For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોવિયેત યુનિયને વિશ્વને આપેલી કેટલીક શાનદાર બાબતો

|
Google Oneindia Gujarati News

વિશ્વમાં એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જેઓ માનવીઓ અને સમાજને લગતા કાર્યો કરવા માટે જાણીતી છે. સોવિયેત યુનિયન પણ એક સોશિયલિસ્ટ રિપબ્લિક્સ છે. જે રશિયા સહિતના દેશોમાં છે. તેના દ્વારા પણ સમાજજીવનને ઉપયોગમાં આવી શકે તેવા નીતનવા સૂચનો કરતું રહે છે અથવા તો સુધારાવાદી કાર્યો તેના દ્વારા કરવામાં આવે છે. સોવિયેત યુનિયન દ્વારા એવા અનેક કાર્યો કરવામાં આવ્યા છે કે જેને તેના દ્વારા કરવામાં આવ્યા બાદ વિશ્વ આખા એ તેને અપનાવ્યું છે.

આજે અહીં સોવિયેત યુનિયન દ્વારા વિશ્વને આપવામાં આવેલી એવી જ કેટલીક શાનદાર બાબતો અંગે આછેરી માહિતી આપવામાં આવી છે. જેમાં મહિલા માટે મતાધિકાર, મજૂર કાયદામાં સુધારો, સાયેન્ટિફિક ઇનોવેશન વિગેરે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે એ શાનદાર બાબતો કઇ કઇ છે.

મહિલાઓને અધિકાર

મહિલાઓને અધિકાર

સોવિયેત યુનિયને મહિલાઓને તેમને હક મળી રહે તે દિશામાં ઉત્સાહ સાથે કામ કર્યુ. 1917માં માત્ર ચાર દેશો ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, નાર્વે અને ડેનમાર્કમાં જ મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો. જો કે બાદમાં થેરોન, બ્રિટન અને જર્મની દ્વારા પણ મહિલાઓને આ અધિકાર આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ દેશો તેને અનુસર્યા હતા, જે સોવિયેત યુનિયનના કારણે જ શક્ય બન્યું હતું.

સાયેન્ટિફિક ઇનોવેશન્સ

સાયેન્ટિફિક ઇનોવેશન્સ

ન્યુક્લિયર ફિઝિક્સમાં એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ અને સ્પેશ એક્સપોલરેશનની શોધ થઇ છે, ત્યારે સોવિયેત યુનિયન આખા વિશ્વ માટે પથપ્રદર્શક સાબિત થયું હતું. સોવિયેત યુનિયને સ્પેશમાં પ્રથમ સેટેલાઇટ 1957માં લોન્ચ કર્યું હતું અને યુરી ગાગ્રીન પ્રથમ માનવ હતો કે જેણે સ્પેશમાં એન્ટ્રી મારી હતી, ત્યારબાદ વિશ્વના અન્ય સુપરપાવર દેશોએ પણ એ દિશામાં પહેલ કરી હતી. સોવિયત યુનિયને આખા વિશ્વને એગ્રીકલ્ચરલ સાયન્સ અને વોરફેર ટેક્નોલોજી પ્રત્યે ગાઇડ કર્યા હતા.

લેબર લોમાં સુધારો

લેબર લોમાં સુધારો

સોવિયેત યુનિયન દ્વારા આપવામા આવેલી કેટલીક શાનદાર બાબતોની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે લેબર લો એટકે મજૂર કાયદામાં સોવિયેત યુનિયન દ્વારા જે આપવામાં આવ્યું છે, તેને અવગણી શકાય નહીં. જ્યારે મજૂર કાયદામાં જોઇએ તેવી સુવિધા અને ફાયદાઓનો અભાવ હતો ત્યારે સોવિયેત યુનિયન દ્વારા તેમાં સરાહનીય સુધારાઓ કરવામાં આવ્યા. સોવિયેત યુનિયને કંપનીઓ અને રાષ્ટ્રોમાં હ્યુમન રિસોર્સ પોલીસીમાં કેટલાક સુધારાઓ અને ઉમેરા કરાવ્યા હતા, જેમાં મેટરનીટી લીવ, હેલ્થ ઇન્સ્યોરન્સ, સેફ્ટી સ્ટાન્ડર્ડ વિગેરે છે.

વોડકા

વોડકા

વોડકા પણ સોવિયેત યુનિયનની દેણ છે. ખાસ કરીને વોડકામાં પાણી અને એનાથોલની બનાવટ છે. તેને અનાજ, બટાકા, કેટલાક ફળો અને ખાંડને મિશ્રિત કરીને બનાવવામાં આવે છે. સૌથી પહેલા આ આલ્કોહોલિક પીણું માત્ર રશિયા, પોલેન્ડ, લાત્વિયા જેવા પ્રદેશોમાં જ મળતું હતું. પરંતુ બાદમાં તેને વર્લ્ડવાઇડ કરવામાં આવ્યું, અને આજે તે વિશ્વના મોટાભાગના તમામ દેશોમાં મળે છે.

વસાહતવાદ વિરોધી અભિપ્રાય

વસાહતવાદ વિરોધી અભિપ્રાય

વસાહતવાદ એક મોટો મુદ્દો છે, જેને વિશ્વના અનેક દેશોમાં ઘર કરેલું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા સહિતના અનેક દેશોમાં આપણેને વસાહતવાદ જોવા મળશે. જ્યાં કોઇ એક પ્રબળ વ્યક્તિ દ્વાર એક અલગ જ વસાહત બનાવી દેવામાં આવે છે અને તેમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવામાં આવે છે. સોવિયેત યુનિયનના ધ્યાનમાં આ વાત આવી કે વિશ્વમાં વસાહતવાદ વકરી રહ્યું છે અને તે દેશોને નબળાં પાડી રહ્યું છે તેથી તેણે વસાહતવાદ વિરોધી અભિપ્રાય વ્યક્ત કર્યો અને સાવધાની અને સમજદારીપુર્વક આખા વિશ્વમાં લાગું કરાવ્યું.

English summary
Here is The Liste of Amazing Things who gave by Soviet Union
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X