દુનિયાનો સૌથી મોંઘો કીડો, કિંમત એટલી કે લક્ઝરી કાર આવી જાય

વિવિધતાથી ભરેલી આ દુનિયા અજીબ પ્રાણીઓ અને પશુઓથી ભરેલી છે. આ દુનિયા પર કેટલાક એવા જીવો મળે છે જે અન્ય જીવો કરતા અલગ અને કિંમતી છે.

પૃથ્વી પર એવા ઘણા જીવો છે જે અમૂલ્ય છે પરંતુ વાસ્તવમાં તેમની કિંમત ઘણી વધારે છે. આજે આપણે આવા જ એક જીવ વિશે વાત કરવાના છીએ.

Stag Beetle

તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયાના સૌથી મોંઘા જીવની કિંમત BMW કે ઓડી જેટલી છે. થોડા વર્ષો પહેલા જાપાનના એક બ્રીડરે આ જીવને 74.25 લાખ રૂપિયામાં વેચ્યો હતો.

માનવામાં આવે છે કે આ જીવ વિશ્વની સૌથી વિચિત્ર અને સૌથી મોંઘી પ્રજાતિઓમાંની એક છે. આ જીવ સ્ટેગ બીટલ તરીકે ઓળખાય છે. તે લુકાનિડે પરિવારમાંથી આવે છે અને તેની કુલ 1200 પ્રજાતિઓ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે.

સ્ટેગ બીટલની કિંમત કરોડોમાં છે અને તે કચરામાં જોવા મળે છે. તેના લાર્વા સડેલું લાકડું ખાય છે. આ જંતુઓ કચરામાં જોવા મળે છે. તે સૂકા અને સડેલા લાકડામાં રહેવાનું પસંદ કરે છે. તેનું આયુષ્ય લગભગ 7 વર્ષ છે અને તેઓ ફળોના રસ, ઝાડના રસ અને પાણી પર ટકે છે.

તમને જણાવી દઈએ કે તેઓ નક્કર લાકડું ખાઈ શકતા નથી. તેને ઓળખવા તમે જોઈ શકો છો કે તેમના માથા પર કાળા શિંગડા છે, જે 5 ઇંચ આસપાસના છે. તે માત્ર ગરમ સ્થળોએ જ જોવા મળે છે.

લાખોમાં વેચાતા આ કિડા એટલો નાજુક છે કે તે ભારે ઠંડી સહન કરી શકતા નથી અને મરી જાય છે. જ્યારે બે સ્ટેગ બીટલ લડે છે ત્યારે તે સુમો કુસ્તીબાજોની જેમ એકબીજાને પાછળ ધકેલે છે.

આ કિડાનો ઉપયોગ ખતરનાક રોગોની દવાઓ બનાવવામાં થતો હોવાથી તેની કિંમત આટલી વધારે છે. જો કે, આ પ્રજાતિના લુપ્ત થવાનો ભય પણ વધી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X