આજે પણ ચંદ્ર પર હાજર છે આ વ્યક્તિનો ફેમિલી ફોટો, જાણો શું છે પુરી કહાની?
હવે દુનિયામાં ફરી એક વખત ચાંદ પર જવા માટે સ્પેસ રેસ શરૂ થઈ છે. તમામ દેશ ચાંદ પર મિશન મોકલી રહ્યાં છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ ચાંદ પર 50 વર્ષ જૂનો ફેમિલી ફોટો હાજર છે.
ચંદ્ર પર લોકો જઈ શકે કે નહીં પરંતુ એક આખો પરિવાર પણ ચંદ્ર પર પહોંચી ગયો છે. આ પરિવાર અવકાશયાત્રી ચાર્લી ડ્યુકનો છે. ચાર્લી ડ્યુકના ફેમિલી ફોટો ચંદ્ર પર પહોંચવાની કહાની એકદમ રોચક છે.

ચાર્લી ડ્યુકે એપોલો 16 મિશન દ્વારા 20 એપ્રિલે ચંદ્ર પર પગ મૂક્યો હતો. તે ચંદ્ર પર ગયા ત્યારે તેની ઉંમર 36 વર્ષની હતી. તે ચંદ્ર પર જનાર સૌથી યુવા વ્યક્તિ હતા. આ તેની એકમાત્ર સફળતા નહોતી, પરંતુ તે પોતાના પરિવારને ચંદ્ર પર લઈ જનાર પ્રથમ વ્યક્તિ પણ હતા.
હકિકતમાં ચાર્લી ચંદ્ર પર ગયા ત્યારે તેણે તેની સાથે તેના પરિવારના ફોટા પણ લીધા હતા. જે હજુ પણ ચંદ્રની સપાટી પર હાજર છે. આ ફોટોની પાછળ ચાર્લીએ લખ્યું હતું કે આ ફોટો 20 એપ્રિલ 1972ના રોજ ચંદ્ર પર પહોંચેલા અવકાશયાત્રી ચાર્લી ડ્યુકના પરિવારનો છે.
ચાર્લીના પરિવારના અનુસાર, આ હંમેશા તેનો પ્લાન હતો કે તે તેના પરિવાર અને તેના ફોટાને ચંદ્ર પર છોડી દે. આ તસવીર દ્વારા ચાર્લી તેના બાળકોને બતાવવા માંગતા હતા કે તે ચંદ્ર પર પહોંચી ગયા છે અને ત્યાં કંઈક છોડીને આવ્યા છે.
જણાવી દઈએ કે, આ તસવીરમાં તેમનો મોટો પુત્ર ચાર્લ્સ ડ્યુક ડાબી બાજુ ઉભો છે, જે તે સમયે 7 વર્ષનો હતો. આ ઉપરાંત લાલ રંગમાં તેનો નાનો પુત્ર થોમસ ડ્યુક છે જે તે સમયે પાંચ વર્ષનો હતો. ફોટામાં ડ્યુક અને તેની પત્ની ડોરોથી મીડ ક્લેબોર્ન પણ છે.
ડ્યુક ચંદ્ર પર પહોંચ્યા તેને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ સ્થિતિમાં તેમનું માનવું છે કે ચંદ્ર પર ભયંકર તાપમાનને કારણે તેમની તસવીર હવે સુરક્ષિત નહીં હોય, જે 50 વર્ષથી ચંદ્રની સપાટી પર છે.
ડ્યુક એપોલો મિશન દરમિયાન તાલીમ માટે તેના પરિવારથી દૂર રહેતા હતા. તે સમયે તેમના બાળકો તેમના કામ માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તેમના બાળકો વારંવાર તેમને તેમના મિશન વિશે પ્રશ્નો પૂછતા. તે સમયે ડ્યુકના મનમાં આ વિચાર હતો કે એક ફોટોગ્રાફ દ્વારા તે પોતાના પરિવાર સાથે ચંદ્ર પર પહોંચી શકે છે.












Click it and Unblock the Notifications
