એ કારણ જેને લઈને ભારતમાં સૌથી વધુ લોકો આત્મહત્યા કરે છે, જાણો આત્મહત્યા માટેના સૌથી મોટા કારણો
ભારત સહિત દુનિયાભરના દેશોમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. કેટલાક એના કારણો છે જેના કારણે લોકો પોતાનુ જીવન ટુંકાવી રહ્યા છે. આજે આપણે એ કારણો વિશે જ વાત કરવાના છીએ.
ભારતમાં દરરોજ આત્મહત્યાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવે છે. કેટલાક કૌટુંબિક મુશ્કેલીઓને કારણે આત્મહત્યા કરે છે અને કેટલાક રોજગાર અથવા લોન જેવા મુદ્દે જીવન ટુંકાવે છે.

2021 ના NCRB ના આંકડા અનુસાર, આત્મહત્યાના 4.6 ટકા કેસોમાં પ્રેમ પ્રકરણ, 4.8 ટકા કેસોમાં લગ્ન સંબંધિત સમસ્યાઓ અને 6.4 ટકા કેસોમાં દારૂ જેવા કારણો જવાબદાર હોવાનું સામે આવ્યુ છે.
NCRB ના રિપોર્ટ અનુસાર, 1.2 ટકા લોકોએ ખાસ વ્યક્તિના મૃત્યુને કારણે, 1.6 ટકાએ કરિયરની સમસ્યાને કારણે, 2.2 ટકાએ બેરોજગારીને કારણે અને 3.9 ટકા લોકોએ નોટબંધીના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું છે.
આ સિવાય 1.0 ટકા આત્મહત્યાના કેસોમાં પરીક્ષામાં નિષ્ફળતા, 1.1 ટકા કેસમાં મિલ્કતનો વિવાદ અને 1.1 ટકા કેસમાં ગરીબી આત્મહત્યાના મહત્ત્વના કારણો હોવાનું સામે આવ્યુ છે.
આ સિવાય 0.2 ટકા લોકોએ નપુંસકતા અને 0.5 ટકા લોકોએ સામાજિક પ્રતિષ્ઠા ભંગના કારણે આત્મહત્યા કરી હતી. બાકી રહેલા આ સિવાયના 9.2 ટકા લોકોની આત્મહત્યા અંગેના કારણો શું છે તેનો ચોક્કસ જવાબ જાણી શકાયો નથી.
NCRBના ડેટા અનુસાર, મોટાભાગના લોકો આત્મહત્યા કરતી વખતે ફાંસી પસંદ કરે છે. આ સિવાય ઘણા લોકો ઝેર પીને આત્મહત્યા કરે છે, કેટલાક ડૂબીને આત્મહત્યા કરે છે. આ સિવાય ઘણા લોકો ટ્રેન સામે કૂદીને પણ જીંદગી ટુંકાવે છે.












Click it and Unblock the Notifications
