દુનિયાનો એકમાત્ર દેશ જે ક્યારેય ગુલામ નથી બન્યો, જાણો ક્યો છે આ દેશ?
કહેવાય છે કે બ્રિટીશ સામ્રાજ્યનો સુર્ય ક્યારેય અસ્ત નહોતો થતો. પુર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી બ્રિટીસ સામ્રાજ્ય ફેલાયેલુ હતુ. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક દેશ એવો પણ છે જે ક્યારેય ગુલામ નથી થયો.
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ બ્રિટનની ગુલામીમાં હતો પરંતુ ઘણા દેશો છે બ્રિટીશ સામ્રાજ્યના ગુલામ નહોતા.આ દેશોમાં એક એવો દેશ છે. જેના પર ઈતિહાસમાં ક્યારેય કોઈ બહારના શાસકે શાસન કર્યું નથી.

ભારતનો પાડોશી દેશ નેપાળ ઈતિહાસમાં ક્યારેય કોઈનો ગુલામ નથી રહ્યો. ઘણા આક્રમણકારોએ ભારત પર હુમલો કર્યો અને લૂંટ ચલાવી અને વર્ષો સુધી રાજ કર્યું. અંગ્રેજોએ બે સદીઓ સુધી શાસન કર્યું. પરંતુ ભારતના પાડોશી દેશ નેપાળ પર કોઈ રાજ કરી શક્યું નથી.
કોઈ વિદેશી શક્તિ નેપાળને ગુલામ બનાવી શકી નથી. હજારો કિલોમીટર દૂરથી વિદેશીઓ આવ્યા અને દિલ્હી પર કબજો કર્યો. પરંતુ તે દિલ્હીથી 600-700 કિલોમીટરના અંતરે સ્થિત નેપાળ પહોંચી શક્યા નથી.
હવે સવાલ એ થાય છે કે આખરે એવુ તો શું છે કે નેપાળ પર કોઈ રાજ કરી શક્યુ નથી. વાસ્તવમાં એવું નહોતું કે નેપાળ નાનો દેશ કે ગરીબ દેશ હતો અને એટલે તેના પર કબજો કરવામાં નથી આવ્યો. નેપાળ તિબેટ, ભારત અને ચીન વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. તમામ વેપાર આ માર્ગથી થતો હતો.
એવું નથી કે મુસ્લિમ શાસકોએ નેપાળ પર શાસન કરવાનો પ્રયાસ નથી કર્યો. શમસુદ્દીન ઇલ્યાસ શાહે 1349માં નેપાળ પર પ્રથમ હુમલો કર્યો હતો. કાઠમંડુ લૂંટ્યું પણ થોડા સમય પછી ગોરખ સીએ સમસુદ્દીનને પાછો મોકલી દીધો.
18મી સદીમાં મીર કાસિમ દ્વારા નેપાળ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો. પરંતુ મીર કાસિમની સેનાને નેપાળની ગોરખા સેનાએ પરાસ્ત કરી પરત મોકલી દીધી.
અંગ્રેજોએ નેપાળ પર રાજ કરવાનો ઘણો પ્રયાસ કર્યો અને એક મોટું યુદ્ધ પણ થયું.વાસ્તવમાં 1814 થી 1816 સુધી અંગ્રેજો અને નેપાળ વચ્ચે યુદ્ધ થયું, જેને ગોરખા યુદ્ધ કહેવામાં આવે છે. ગોરખા સામ્રાજ્યને આજે નેપાળ કહેવામાં આવે છે. યુદ્ધ ઈન્ડિયા કંપની સાથે થયું હતું.
તે સમયે સમગ્ર ભારત પર અંગ્રેજોનું નિયંત્રણ નહોતું, તે સમયે શીખ સામ્રાજ્યને દબાવી દેવામાં આવ્યું હતું અને ગોરખા સામ્રાજ્ય ઘણું શક્તિશાળી હતું. તેને ભારતના કુમાઉ અને ગઢવાલ કરી લીધો હતો.
ગોરખાઓની અવધ કબજે કરવાની ઈચ્છા હતી. અવધ ઈસ્ટ ઈન્ડિયા કંપની હેઠળ હતું. અંગ્રેજો અને ગોરખાઓ વચ્ચે યુદ્ધ થયું પણ કોઈ પરિણામ આવ્યું નહિ. બંને વચ્ચે એક કરાર થયો, જેને સુગૌલીની સંધિ કહેવામાં આવે છે. આ પછી ગોરખાઓએ કુમાઉ અને ગઢવાલ પ્રદેશો અંગ્રેજોને સોંપી દીધા અને અંગ્રેજોએ નેપાળ પર ફરીથી હુમલો નહીં કરવાનું વચન આપ્યું.












Click it and Unblock the Notifications
