શું સેક્સની લત ખરેખર એક બીમારી છે કે પછી...
શું સેક્સની લત ખરેખર એક બીમારી છે કે પછી...
કોઈપણ વસ્તુની લત એટલે કે એડિક્શન એક માનસિક વિકૃતિ હોય છે. ભારતીય સમાજમાં આપણે સિગરેટ, દારૂ, ડ્રગ્સ જેવી નશીલી ચીજોને લતના રૂપમાં સ્વીકારી છે, પરંતુ જો વાત સેક્સની કરવામાં આવે તો વિશેષજ્ઞોના મંતવ્યોમાં તફાવત જોવા મળે છે. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે સેક્સની લત એક માનસિક બીમારી હોય છે જ્યારે કેટલાક તેને નકારી કાઢે છે.

સેક્સની લત બીમારી છે કે નહિ?
સેક્સની લતને લઈ કેટલાક મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે વારંવાર સેક્સ કરવું કે પછી સેક્સ વિશે વિચાર્યા રાખવું અથવા કોઈ મહિલાને જોતા જ ઉત્તેજના થઈ જવી પણ એક માનસિક બીમારી છે.

રિસર્ચ રિપોર્ટ શું કહે છે
એક રિસર્ચ રિપોર્ટ મુજબ જે લોકો સેક્સના મામલામાં ખુદ પર કોઈપણ પ્રકારનું નિયંત્રણ નથી રાખી શકતા અને એવી સ્થિતિમાં ખુદનું નુકસાન કરી બેસે છે તેઓ આ પ્રકારની માનસિક બીમારીથી ગ્રસ્ત છે.

સેક્સ એડિક્શન
મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે જો કોઈ માણસ છ મહિના સુધી સતત સેક્સ વિશે વિચારે છે તો તેને સેક્સ એડિક્શન થઈ છે.

વિપરીત મત
જો કે કેટલાક જાણકારનું માનવું છે કે સેક્સની લત કોઈ બીમારી નથી અને તેથી હાલ કેટલા લોકોએ આને લઈ ચિકિત્સકીય પરામર્શ માંગ્યો છે, તેને લઈ સત્તાવાર આંકડા પણ ઉપલબ્ધ નથી.

સર્વે કર્યો
પોર્ન અને સેક્સની લતનો શિકાર લોકોની મદદ માટે વિકસિત કરવામાં આવેલ વેબસાઈટે બ્રિટેનમાં 21000 લોકોનો સર્વે કર્યો. જેમાંથી 91 ટકા પુરુષ હતા બાકી 8 ટકા મહિલાઓ હતી.

સર્વેમાં શું સામે આવ્યું
સર્વેમાં માત્ર દશ ટકા લોકોએ જ પોતાની પરેશાની માટે ડૉક્ટરની સલાહ લીધી હોવાની વાત કહી છે. આ આધારે કહી શકાય છે કે ડૉક્ટરની સલાહ લીધા વિના તમે સેક્સ સાથે જોડાયેલી એક માનસિક બીમારીથી ગ્રસ્ત હોવ તે ધારી લેવું ખોટું છે.












Click it and Unblock the Notifications
