આ ખૂબસૂરત મુસ્લિમ નેતા હિન્દુના પ્રેમમાં થઈ હતી ઘાયલ, આવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી

બીજેપી નેતા અને મહિલા આયોગની સભ્ય ખુશ્બુ સુંદર તેની સુંદરતા માટે જાણીતી છે. જો કે તેની સુંદરતાની જેમ જ તેની લવ સ્ટોરી પણ ખુબસુરત છે.

ખુશ્બૂનો જન્મ 29 સપ્ટેમ્બર 1970ના રોજ મુંબઈના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેનું બાળપણનું નામ નખત ખાન હતું અને એક સંયુક્ત પરિવારમાં ઉછરી છે. બાળપણમાં તેણીએ ખૂબ જ શારીરિક અને માનસિક શોષણનો સામનો કર્યો હતો.

Khushboo Sundar

એક ઈન્ટરવ્યુમાં તેણીએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે આઠ વર્ષની હતી ત્યારે તે તેના પિતા દ્વારા યૌન શોષણનો શિકાર બની, એટલું જ નહીં તેના પિતા 15 વર્ષની ઉંમર સુધી તેનું શોષણ કરતા રહ્યા પરંતુ એક દિવસ તેણે તેનો વિરોધ કર્યો. જેના કારણે તેણે અને તેની માતાને ઘર છોડવું પડ્યું.

બાળ કલાકાર તરીકે મોટુ નામ કર્યુ
પોતાના અંગત જીવનમાં ભયંકર મુશ્કેલીઓ સહન કરનાર ખુશ્બુ સુંદરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
ઘણા દર્શકો તેને ફિલ્મ દર્દ કા રિશ્તાના હિટ ગીત કૌન હું ક્યા નામ હૈ મેરાની છોકરી તરીકે ઓળખે છે. તેણીએ ખુશ્બુ નામથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.

તમિલ ફિલ્મોમાં નંબર વન અભિનેત્રી બની
બોલિવૂડમાં તેણીને બાળ કલાકાર તરીકે જેટલી લોકપ્રિયતા મળી પરંતુ તે મોટી થઈ ત્યારે તેને અભિનેત્રી તરીકે ન મળી. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં સહ કલાકારની ભૂમિકાઓ ભજવી પરંતુ જ્યારે તેને હિન્દી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ન મળી ત્યારે તે તમિલ ફિલ્મો તરફ વળી અને ત્યાં તેના નસીબે એવો વળાંક લીધો કે તે ત્યાંની નંબર વન અભિનેત્રી બની ગઈ.

ચાહકોએ ખુશ્બુ સુંદર માટે મંદિર બનાવ્યું
તમે તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તે તમિલ સિનેમાની પહેલી એવી અભિનેત્રી છે કે જેના માટે તેના ચાહકોએ મંદિર બનાવ્યું હતું, એટલું જ નહીં, નેવુંના દાયકામાં તમિલનાડુની ઘણી જાણીતી હોટેલોમાં ખુશ્બૂના નામની વાનગી હતી.

ખુશ્બુએ વિનયગર સુંદર વેલ ઉર્ફે સુંદર સી સાથે લગ્ન કર્યા છે
તેની એક ઝલક મેળવવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર હતા, પરંતુ લાખો લોકોના દિલ પર રાજ કરનાર આ અભિનેત્રીએ જ્યારે ફિલ્મ અભિનેતા, નિર્દેશક અને નિર્માતા વિનાયગર સુંદર વેલ ઉર્ફે સુંદર સી સાથે લગ્ન કર્યા ત્યારે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા.

બંનેનું લાંબા સમયથી અફેર ચાલી રહ્યું હતું. બંનેએ વર્ષ 2020માં લગ્ન કર્યા અને ત્યારબાદ ખુશ્બુ ખાનમાંથી સુંદર બની ગઈ હતી. તેના પર ઘણી વખત આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે, પરંતુ ખુશ્બૂએ કહ્યું કે તેણે લગ્ન પછી હિંદુ ધર્મ અપનાવ્યો ન હતો અને ન તો તેના પતિએ આ માટે તેના પર કોઈ દબાણ કર્યું.

તે તેના પતિને પ્રેમ કરે છે અને તેથી તેણે તેના નામમાંથી ખાન હટાવીને સુંદર કરી દીધું. ખબર છે કે આ લગ્નથી ખુશ્બુને બે દીકરીઓ અવંતિકા અને આનંદિત છે.

ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવનારી ખુશ્બુએ વર્ષ 2010માં રાજકીય ઇનિંગની શરૂઆત કરી. જો કે તેણે DMK પાર્ટી સાથે રાજનીતિની શરૂઆત કરી હતી, ચાર વર્ષ સુધી આ પાર્ટીમાં રહ્યા બાદ ખુશ્બુ વર્ષ 2014માં કોંગ્રેસમાં જોડાઈ હતી. 2020માં તેણી DMK પાર્ટી સાથે જોડાઈ હતી. ભાજપ સાથે વિવાદ થતાં તેણી ભાજપમાં જોડાઈ. તે પોતાની જાતને પીએમ મોદીની ચાહક ગણાવે છે, હાલમાં તે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકે કાર્યભાર સંભાળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X