મતદાર યાદીમાં નામ હોવા છત્તા પણ આ લોકો ભારતમાં મત આપી શકતા નથી, જોઈ લો ક્યાંય તમારૂ નામ પણ નથી ને?
ભારત દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર છે અને ભારતના દરેક નાગરીકોને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં કેટલાક લોકોને મતદાર યાદીમાં નામ હોવા છત્તા પણ મત આપવાનો અધિકાર નથી.
ભારતમાં દરેક લોકોને મત આપવાનો અધિકાર છે. પરંતુ ભારતના બંધારણ મુજબ ઘણા લોકોને મત આપવાનો અધિકાર નથી અપાયો. આમાંથી ઘણા લોકોના નામ મતદાર યાદીમાં સામેલ કરી શકાતા નથી. કેટલાક લોકો મતદાર યાદીમાં નામ હોવા છતાં મતદાન કરી શકતા નથી.

માનસિક બીમાર લોકો
ભારતમાં માનસિક રીતે બિમાર લોકોને મતદાન કરવાનો અધિકાર નથી. જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા માનસિક રીતે બીમાર જાહેર કરવામાં આવે તો તેને મતદાનનો અધિકાર નથી મળતો.
વિદેશમાં રહેતા લોકો
વિદેશમાં રહેતા અને અન્ય દેશની નાગરિકતા મેળવી હોય તેવા લોકો મતદાન કરી શકતા નથી. ભારતના બંધારણમાં આવા લોકોને મત આપવાનો અધિકાર નથી.
જેલમાં રહેલા કેદી
તમને જાણીને નવાઈ લાગશે કે જેલમાં રહેલા કેદીઓને મત આપવામાં આવતો નથી. જેલમાં હોય અને જો તેઓ અન્ડરટ્રાયલ કેદી હોય તો પણ મતદાન કરી શકતા નથી. કેટલાક કેદીઓ માટે મુક્તિની જોગવાઈ છે અને જ્યારે કેદી પેરોલ પર બહાર હોય ત્યારે તે મતદાન કરી શકે છે.
મતદાર યાદીમાં નામ હોવુ જરૂર છે
જો કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક હોય અને લાંબા સમયથી ભારતમાં રહેતો હોય પરંતુ જો તેનું નામ મતદાર યાદીમાં ન હોય તો તેને મત આપવાનો અધિકાર આપવામાં આવતો નથી.












Click it and Unblock the Notifications
