તમે તમારા પાર્ટનરની પહેલી પસંદ છો કે નહિ, આ સંકેતોથી જાણો

તમારે એ સંકેતો પ્રત્યે સાવધાન રહેવુ જોઈએ જે એ બતાવે કે તમે પોતાના પાર્ટનરની પહેલી પસંદ નથી. જાણો એ સંકેત વિશે.

નવી દિલ્લીઃ ઘણા લોકો રિલેશનશિપમાં એવુ અનુભવે છે કે તેના પાર્ટનર માટે તે સૌથી વધુ મહત્વ નથી રાખતા અથવા દર વખતે તેને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. એક રિલેશનશિપમાં પાર્ટનરની સેકન્ડ ચોઈસ બનવુ તમને ઠેસ પહોંચાડે છે અને આનાથી દરેક સમયે ખુદના મહત્વ પર જ શંકા જવા લાગે છે. તમારે એ સંકેતો પ્રત્યે સાવધાન રહેવુ જોઈએ જે એ બતાવે કે તમે પોતાના પાર્ટનરની પહેલી પસંદ નથી, જેનાથી તમને સમયે પોતાના મહત્વનો અહેસાસ કરાવી શકશો. તો આવો જાણીએ અમુક એવા સંકેતો વિશે.

પહેલેથી ક્યારેય કંઈ પ્લાન ન કરવુ

પહેલેથી ક્યારેય કંઈ પ્લાન ન કરવુ

જો તમારો પાર્ટનર તમારા માટે કંઈ વિશેષ પ્લાન ન કરતો હોય તો એનો અર્થ હોઈ શકે છે કે તે તમને સ્પેશિયલ ફીલ નથી કરાવી રહ્યો. દર વખતે છેલ્લી મિનિટે ક્યાં જવા કે કંઈ કરવાનો નિર્ણય લેવો એ દર્શાવે છે કે તમારી સાથે ક્યાંય જવાનુ પ્લાનિંગ તેણે તરત જ બનાવ્યુ છે.

મેસેજનો લેટ રિપ્લાય

મેસેજનો લેટ રિપ્લાય

ક્યારેક તમારા મેસેજના લેટ રિપ્લાય કરવા સામાન્ય વાત છે કારણકે દરેક વ્યક્તિ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે. પરંતુ આવુ રોજ થતુ હોય તો એ ચિંતાની વાત છે. જો તમે ઘણી વાર પોતાના પાર્ટનરને ઑનલાઈન જોઈને પણ તેના રિપ્લાયની રાહ જોતા રહો તો એનો અર્થ એ થયો કે તમારો મેસેજ તેના માટે એટલો જરુરી નથી. તમે એ પણ જોશો કે અમુક જરુરી કામ હોવા પર તમાસી સાથે સતત ચેટિંગ કરતા રહેશે પરંતુ બાકીના દિવસોમાં તમારે રિપ્લાય માટે રાહ જોવી પડતી હશે.

વારંવાર પ્લાન કેન્સલ કરવો

વારંવાર પ્લાન કેન્સલ કરવો

જો તમે કોઈની સેકન્ડ ચોઈસ બની ગયા હોય તો ખરેખર તે તમને ટાળવા કે ઈગ્નોર કરવા લાગે છે. તમને મળવા કે સાથે કંઈ કરવાના પ્લાન તે દર વખતે કોઈને કોઈ કારણે રદ કરી દે છે. જો તમારી સાથે પણ આવુ થઈ રહ્યુ હોય તો એ સંકેત છે કે તમારુ મહત્વ તેમના જીવનમાં ઘટી ગયુ છે.

તમારી સાથે જોડાયેલી વસ્તુઓ યાદ ન રાખવી

તમારી સાથે જોડાયેલી વસ્તુઓ યાદ ન રાખવી

જ્યારે આપણે કોઈના પ્રેમમાં હોઈએ ત્યારે આપણે તેની સાથે જોડાયેલી દરેક નાની વાતોનુ ધ્યાન રાખીએ છીએ અને તેને યાદ રાખીએ છીએ જેથી આપણને પાર્ટનર વિશે બધુ ખબર હોય. પરંતુ જો તમે કોઈની પહેલી પસંદ નહિ હોય તો તમારા વિશે પહેલા ઘણી વાર જણાવવામાં આવી ચૂકેલી વાતો પણ ભૂલી જાવ છે કારણકે તે તમારી કે તમારી સાથે જોડાયેલી વાતને ધ્યાનથી નથી સાંભળતા. આ સંકેતો પર ધ્યાન આપીને તમારા સંબંધમાં ખુદના મહત્વ વિશે જાણી શકો છો અને સમયે યોગ્ય નિર્ણય લઈ શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X