પુરૂષો પાસે માર મારવા માટે ભીખ માંગે છે આ જનજાતિની મહિલાઓ, શોખથી લોકોને દેખાડે છે ઘાવ
દુનિયાની વિવિધ જનજાતિઓ આજે પણ તેમની પરંપરાઓ સાથે જીવે છે. ઘણી જનજાતિઓ આજે પણ ડરાવનારી અને ખૌફનાક પરંપરાઓને આગળ વધારી રહ્યા છે. આવી જ એક પરંપરા આફ્રિકન આદિવાસીઓમાં જોવા મળે છે.
આફ્રિકામાં જોવા મળતી હેમર જનજાતિના લોકોમાં ઘણી વિચિત્ર પરંપરાઓમાં ઉકુલી તુલા પરંપરા જોવા મળે છે. આ પરંપરામાં છોકરા-છોકરીઓએ લગ્નની ઉંમર થાય ત્યારે તેના પુરાવા આપવા પડે છે. આ સમયે પુરૂષોએ ગાય અને બળદ ઉપર કૂદીને પાર કરવા પડે છે તો મહિલાઓને માર મારવામાં આવે છે.

અહીં પ્રાણીઓને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયેલા છોકરાઓ લગ્ન કરી શકતા નથી, તેવી જ રીતે જે સ્ત્રીઓને સખત ચાબુક મારવામાં આવે છે તેઓ પીડાથી નિસાસા પણ નાંખી શકતી નથી.
આ જનજાતિમાં માજા નામનું એક જૂથ લગ્ન માટે આમંત્રિત કરાયેલી છોકરીઓને માર મારે છે. તે ત્યાં હાજર છોકરીઓને ચાબુક અને લાકડીઓથી મારે છે. આ સમય દરમિયાન તેઓને પીડામાં કકળાટ કરવાની કે ભાગી જવાની મંજૂરી નથી.
ચૌકાવનારી વાત એ છે કે, આ મારપીટ પુરુષ અને સ્ત્રી વચ્ચેના પ્રેમ સાથે જોડાયેલી છે અને મહિલાઓ આ માર સહન કરે છે. જે છોકરીઓને માર મારવામાં આવતો નથી તે ભીખ માંગે છે અને માર મારવાની વિનંતી કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં જે સ્ત્રી સૌથી વધુ માર સહન કરે છે તેના લગ્ન સૌથી યુવા છોકરા સાથે કરવામાં આવે છે.
તમે વિચારી રહ્યા હોય કે આટલા માર પછી જીવનમાં ખુશી છે તો તમે ખોટા છો. જ્યાં સુધી મહિલાઓ બે બાળકોને જન્મ ન આપે ત્યાં સુધી પરંપરાના નામે મારપીટ ચાલુ રહે છે.ચૌકાવનારી વાત એ છે કે પુરૂષો તેમને કોઈ કારણ આપ્યા વગર મારે છે અને મહિલાઓ કંઈ બોલી શકતી નથી.
તેમની પીઠ પર મારના નિશાન તેમના માટે ગર્વની વાત છે. તે તેને સુંદરતા અને પ્રેમની નિશાની માને છે. આ જનજાતિમાં પુરુષોને પુનઃલગ્ન કરવાની છૂટ છે અને ત્યારે આ જ પ્રક્રિયા એ રહે છે. હેમર ટ્રાઈબની મહિલાઓને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે અને એ જ કારણ છે કે તેમને મારવામાં આવે છે.












Click it and Unblock the Notifications
