્યક્રમથી દૂર એક શાંત આઇલેન્ડમાં પોતાના પરિવાર અથવા તો મિત્રમંડળી સાથે વેકેસન વિતાવવા માટે જતા હોય છે. ક્યારેક તેઓ ગોવાના બીચો પર પોતાનું વેકેસન ગાળે છે, તો ક્યારેક તેઓ વિદેશમાં આવેલા કેટલાક શાનદાર અને લોકપ્રિય બીચ કે પછી આઇલેન્ડ પર પોતાનું વેકેસન ગાળવાનો નિર્ણય કરતા હોય છે. જો તમે પણ આવું જ કંઇક વિચારી રહ્યો છો તો તમારી માટે અહી એક યાદી રજૂ કરવામાં આવી છે, જેમા આવા જ કેટલાક એડવેન્ચરથી ભરપૂર આઇલેન્ડ આપવામાં આવ્યા છે.

આ પહેલા અમે ટૂરિઝમમાં કેટલાક વિશ્વના લોકપ્રિય અને જાણીતા આઇલેન્ડ અંગે માહિતી આપી હતી, આ વખતે અમે કેટલાક ટોપ સિક્રેટ આઇલેન્ડ અંગે જણાવી રહ્યાં છીએ, જે પોતાનામાં જ એટલા સુંદર અને સાહસથી ભરપૂર છે કે તેની મુલાકાત લેનારાઓ એ આઇલેન્ડના પ્રવાસને જીવન ભર પોતાની યાદોમા સજાવીને રાખી શકે છે. તો ચાલો તસવીરના માધ્યમથી આપણે જાણીએ આવા જ કેટલાક ટોપ સિક્રેટ આઇલેન્ડ અંગે.

સાન બિઆસ એરિકોપેલાગો

સાન બિઆસ એરિકોપેલાગો

આ આઇલેન્ડ પનામામાં આવેલું છે.

સ્ક્રબ આઇલેન્ડ

સ્ક્રબ આઇલેન્ડ

આ આઇલેન્ડ બ્રિટિશ વિર્જિન આઇલેન્ડમાં આવેલું છે. અહી સહેલાયથી બોટ્સ મળી શકે છે અને હનીમૂન માટે સારું સ્થળ છે.

કોન ડાઓ આઇલેન્ડ

કોન ડાઓ આઇલેન્ડ

આ આઇલેન્ડ વિએતનામમાં આવેલું છે, જેને ગુન્હેગારોના ઘર તરીકે સંબોધવામાં આવતું હતું, જ્યાં સુધી વિએતનામ વોર પૂર્ણ ના થઇ. અહી વિવિધ પ્રકારની માછલીઓ જોવા મળી શકે છે.

સોલુટ આઇલેન્ડ

સોલુટ આઇલેન્ડ

સોલુટ(Îles du Salut) આઇલેન્ડ, ફ્રેન્ચ ગુએનામાં આવેલું છે. શાર્ક માછલીઓના કારણે આ આઇલેન્ડને ખતરનાક આઇલેન્ડ્સની યાદીમાં મુકવામા આવ્યું છે. આ આઇલેન્ડને ડેવિલ આઇલેન્ડ પણ કહેવામાં આવે છે.

યાયેમા આઇલેન્ડ

યાયેમા આઇલેન્ડ

આ આઇલેન્ડ જાપાનમાં છે. અહી ઘણા બીચો આવેલા છે. અહી શાર્ક માછલીઓ આકર્ષણનું કેન્દ્ર છે. જો તમે પાણીને પ્રેમ કરતા હોવ તો તમે અહી જરૂરથી જઇ શકો છો.

નેકર આઇલેન્ડ

નેકર આઇલેન્ડ

નેકર આઇલેન્ડ બ્રિટિશ વિર્જિન આઇલેન્ડ છે. આ આઇલેન્ડમાં જવા માટે 28 લોકો માટે પરવાનગી મળે છે અથવા તો એક અઠવાડિયાની ઉજવણી માટેની પરવાનગી આપવામાં આવે છે. જ્યાં તેમને સાત રાત્રી માટે રૂમો મળી શકે છે.

અગાટ્ટી આઇલેન્ડ

અગાટ્ટી આઇલેન્ડ

અગાટ્ટી આઇલેન્ડ લક્ષદ્વીપમાં આવેલું છે. અગાટ્ટી આઇલેન્ડ ખારા પાણીના સરોવરો માટે જાણીતું છે. અહી માત્ર એક જ હોટલ છે. અહી તમને વિવિધ પ્રકારની માછલીઓ જોવા મળી શકે છે, પરંતુ અહી જવા માટે તમારે લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશન પાસેથી પરવાનગી લેવી પડે છે.

English summary
here is the list of secret islands of world's
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X