For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: મહાભારતના અર્જૂન અને નાગકન્યા ઉલૂપીની પ્રેમકથા

|
Google Oneindia Gujarati News

બધા જ જાણે છે કે દ્રૌપદી અર્જૂનની પત્ની હતી. તેણે અર્જૂન સહિત પાંચ પાંડવો જોડે વિવાહ કર્યો હતો. પણ મહાભારતની કથામાં અર્જૂનની એક અન્ય પ્રેમકથા વિષે પણ લખવામાં આવ્યું છે. જેમાં અર્જૂનને એક નાગકન્યા જોડે પ્રેમ થાય છે.

ઉલૂપીના નાગ રાજા કૌરવ્યની પુત્રી ઉલપીને અર્જૂનથી પ્રેમ થઇ જાય છે. અને તે અર્જૂનને પાતાળમાં લઇ જાય છે. મહાભારતમાં આ વાર્તાને રોચક રીતે લખવામાં આવી છે.

ત્યારે નાગકન્યા ઉલપી અને અર્જૂનની આ પ્રેમકહાની વિષે વધુ જાણો આ ફોટોસ્લાઇડરમાં અને સાથે જ જાણો કેવી રીતે ઉલપી તેના પ્રેમી અર્જૂનને જીવતદાન આપે છે. જુઓ આ ફોટોસ્લાઇડર..

અર્જૂન અને દ્રૌપદી

અર્જૂન અને દ્રૌપદી

પાંચાલી પાંચ પાંડવોની પત્ની હતી. પણ એક સમયે તેના મહેલમાં ખાલી એક પાંડવને આવવાની અનુમતિ હતી. એક વાર ભીમ અને દ્વૌપદી જ્યારે એકાંતની પળ માણી રહ્યા હોય છે ત્યારે ભૂલથી અર્જૂન પાંચલીના કક્ષમાં આવી જાય છે

અર્જૂનનો વનવાસ

અર્જૂનનો વનવાસ

નિયમ મુજબ એક ભાઇની હાજરીમાં જો કોઇ બીજો ભાઇ પાંચાલીના કક્ષમાં પ્રવેશ કરે તો તેને એક વર્ષનો વનવાસ ભોગવવો પડે. જે હેઠળ અર્જૂન વનમાં જતો રહ્યો

ઉલપીથી મુલાકાત

ઉલપીથી મુલાકાત

અર્જૂન તેના એક વર્ષના વનવાસ દરમિયાન ઉલપીના નાગ રાજા કૌરવ્યની પુત્રી ઉલપીને મળે છે. કૌરવ્ય જળસર્પોનો રાજા હોય છે.

ઉલપી

ઉલપી

જળસર્પ કૌરવ્ય રાજાની પુત્રી રાજકુમારી ઉલપી યૌદ્ધકળામાં નિપૂર્ણ હોય છે. તે એક વિશિષ્ટ યૌદ્ઘા હોય છે. અર્જૂનને જોઇને ઉલપી તેના પર મોહી પડે છે. અને તે અર્જૂનને પોતાની સાથે પાતાળ લોકોમાં આવવાનું કહે છે.

લગ્ન

લગ્ન

પાતાળ લોકમાં ઉલપી અને અર્જૂન એકબીજા સાથે લગ્ન કરે છે. વધુમાં ઉલૂપી અર્જૂનને સમસ્ત જળચરોનો સ્વામી બનાવીને અજેય રહેવાનું વરદાન આપે છે.

વભ્રુવાહન

વભ્રુવાહન

અર્જૂનની પત્ની ચિત્રાંગદાના પુત્ર વભ્રુવાહનને ઉલપીએ યૌદ્ઘકળા શીખવી હોય છે પણ વભ્રુવાહને તેના પિતા કોણ છે તેની જાણ નથી હોતી.

અર્જૂનની મૃત્યુ

અર્જૂનની મૃત્યુ

પાંડવો જ્યારે અશ્વમેધ યજ્ઞ કરે છે ત્યારે અશ્વમેધ ધોડાને વભ્રુવાહન તેના વિસ્તારમાં આવતો રોકે છે. જેના કારણે અર્જૂન અને વભ્રુવાહન વચ્ચે યુદ્ધ થાય છે. જેમાં ઉલપી દ્વારા શીખેલી વિશેષ યુદ્ઘકળા દ્વારા વભ્રુવાન, અર્જૂનને મારી નાખે છે.

ઉલપીનું વરદાન

ઉલપીનું વરદાન

જ્યારે ઉલપીને તે વાતની ખબર પડે છે ત્યારે તે અર્જૂન પાસે જાય છે અને તેને જીવતદાન આપે છે

શ્રાપ

શ્રાપ

એક દંત કથા મુજબ કુરુક્ષેત્ર ભીષ્મના વધ કર્યા બાદ ગંગામાં અર્જૂનને શ્રાપ આપે છે કે એક દિવસ તેની મૃત્યુ તેના જ પુત્ર દ્વારા થશે

ઉલપી

ઉલપી

જો કે આ વાતની જાણ થતા ઉલપી ગંગા માતાને મનાવે છે અને ગંગા માતા તેને મૃત્યુસંજીવની આપે છે જેની મદદથી ઉલપી અર્જૂનને જીવતદાન આપે છે.

અંતમાં

અંતમાં

અંતમાં જ્યારે પાંડવો તેમની સ્વર્ગની અંતિમ યાત્રા શરૂ કરે છે ત્યારે ઉલૂપી ગંગા નદી નીચે આવેલ તેના જલચરમાં પાછી જતી રહે છે.

English summary
Uloopi was a Naga Princess and she got married to Arjuna, the third of the Pandava brothers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X