Intresting: અદ્દલ શિવલિંગ જેવું છે વેટિકન સિટી
ધ વેટિકન સિટીનો આકાર શિવલિંગ જેવો છે! આ વાંચીને કદાચ તમને આંચકો પહોંચ્યો હશે અને મનમાં એવો વિચાર પણ આવ્યો હશે આવું હોઇ શકે ખરા? આ આંચકો પહોંચાડે તેવી વાત ઇતિહાસવિદ પીએન ઓએક દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું છેકે, વેટિકન શબ્દ મુખ્ય રીતે સંસ્કૃતમાંથી આવ્યો છે. વેટિકન એ સંસ્કૃત શબ્દ વાટિકામાંથી આવ્યો છે અને ક્રિસ્ટિનિટી એ શબ્દ ‘કૃષ્ણ નીતિ'માંથી આવ્યો છે.
એ પણ સાંભળવા મળ્યું છેકે, બધા ધર્મો સનાતન ધર્મ સાથે જોડાયેલા છે. તેથી એ મહત્વ નથી ધરાવતું કે તમે શેમાં વિશ્વાસ રાખો છો અને કયા ધર્મને ફોલો કરો છો, પરંતુ તમે પ્રાર્થના તો એ જ ભગવાનને કરો છો, જેને અન્ય કોઇ ધર્મ પાળતો માનવી પ્રાર્થના કરે છે. વિશ્વાસના નામે લોકોને વહેંચીને આ અસ્તવ્યસ્ત વિશ્વમાં વધુ અરાજકતા ઉભી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ભગવાન શિવ પાસેથી જાણો જીવન જીવવાની જડીબુટ્ટી
ચાલો મુદ્દા પર પરત ફરીએ, વેટિકન સિટી અને શિવલિંગ વચ્ચે એક રસપ્રદ જોડાણ છે. વિશ્વના બે શ્રેષ્ઠ ધર્મો વચ્ચેની આ રસપ્રદ સરખામણી તમારી ઉત્સુકતા વધારે તેવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વેટિકન સિટી અને શિવલિંગ વચ્ચેના આંચકાજનક જોડાણ અંગે.

બન્ને વચ્ચેની સરખામણી
અહી જે તસવીર આપવામાં આવી છે તેને ધ્યાનપૂર્વક નિહાળો. તમે પણ શિવલિંગના આકાર જેવું જ વેટિકન સિટીનું કમ્પાઉન્ડ જોઇ શકો છો. વેટિકન સિટીનો જે રસ્તો છે તે લિંગાકાર છે. તમે ધ્યાનથી અને નજીકથી જુઓ તો તમને ત્રિપુંન્દ્ર જોવા મળશે(શિવના લલાટ પર જે ત્રણ રેખા હોય છે એ) અને જે બિંદુ હોય છે એ પિઆઝા સેન પિએત્રો તરીકે વેટિકન સિટીમાં ડિઝાઇન કરવામાં આવી છે.

વેટિકન નામનો અર્થ
વેટિકન શબ્દ સંસ્કૃતના શબ્દ વાટિકા પરથી આવ્ય છે. જેનો અર્થ થાય છે વૈદિક સંસ્કૃતિ કેન્દ્ર. તેમજ વેટિકન ખરા અર્થમાં પહેલા હિન્દુ(વૈદિક) ધર્મનું કેન્દ્ર હતું, બાદમાં તે ક્રિસ્ટિનિટીમાં ફેરવાઇ ગયું.

વેટિકનમાં શિવલિંગ!
વેટિકન સિટીમાં જ્યારે પુરાતત્વીય ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તેની અંદર શિવલિંગ મળી આવ્યું હતું. વેટિકન સિટીના ગ્રેગોરિઅન એત્રુસ્કાન મ્યુઝિયમમાં આ શિવલિંગને રાખવામાં આવ્યું છે.

પીએન ઓએકની થિયરી
જાણીતા ઇતિહાસવિદ પીએન ઓએકનું માનવું છેકે ક્રિસ્ટિનિટી અને ઇસ્લામ બન્ને ધર્મ હિન્દુઝમમાંથી અલગ પડેલા છે. તેમણે એ પણ કહ્યું છેકે કેથોલિક વેટિકન, કાબા અને તાજ મહેલ ક્યરેક હિન્દુઓના મંદિર હતા, જે શિવને સમર્પિત હતા. ક્રિસ્ટિનિટી મૂળ રીતે કૃષ્ણને ફોલો કરતો વૈદિક ધર્મ છે, જેને ખરા અર્થમાં કૃષ્ણ નીતિ કહેવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, આમેન શબ્દ ‘ઓમ'માંથી આવેલો છે.












Click it and Unblock the Notifications
