ડિપ્રેશનમાંથી બહાર નીકળવાના 10 પ્રાકૃતિક ઉપાય
ડિપ્રેશનની બિમારીથી બહાર નીકળવા માટે પ્રાકૃતિક ઉપાયથી સારુ કંઈ નથી હોતુ. તો ચાલે ડિપ્રેશનથી બચવા માટે 10 પ્રાકૃતિક ઉપાયો જાણીએ.
આજકાલની ભાગદોડભરી જિંદગીમાં કોઈને પણ શાંતિથી બે પણ બેસવાનો સમય નથી મળી શકતો. માનવી જીવનની નાની નાની મુશ્કેલીઓને પણ પહાડ જેવી સમજવા લાગે છે. આ જ કારણ છે કે જો કોઈ વ્યક્તિ મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યુ હોય તો તે તેને ઉકેલવાને બદલે અંદરને અંદર ઘૂટાયા કરે છે. અને આજ કારણે તેને ડિપ્રેશન જેવી બિમારી થઈ શકે છે.

પ્રાકૃતિક ઉપાયો
એવુ પણ બને છે કે આ બિમારીથી પીડિત વ્યક્તિ પોતાને પહેલા જેવુ બનાવવા માટે ચિકિત્સા અને ક્યારેક ક્યારેક દવાઓનો પણ સહારો લે છે પરંતુ આમાં પણ દરેકને રાહત નથી મળી શકતા. આ જ કારણ છે કે આ બિમારીથી બહાર નીકળવા માટે પ્રાકૃતિક ઉપાયથી સારુ કંઈ નથી હોતુ. તો ચાલે ડિપ્રેશનથી બચવા માટે 10 પ્રાકૃતિક ઉપાયો જાણીએ.

ટ્રેક પર આવવા માટે સારી દિનચર્યા
ડિપ્રેશન તમારી આખી દિનચર્યાને અસ્ત વ્યસ્ત કરી દે છે. એવામાં તમારી દિનચર્યાને સારી બનાવો. પોતાના દિવસમાં કરવામાં આવી રહેલા કાર્યો પર વિચાર કરો અને વિચારો કે ક્યારે શું કામ કરવાનુ છે. આમાં તમે ઘણુ શામેલ કરી શકો છો. જેમકે દોસ્તો સાથે ફરવા જુ કે પછી ખાલી ચાલવા નીકળી પડવુ.
લક્ષ્ય નિર્ધારિત કરો
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ હંમેશા એ વિચારે છે કે તે કંઈ નહિ કરી શકે. જેથીતે પોતાના માટે ખરાબ ખરાબ વિચારવા લાગે છે. પોતાને પાછુ ઉપર ઉઠાવવા માટે લક્ષ્ય નિર્ધારિત કરો. શરૂઆત નાના પાયે કરો એટલે કે એ કામેથી જેમાં તમને સરળતાથી સફળ થઈ જાવ. જેમ કે જમવામાં કંઈ સારુ બનાવવુ કે પછી કોઈ પેઈન્ટીંગ બનાવવી અને ધીમે ધીમે મોટાલક્ષ્ય તરફ જાવ.

વ્યાયામ
આનાથી શરીરમાં સારા કેમિકલ્સની માત્રા વધે છે. દિમાગ સકારાત્મકતા તરફ વળે છે. જરૂરી નથીકે આના માટે તમારે મેરેથોનમાં ભાગ લેવો પડે. તમે સપ્તાહમાં એક વાર થોડા સમય માટે વૉક પર જઈ શકો છો.
સ્વસ્થ ભોજન કરો
કોઈ એવુ જાદૂઈ ભોજન તો નથી જે ડિપ્રેશનને દૂર કરી શકે. ડિપ્રેશનના કારણે વ્યક્તિ બહુ વધુ કે બહુ ઓછુ જમવા લાગે છે માટે નિયંત્રિત માત્રામાં સ્વસ્થ ભોજન લેવુ જોઈએ.

સારી ઉંઘ લો
ડિપ્રેશનના કારણે વ્યક્તિ સારી ઉંઘ નથી લઈ શકતુ કે બહુ ઓછુ ઉંઘે છે. પરંતુ જીવન શૈલીમાં થોડો ફેરફાર લાવીને એક સારી ઉંઘ મેળવી શકાય છે. રોજ સૂવા અને જાગવાનો એક સમય નિર્ધારિત કરો. એક જ સમયે સૂવા માટે જાવ. ઉંઘમાં અડચણવાળી બધી વસ્તુઓને પોતાનાથી દૂર કરી દો. જેમ કે મોબાઈલ, કમ્પ્યુટર અને ટીવી. થોડા સમયમાં તમારી ઉંઘ સારી થતી જશે.
જવાબદારીઓ સંભાળો
ડિપ્રેશનથી પીડિતક વ્યક્તિ ઘરે અને ઓફિસમાં બંને જગ્યાએ જવાબદારીઓથી ભાગે છે. પરંતુ જવાબદારીઓ સંભાળવાથી જીવન શૈલી સારી રહે છે અને આ જ વસ્તુ બિમારીમાંથી બહાર નીકળવા માટે મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ ઓફિસમાં ન જતુ હોય અને આ બિમારીનો સામનો કરી રહ્યુ હોય તો તે કોઈ સામાજિક કામ પણ કરી શકે છે કે પછી કોઈ પાર્ટ ટાઈમ કામ પણ કરી શકે છે.

નકારાત્મકતાથી દૂર રહેવુ
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ નકારાત્મકતામાં ઘેરાઈ જાય છે. એવામાં સૌથ મોટો પડકાર હોય છે નકારાત્મકતાને પડકારવી. આવા વિચારોથી ખુદને દૂર રાખવા. ખુદને એવી જ સ્વીકારો જેવા તમે છો. કોઈની સાથે પોતાની તુલના ન કરો. એવુ ના વિચારો કે બીજો વ્યક્તિ તમારા વિશે શું વિચારી રહ્યો છે. નકારાત્મકતાને પડકારવામાં સમય લાગી શકે છે પરતુ અશક્ય નથી.
ડૉક્ટરની સલાહ
કોઈ પણ પ્રકારની દવાઓ ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લો. કોઈ પણ આડી અવળી દવાઓ ખાવાનુ ટાળો.

કંઈક નવુ કરો
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ પોતાને ભીડ વચ્ચે પોતાને એકલો માને છે. તો એવામાં કંઈક નવુ કરવાની કોશિશ કરો. કોઈ મ્યુઝિયમમાં જાવ, પુસ્તકાલયમાં જઈને કોઈ નવુ પુસ્તર લો. કોઈ પાર્કની બેંચની પર બેસીને એ પુસ્તરને વાંચો. ભાષા સાથે સંબંધિત ક્લાસ પણ લઈ શકો છો. કે પછી એ કામ કરો જેનાથી ખુશી મળે છે.
જીવનનો આનંદ લેવાની કોશિશ કરો
જીવનનો આનંદ લેવાની કોશિશ કરો. પોતાની ખુશીને ક્યારેય કોઈ બીજા પર નિર્ધાર ન થવા દો. કોઈ જો તમારી સાથે ક્યાંય ફરવા માટે તૈયાર ન થાય જાતે જાવ. પોતાની જાતની કંપનીનો આનંદ લો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
