આપનો પ્રેમ ટકાવી રાખવા આપના પાર્ટનરથી ના છૂપાવો આ વાતો
કોઇએ સાચું જ કહ્યું છે કે સાચો પ્રેમ ખૂબ જ મુશ્કેલીથી મળે છે, અને જો આપને એ મળી ગયો છે તો તેને નિભાવી રાખવા અને જાળવી રાખવા માટે આપે આપના પાર્ટનર સાથે ઇમાનદારીપૂર્વક રહેવું પડશે. જો આપ તમારા સિક્રેટ્સ તેમની સાથે શેર નહીં કરો તો તેઓ આપને કેવી રીતે જાણી શકશે. માટે એ જરૂરી છે કે આપ આપની નાનામાં નાની વાત પણ તેમને બતાવો અને તેમને જાણવાની તક આપો.
જ્યારે આપ કોઇ સંબંધમાં સિરિયસ હોવ છો તો કોઇપણ બાબત છૂપાવવી જોઇએ નહીં. અને જો આપ આપના પાર્ટનરની સાથે સિરિયસ નહીં હોવ તો સ્વાભાવિકપણે આપ તેની સામે ખુલીને નહીં આવી શકો. પરંતુ જો આપ સિરિયસ હોવ તો તેની સાથે સંપૂર્ણપણે ઇમાનદારીપૂર્વક વર્તવું જોઇએ અને સંબંધને નિભાવવો જોઇએ.
ઘણીબધી નાનીનાની બાબતો આપના નાજૂક સંબંધને અસર કરે છે. જાણો એ કઇકઇ નાની બાબતો છે જે આપના સંબંધને મજબૂત બનાવશે.

પ્રાકૃતિક સૌંદર્યતા
જો આપને લાગે છે કે આપનો પાર્ટનર આપને મેકઅપ વગર પસંદ નહીં કરે તો આપ ખોટા છો. તે પણ આપના ભીના વાળને જોવાનું પસંદ કરશે. કારણ કે તે આપને પસંદ કરે છે એવા જ જેવા તમે છો. નહીં કે આપના મેકઅપના કારણે. જેથી તમારે તેમનાથી તમારી કૂદરતી સુંદરતા છૂપાવવાની જરૂરત નથી. આપ જેવા છો તેવા જ તેમને પસંદ છો.

તમારા ખર્ચા તેમને જણાવો
જો આપ લગ્ન કરી લીધા છે તો આપ આપના તમામ ખર્ચ અંગે તેમને જણાવો કારણ કે તેમને એ જણાવું ખૂબ જ જરૂરી છે. આનાથી તેઓ આપની રૂપિયાને લઇને આપની મદદ પણ કરશે સાથે સાથે રૂપિયા બચાવવાના ઉપાય પણ બતાવશે.

આપના સપના તેમની સાથે શેર કરો
આપના સપના અંગે તેમને ખુલીને બતાવો. બની શકે છે કે આ બધું સાંભળીને તેમને હસુ આવે. પરંતુ બની શકે છે કે તેઓ આપના સપના પૂરા કરવામાં આપની મદદ પણ કરે. અને જો તે કંઇના કરી શકે તો તેઓ તમને સાંભળશે તો જરૂર જેથી આપ બંને એકબીજાની વધારે નજીક આવશો. જેથી કરીને આપ બંને એકબીજાને વધારે સારીરીતે ઓળખી શકશો.

તમને શું ભાવે છે તે જરૂર કહો
કેટલીંક યુવતીઓ જ્યારે ડેટ પર જાય છે ત્યારે માત્ર સલાડ અથવા જ્યૂસ જ લેવાનું પસંદ કરે છે. કારણ કે તે એવું બતાવવા માગે છે કે તે કેટલી ફીટ અને હેલ્ધી છે. પરંતુ જ્યારે આપ એક જ ઘરમાં રહેવાનું ચાલુ કરશો ત્યારે આપની આઇસક્રીમ અને પીઝ્ઝા ખાવાની ઇચ્છાને દબાવી નહી શકો. અને કઇ યુવતી એવું ઇચ્છશે કે તેમનો પાર્ટનર તેનું શરીર જોઇને તેને પ્રેમ કરે.

આશાઓ
તમારી ભાવનાઓ અંગે જણાવો અને બતાવો કે આપ તેમને કેટલો પ્રેમ કરો છો જેનાથી તેમને પણ ખબર પડે કે આપ તેમની પાસેથી કેટલા પ્રેમની આશા રાખો છો. પરંતુ એનો અર્થ એ નથી કે આપ તેમને બદલવાનું કહો, પરંતુ તેઓ જેવા છે તેવા જ રહે બસ તમારી પસંદ નાપસંદ તેમને જણાવો.

પૂજા-પાઠમાં તમારો વિશ્વાસ
આપના વિશ્વાસ અને આપના વિચારો અંગે તમારા સાથીને ચોક્કસ બતાવો કારણ કે ક્યારેકને ક્યારેક આ બાબતો સામે આવી જ જશે. તેમને ખ્યાલ હોવો જોઇએ કે આપ કયા પ્રકારની વ્યક્તિ છો. અને આપના સિદ્ધાંતો આપની જીંદગીનો એક મહત્વનો ભાગ છે. આની સાથે જ આપના બાળાકો સિદ્ધાંતો અને ધર્મને માનશે એ પણ લગ્ન પહેલા નિશ્ચિત કરી લો જેનાથી ભવિષ્યમાં કોઇ સમસ્યા ના થાય. બસ એટલું યાદ રાખો કે આપે ખુલ્લા દિમાગથી સંબંધોને નિભાવવાના છે.












Click it and Unblock the Notifications
