For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું જોવાનું પસંદ કરશો, 'ભાગ મોદી ભાગ' કે પછી 'લુટેરા' !?

|
Google Oneindia Gujarati News

હાલમાં લોકસભાની સામાન્ય ચૂંટણીના પગલે રાજકીય દળોમાં જોરદાર ઘમાસાણ મચેલી છે. કોઇને કોઇ પગલે દરેક પક્ષ એક બીજાની ઉર કાદવ ઉછાળવામાં લાગેલા છે. દેશના મુખ્ય રાજકીય પક્ષો એકબીજાની ખેંચવાની કોઇપણ તક છોડતા નથી.

દેશની બે મુખ્ય રાજકીય પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે હાલમાં જોરદાર વાકયુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપમાં સૌથી લોકપ્રિય નેતાની હોડમાં અને પ્રધાનમંત્રી પદના ઉમેદવારની દૌડમાં સૌથી આગળ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. માટે તેઓ પોતાના ભાષણમાં કંઇપણ બોલે તો તમામ કોંગ્રેસીઓ તેમની કાપવા માટે ઉભા થઇ જાય છે.

નીતિ સેન્ટ્રલના કાર્ટૂનિસ્ટ મનોજ કુરીલે આ કોંગ્રેસ અને બીજેપીની હાલની પરિસ્થિતિને ચિતરતું સરસ કટાક્ષભર્યું કાર્ટૂન દોર્યું છે. જેને જોઇને આપને જરૂર હસુ આવી જશે. પોતાના કાર્ટૂનમાં તેમણે કોંગ્રેસની યુપીએ સરકારને 'લુટેરા'ઓની પાર્ટી ગણાવી છે, જ્યારે બીજેપી તરફથી મોદીને પીએમ પદ માટે 'ભાગ મોદી ભાગ' કહેવામાં આવ્યું છે. તમે જ જુઓ આ કાર્ટૂન અને આપો આપનો પ્રતિભાવ...

ભાગ મોદી ભાગ અને લુટેરા

ભાગ મોદી ભાગ અને લુટેરા

તમે કયું ફિલ્મ જોવાનું પસંદ કરશો પાંચ રૂપિયા આપીને 'ભાગ મોદી ભાગ' કે પછી ફ્રીમાં 'લુટેરા'...

મોદીનું પપ્પી પરની ટિપ્પણી

મોદીનું પપ્પી પરની ટિપ્પણી

મોદીએ એક પપ્પી પર સ્ટેટ મેન્ટ આપ્યું હતું જેના પર અનેક પાર્ટીના નેતાઓએ તેમના પર પ્રહારો કર્યા હતા.

હા હું હિન્દુ રાષ્ટ્રવાદી નેતા છું...

હા હું હિન્દુ રાષ્ટ્રવાદી નેતા છું...

નરેન્દ્ર મોદીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ હિન્દુ છે અને રાષ્ટ્રીય નેતા છે તો મને હિન્દુ રાષ્ટ્રવાદી નેતા કહેવડાવવામાં કોઇ વાંધો નથી. તેમના આ નિવેદન બાદ વિરોધી પક્ષો તેમના પર તૂટ પડ્યા હતા.

મોદીના કોંગ્રેસ પર ચાબખા

મોદીના કોંગ્રેસ પર ચાબખા

મોદીએ પુણેની કોલેજમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 'સંકટના સમયે કોંગ્રેસી નેતાઓ સેક્યુલરીઝમનો બુર્ખો પહેરીને બંકરમાં છુપાઇ જાય છે.'

મોદી કોમ્યુનલ નથી : અણ્ણા હઝારે

મોદી કોમ્યુનલ નથી : અણ્ણા હઝારે

અણ્ણા હઝારેએ એક નિવેદમાં જણાવ્યું હતું કે મોદી કોમ્યુનલ હોવાના પુરાવા નથી, જોકે તેમના આ નિવેદનનો વિરોધ થતા તેમણે પોતાનું નિવેદન ફેરવી તોડ્યું હતું.

English summary
The choice is yours, 'Bhag Modi Bhag' or 'Lootera' !?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X