Tax On Urine : આ લોકોએ પેશાબ કરવા માટે ચુકવવો પડતો હતો ટેક્સ, ચોકાવનારૂ હતું કારણ
દુનિયાનો ઇતિહાસ વિચિત્ર કાયદાઓથી ભરેલો છે. આવો જે એક કાયદો પેશાબ પર ટેક્સનો હતો. એક સમય હતો જ્યારે લોકોને પેશાબ પર ટેક્સ ચુકવવો પડતો હતો.
પ્રાચીન સમયમાં કેટલીક વસ્તુઓ પર ટેક્સ વસૂલવામાં આવતો, જે સમય સાથે ગાયબ થઈ ગઈ પરંતુ તેમની વિચિત્રતાને કારણે તે હજી પણ સમાચારોમાં રહે છે.

પેશાબ પર ટેક્સ કેમ?
પ્રથમ સદીમાં રોમન સમ્રાટ નીરો અને વેસ્પાસિયને રોમમાં પેશાબ પર ટેક્સ લાદ્યો હતો. રોમન સામ્રાજ્યના ધોબીઘાટ અથવા ફુલોનિકસમાં પેશાબ એકત્રિત કરવામાં આવતો હતો અને તેને સડવા માટે છોડી દેવામાં આવતો હતો.
આ પછી એકત્ર કરાયેલ પેશાબ એમોનિયામાં ફેરવાઈ જતો અને તે એમોનિયા એક પ્રકારનું ડીટરજન્ટ હતું, જેનો ઉપયોગ કપડાં ધોવા માટે થતો હતો.
આ ઉપરાંત પેશાબનો ઉપયોગ પ્રાણીઓની ચામડીને નરમ કરવા અને તેને પકાવવા માટે પણ કરવામાં આવતો હતો, એમોનિયાનું હાઈ pH કાર્બનિક પદાર્થોને પીગાળે છે. આ ઉપરાંત પ્રાણીઓની ચામડીને પેશાબ સાથે ઓગળવાથી તેમના વાળ અને માંસના ટુકડાને અલગ કરવાનું સરળ બને છે.
આ ટેક્સ કોન ચુકવતું હતુ?
ધોબીઓનું કામ એક સારા વ્યવસાયમાં ફેરવાઈ રહ્યું હતું. જો કે આ લાંબો સમય ચાલ્યું નહીં. જ્યારે વેસ્પાસિયાનો સત્તામાં આવ્યા ત્યારે તેમણે પેશાબ પર ટેક્સ લગાવવાનું શરૂ કર્યું. આ ટેક્સ એવા લોકો માટે હતો જેઓ રોમની સીવેજ સિસ્ટમમાં એકઠા થયેલા પેશાબનો ઉપયોગ કરવા માંગતા હતા.
વેસ્પાસિયાનોના પુત્ર ટીટોએ એકવાર તેના પિતાને કહ્યું કે તે પેશાબ માટે ટેક્સ લાદવાને સૌથી ઘૃણાસ્પદ બાબત માને છે. જવાબમાં બાદશાહે સોનાનો સિક્કો લીધો અને ટીટોના નાક પર મૂક્યો અને પૂછ્યું કે શું તેમાંથી દુર્ગંધ આવે છે?
તેના પિતાએ તેને કહ્યું કે આ પૈસા પેશાબમાંથી આવે છે પણ સિક્કામાંથી ગંધ આવતી નથી. આના પરથી એક્સિઓમ ઓફ વેસ્પાસિયન નામની પ્રખ્યાત કહેવત આવી, જેનો અર્થ છે કે પૈસામાં ક્યારેય ગંધ આવતી નથી.












Click it and Unblock the Notifications
