વિશ્વના સૌથી મોટા શોપિંગ મોલ્સ
બેંગ્લોર, 9 જુલાઇઃ કહેવામા આવે છે કે, શહેર કોઇપણ દેશની આર્થિક પ્રગતિનું એન્જીન હોય છે. એક દેશની અર્થવ્યવસ્તા મુખ્યતઃ શહેરોમાં ચાલતા ઉદ્યોગોથી હોય છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં પણ શોપિંગ મોલ્સની સંખ્યા ઘણી ઝડપથી વધી રહી છે. આજે વિશ્વની દરેક મોટી બ્રાન્ડ ભારતમાં જોવા મળે છે. જે દર્શાવે છે કે, 20 વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા પહેલાની અપેક્ષાએ મજબૂત થઇ છે.
જો આંકડાઓની વાત માનીએ તો આજે ભારતમાં લગભગ 35 કરોડ મધ્યમ વર્ગ છે. જેનાથી દરેક મોટા દેશની નજર અહીની બજાર પર છે. તેવામાં વિશ્વભરની બ્રાન્ડ ઇચ્છે છે કે તે ભારમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવે.
જો વિશ્વની વાત કરવામાં આવે તો ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં અવિશ્વસનીય આર્થિક પ્રગતિ કરી છે. તેને આપણે એ રીતે સમજી શકીએ છીએ કે વિશ્વના કેટલાક સૌથી મોટા શોપિંગ મોલ્સ ચીનમાં છે. ચીને પોતાની આર્થિક પ્રગતિથી વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.
તસવીરોમાં જોઇએ વિશ્વાના સૌથી મોટા શોપિંગ મોલ્સ

એમિરેટ્સનું શોપિંગ મોલ
દુબઇમાં ટુંક સમયમાં લોન્ચ થયેલો શોપિંગ મોલ લોકો માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ મોલમાં થિયેટર, આર્ટ સેન્ટર અને 14 સ્ક્રીનવાળા સિનેમાં ઉપરાંત અન્ય ઘણું બધું છે.

તિયાનજિન
આ ચીનના તિયાનજિન શહેરનો એક મોટો મોલ છે, જે 5,30,000 સ્ક્વેયર મીટરમાં ફેલાયેલો છે.

ધ ગ્રાન્ડ કેનાલ શોપ્સ(લોસ વેગાસ)
આ પાંચ લાખ સ્ક્વેયર ફીટમાં ફેલાયેલું છે. જેમાં કસિનો અને વિશ્વ પ્રસિદ્ધ હોટલ્સ આવેલી છે.

મોલ ઓફ એમિરેટ્સ
મોલ ઓફ એમિરેટ્સ, એક શોપિંગ રેસોર્ટ છે, જે 2,23, 000 સ્ક્વેયર ક્ષેત્રમાં ફેલાયેલું છે. જેમાં મનોરંજન, લક્ઝરી અને શોપિંગની સુવિધાઓ છે.

ડેલિયન, ચીન
ચીનની આર્થિક પ્રગતિ થવાની સાથે શોપિંગ મોલ્સની સંખ્યા વધી રહી છે. વધતા રોજગારમાં યુવાઓની મોટી સંખ્યાના કારણે મોલ કલ્ચર ઘણું લોકપ્રિય બન્યું છે.

કતારનો સૌથી મોટો મોલ
આ કતારનો સૌથી મોટા મોલનો પ્રોજેક્ટ છે. જેનું નિર્માણ ટૂંક સમયમાં પ્રારંભ થવાની આશા છે, આ 12 બિલિયનનો પ્રોજેક્ટ છે.












Click it and Unblock the Notifications
