For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુ પરંપરાઓ પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજવું જરૂરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હિન્દુ સંસ્કૃતિ કોઇ અંધવિશ્વાસ પર નહી પરંતુ વિજ્ઞાના નક્કર સપાટી પર બનેલી છે, જેના પર લાખો લોકો વિશ્વાસ કરે છે આગળ પણ કરતા રહેશે. આ સંસ્કૃતિમાં શ્વાસ લેવા, ખાવા, બેસવા અને ઉભા રહેવા જેવી સામાન્ય વાતો સહિત જીવનના દરેક પાસાઓ પર આધ્યાત્મિક પ્રક્રિયા તરીકે વિકસિત થઇ.

માણસની પરમ પ્રકૃતિને અહીં મોટા વ્યાપક તરીકે શોધવામાં આવી છે. જો કે દુર્ભાગ્યની વાત એ છે કે આપણી સંસ્કૃતિ સંબંધિત ઘણું બધુ ગુમ થયું છે. હકિકતમાં આપણે તેને સુરક્ષિત રાખી શક્યા નથી, પરંતુ તેમછતાં પણ આ એક જીવતી જાગતી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિની તે પરંપરાઓને જાણવા અને તેની પાછળ વૈજ્ઞાનિક કારણોને જેને સામાન્ય લોકો જાણતા નથી, આજે તેના પરથી પડદો ઉઠાવીશું. જરૂરા વાંચો આ લેખ...

નદીમાં સિક્કો ફેંકવો

નદીમાં સિક્કો ફેંકવો

આપણે લોકો આ હંમેશાથી સાંભળતા આવ્યા છીએ કે વહેતી નદીમાં સિક્કા નાખવાથી આપણને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણ છે, પહેલાં જ્યારે સિક્કા બનાવવામાં આવતા હતા તો તે તાંબાના હતા જે આપણા શરીર માઅટે એકદમ ઉપયોગ ધાતુ ગણવામાં આવે છે. પરંતુ આજના જમાનામાં આ સિક્કા તાંબાના નહી સ્ટેનલેસ સ્ટીલ બને છે, જેને પાણીમાં નાખવાથી કોઇ ફરક પડતો નથી. તેનાથી ઉલટું તાંબાના સિક્કાને પાણીમાં નાખવાથી પાણી પીવ લાયક બનતું હતું.

નમસ્કાર કરવા

નમસ્કાર કરવા

નમસ્કાર કરવા પાછળ પાછળ ફક્ત સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ જ નહી, એક વિજ્ઞાન પણ છે. જો તમે સાધના કરી રહ્યાં છો, તો જ્યારે પણ તમે તમારી હથેળીઓને સાથે લાવો છો, તો એક ઉર્જા પેદા થાય છે. જીવન-ઉર્જાના સ્તર પર કંઇક આપી રહ્યાં હોવ છો. તમે પોતાને એક અર્પણ અથવા ભેટ તરીકે બીજા વ્યક્તિને સમર્પિત કરી રહ્યાં છો. આપવાની પ્રક્રિયામાં તમે બીજા પ્રાણીને પણ જીવંત કરી દેશો અને તે જીવંતતા ફરી તમારી સાથે સહયોગ કરશે.

આ 10 વસ્તુઓ જે ભારત સિવાય બીજે ક્યાંય હોતી નથી

વિછિયા પહેરવી

વિછિયા પહેરવી

પગમાં અંતિમ આભૂષણના રૂપમાં વિછિયા (માછલી) પહેરે છે. બંને પગની વચ્ચેની ત્રણ આંગળીઓમાં વિછિયા પહેરવાનો રિવાજ છે. સોનાનો ટિકો અને ચાંદીની વિછિયાનો ભાવ એ હોય છે કે કે આત્મ કારક સૂર્ય અને મન કારક ચંદ્રમા બંનેની કૃપા જીવનભર બનેલી રહે છે.

માથા પર તિલક લગાવવું

માથા પર તિલક લગાવવું

માનવામાં આવે છે કે મનુષ્યના મસ્તકના મધ્યમાં વિષ્ણુ ભગવાનનો નિવાસ હોય છે, અને તિલક બરોબર તે જગ્યાએ કરવામાં આવે છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તિલક લગાવવું ઉપયોગી ગણવામાં આવે છે. માથું ચહેરાનો કેન્દ્રિય ભાગ હોય છે. જ્યાં બધાની નજર અટકે છે. તેના મધ્યમાં તિલક લગાવીને, ખાસકરીને સ્ત્રીઓમાં, જોનારની પ્રથમ દ્રષ્ટિને બાંધી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

મંદિરમાં ઘંટ કેમ હોય છે

મંદિરમાં ઘંટ કેમ હોય છે

તેના પાછળ એવી માન્યતા છે કે જે સ્થળો પર ઘંટનો અવાજ નિયમિત તરીકે આવતો રહે છે ત્યાંનું વાતાવરણ હંમેશા સુખદ અને પવિત્ર બનેલું રહે છે અને નકારાત્મક કે ખરાબ શક્તિઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય રહે છે. આથી જ સવારે અને સાંજે જ્યારે પણ મંદિરમાં પૂજા અથવા આરતી થાય છે તો એક લય અને વિશેષ ધૂનની સાથે ઘંટ વગાડવામાં આવે છે જેથે ત્યાં હાજર લોકોને શાંતિ અને દેવીય ઉપસ્થિતિની અનુભૂતિ થાય છે.

આપણે નવરાત્રિ કેમ ઉજવીએ છીએ

આપણે નવરાત્રિ કેમ ઉજવીએ છીએ

આજે આપણી લાઇફસ્ટાઇલ એટલી ખરાબ થઇ ગઇ છે કે આપણે આપણા શરીરને શુદ્ધ કરવાની તક મળતી નથી. જો આપણે નવરાત્રિમાં આખો દિવસ ભૂખ્યા રહીને ફક્ત ફળ વગેરેનું સેવન કરીએ તો આપણા પેટના બધા રોગો દૂર થઇ જશે. નવરાત્રિમાં આપણને તક મળે છે કે આપણે હવામાન અનુસાર દુખી શરીરને ઢાળીએ.

તુલસીના છોડની કેમ પૂજા કરવામાં આવે છે

તુલસીના છોડની કેમ પૂજા કરવામાં આવે છે

તુલીસીમાં વિદ્યામાન રસાયણ વસ્તુત: એટલી જ ગુણકારી છે, જેટલું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. આ કીટનાશક છે, કીટપ્રતિકારક તથા ખતરનાક જીવાણુનાશક છે. વિશેષકરીને એનાંફિલિસ જાતિના મચ્છરો માટે તેનો કિટનાશી પ્રભાવ ઉલ્લેખનીય છે.

શું તમે જાણો છો તુલસી વિશેની ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક મહત્વ

કેમ કરવામાં આવે છે પીપળાના ઝાડની પૂજા

કેમ કરવામાં આવે છે પીપળાના ઝાડની પૂજા

પીપળાની ઉપયોગિતા અને મહત્વ વૈજ્ઞાનિક અને આદ્યાત્મિક બંને કારણો છે. આ વૃક્ષ અન્ય વૃક્ષોની તુલનામાં વાતાવરણમાં વધુમાં વધુ ઑક્સીજન ઉત્પન્ન કરે છે. આ પ્રદૂષિત વાયુને સ્વચ્છ કરે છે અને આસપસના વાતાવરણમાં સાત્વિકતાની વૃદ્ધિ પણ કરે છે. તેના સંસર્ગમાં આવતં જ તન-મન આનંદિત અને પ્રફૂલ્લિત થઇ જાય છે. આથી જ આ વૃક્ષની નીચે ધ્યાન તથા મંત્ર જાપનું વિશેષ મહત્વ છે.

ભોજનના અંતમાં મિઠાઇ

ભોજનના અંતમાં મિઠાઇ

આપણા પૂર્વજોનું માનવું હતું કે મસાલેદાર ભોજન બાદ મિઠાઇ ખાવી જોઇએ. આ એટલા માટે પણ હોય છે કે જ્યારે આપણે કંઇક મસાલેદાર ભોજન ખાઇએ છીએ, તો આપણા શરીરમાં એસિડ બનવા લાગે છે જેથી આપણું ખાવાનું પચે છે અને એસિડ વધુ ન બને તેના માટે અંતિ મિઠાઇ ખાવી જોઇએ જે પાચનક્રિયાને શાંત કરે છે.

પુરૂષો માથા પર ચોટી કેમ રાખે છે

પુરૂષો માથા પર ચોટી કેમ રાખે છે

હકિકતમાં જે જગ્યાએ પર શિખા એટલે કે ચોટી રાખવાની છે, ત્યાં માથાની વચોવચ સુષુમ્ના નાડીનું સ્થાન હોય છે. તથા શરીર વિજ્ઞાન તે સિદ્ધ કરી ચૂક્યું છે કે સુષુમ્રા નાડી માણસના દરેક વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે. ચોટી સુષુમ્રા નાડીને હાનિકારક પ્રભાવોથી બચાવે છે, સાથે જ બ્રમાંડમાંથી આવનાર સકારાત્મક તથા આદ્યાત્મિક વિચારોને કેચ એટલે કે ગ્રહણ પણ કરે છે.

હાથમાં મહેંદી લગાવવી

હાથમાં મહેંદી લગાવવી

મહેંદી એક આર્યુવેદના રૂપમાં જોવામાં આવે છે, જેને લગાવવાથી મગજ શાંત રહે છે અને મન પ્રસન્ન રહે છે. એટલા માટે લગ્નના એક દિવસ પહેલાં નવવધૂઓ મહેંદી લગાવે છે, જેથી લગ્નનો તણાવ ના રહે.

દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઇ

દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઇ

દિવાળી પહેલાં એક પરંપરા હોય છે, ઘરની સાફ-સફાઇ કરવાની. ઘરમાં જેટલો પણ જૂનો સામાન હોય છે, તે વહેંચી દેવામાં આવે છે અથવા ફેંકી દેવામાં આવે છે. વર્ષા ઋતુનો ભેજ અને તિરાડો ઘરની દિવાલો અને કપડાંમાં ઘૂસી જાય છે. તેને બહાર કાઢીને પુન: વ્યવસ્થિત કરી લેવી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ જરૂરી છે.

જમીન પર બેસીને જમવું

જમીન પર બેસીને જમવું

જમીન પર બેસીને જમતી વખતે આપણે એક વિશેષ યોગાસનની અવસ્થામાં બેસીએ છીએ, જેને સુખાસન કહેવામાં આવે છે. સુખાસનથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સમાન રૂપે થવા લાગે છે. જેથી શરીર વધુ ઉર્જાવાન થઇ જાય છે. આ આસનથી માનસિક તણાવ ઓછો થઇ જાય છે અને મનમાં સકારાત્મક વિચારોનો પ્રભાવ વધે છે. તેનાથી આપણી છાતી અને પગ મજબૂત બને છે.

ઉત્તર દિશા તરફ માથું રાખીને કેમ ન ઉંઘવું જોઇએ

ઉત્તર દિશા તરફ માથું રાખીને કેમ ન ઉંઘવું જોઇએ

વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પૃથ્વીના બંને ધ્રુવો ઉત્તરી અને દક્ષિણી ધ્રુવમાં ચુંબકીય પ્રવાહ વિદ્યમાન છે. દક્ષિણમાં પગ રાખીને ઉંઘવાથી વ્યક્તિની શારિરીક ઉર્જાનો ક્ષય થતો જાય છે અને તે જ્યારે સવારે ઉઠે છે તો થાક અનુભવે છે, જ્યારે દક્ષિણમાં માથું રાખીને ઉંઘવાથી આવું કશું થતું નથી. ઉત્તર દિશા તરફ ધનાત્મક પ્રવાહ રહે છે અને દક્ષિણ દિશા તરફ ઋણાત્મક પ્રવાહ રહે છે. આપણા માથાનું સ્થાન ધનાત્મક પ્રવાહવાળું અને પગનું સ્થાન ઋણાત્મક પ્રવાહવાળું હોય છે. આ દિશા બતાવનાર ચુંબકની માફક હોય છે કે ધનાત્મક પ્રવાહવાળા પરસ્પરમાં મળી ન શકે.

સૂર્ય નમસ્કાર કરવા

સૂર્ય નમસ્કાર કરવા

સૂર્ય નમસ્કારનો સંબંધ યોગ તથા પ્રાકૃતિક ચિકિત્સા સાથે જોડાયેલ છે. સૂર્યની ઉષ્મા તથા પ્રકાશ સાથે સ્વાસ્થ્યમાં અભૂતપૂર્વ લાભ થાય છે અને બુદ્ધિની વૃદ્ધિ થાય છે. સૂર્યના પ્રકાશ તથા સૂર્યની ઉપાસનાથી કુષ્ઠ, નેત્ર વગેરે રોગ દૂર થાય છે. સૂર્ય અશુભ થતાં ઉક્ત રાશિવાળાઓને અગ્નિરોગ, બુદ્ધિનો ક્ષય, બળતરા, ક્ષય, અતિસાર વગેરે રોગોથી ગ્રસ્ત થવાની સંભાવના વધે છે.

બાળકોના કાન વીંધાવવા

બાળકોના કાન વીંધાવવા

વિજ્ઞાન કહે છે કે કર્ણભેદથી મસ્તિષ્કમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેનાથી બૌદ્ધિક યોગ્યતા વધે છે. એટલા માટે તેને ઉપનયન સંસ્કારથી પહેલાં કરવામાં આવે છે જેથી ગુરૂકુળ જતાં પહેલાં બાળકોની મેધા શક્તિ વધી જાય અને બાળકો સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેનાથી ચહેરા પર કાંતિ પણ આવે છે અને રૂપમાં નિખાર આવે છે.

સિંદુર લગાવવું

સિંદુર લગાવવું

સિંદુર હળદર, નીબૂ અને પારાના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. સિંદુર મહિલાના બ્લ્ડપ્રેશરને કંટ્રોલમાં રાખવાવા ઉપરાંત તેની સેક્યુઅલ ડ્રાઇવને પણ વધારે છે. તેને એ જગ્યાએ લગાવવામાં આવે છે, જ્યાં પિટ્યૂટરી ગ્રંથી હોય છે, જ્યાં બધા હાર્મોન ડેવલોપ થાય છે. આ ઉપરાંત સિંદુર મહિલાઓને તણાવથી પણ દૂર રાખે છે.

ચરણ સ્પર્શ કરવાનું વૈજ્ઞાનિક મહત્વ

ચરણ સ્પર્શ કરવાનું વૈજ્ઞાનિક મહત્વ

આપણે તેમના ચરણ સ્પર્શ કરીએ છીએ જે આપણા કરતાં ઉંમરમાં મોટા હોય છે. આમ કરવાથી તે આપણને દિલથી આર્શિવાદ આપે છે, તે આર્શિવાદ તેમના પગ થકી આપણા હાથો દ્વારા પહોંચે છે. આ એક પોઝિટિવ એનર્જી હોય છે, જે આપણા શરીરમાં સારી રીતે ફેલાઇ જાય છે.

વ્રત કેમ રાખવામાં આવે છે

વ્રત કેમ રાખવામાં આવે છે

જો શરીરમાં ઝેરીલા તત્વો બની રહ્યાં છે તો કોઇ ન કોઇ વિકાર, કોઇને કોઇ ઉપદ્રવ થતાં રહેશે. જ્યારે ઉપવાસ રાખવામાં આવે છે તો શરીરના વિભિન્ન અંગોને થોડો આરામ મળી જાય છે. આ એવો સમય હોય છે જ્યારે આપણા બધા અંગ તણાવમુક્ત રહે છે. આરામ મેળવી લે છે. તેમને સહજ થવામાં મદદ મળી જાય છે.

મૂર્તિઓની પૂજા કેમ કરવામાં આવે છે

મૂર્તિઓની પૂજા કેમ કરવામાં આવે છે

આખા જગતમાં પ્રાચીન સ્થળોના ખોદકામાં શિવલિંગ તથા ગણેશ વગેરેની મૂર્તિઓનું મળી આવવું, જે ત્રણ હજારથી પાંચ હજાર વર્ષ જૂની છે, મૂર્તિપૂજાની પ્રાચીનતા તથા સનાતન ધર્મની વ્યાકતાને જ સિદ્ધ કરે છે. શોધકર્તા એ માને છે કે મૂર્તિની પૂજા કરવાનું એક આગવું મહત્વ છે. આ તમને માનસિક શાંતિ આપે છે સાથે જ તમારા આત્મ વિશ્વાસને પણ વધારે છે.

મહિલાઓ કેમ પહેરે છે બંગડીઓ

મહિલાઓ કેમ પહેરે છે બંગડીઓ

શારીરિક રીતે મહિલાઓ પુરૂષોની તુલનામાં વધુ નાજુક હોય છે. બંગડી પહેરવાથી સ્ત્રીઓને શારીરિક રીત શક્તિ પ્રાપ્ત થાય છે. જૂના જમાનામાં સ્ત્રીઓ સોનાની અથવા ચાંદીની બંગડીઓ પહેરતી હતી. સોના અને ચાંદીના સતત સંપર્કમાં રહે છે, જેથી આ ધાતુઓના ગુણ શરીરને મળતા રહે છે. હાથના હાડકાને મજબૂત બનાવવામાં સોના-ચાંદીની બંગડીઓને શ્રેષ્ઠ કામ કરે છે. આર્યુવેદના અનુસાર પણ સોના-ચાંદીની ભસ્મ શરીરને બળ પુરૂ પાડે છે. સોના-ચાંદીના ઘર્ષણથી શરીરને તેના શક્તિશાળી તત્વ પ્રાપ્ત થાય છે, જેથી મહિલાઓને સ્વાસ્થ્ય લાભ મળે છે.

English summary
Traditions in Hinduism were considered mainly as superstitions, but with the advent of science. These traditions are based on some scientific knowledge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X