સેના પર સૌથી વધુ રૂપિયા ખર્ચે છે આ દેશ, જાણો ભારત લિસ્ટમાં ક્યાં?
કહેવામાં આવી રહ્યું છે કે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધના દરવાજે ઉભી છે અને ગમે ત્યારે યુદ્ધની પરિસ્થિતી સર્જાઈ શકે છે ત્યારે હાલ વિશ્વના દેશો સેના પાછળ અબજો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
આજે આપણે દુનિયાના કેટલાક દેવા દેશો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હાલ સેના પાછળ સૌથી વધુ ખર્ચ કરી રહ્યા છે. આ સાથે સાથે આપણે પણ જાણવાના છીએ કે ભારત આ લિસ્ટમાં ક્યાં છે?

દુનિયામાં સેના પર સૌથી વધુ ખર્ચ કરતા દેશની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં અમેરિકા સૌથી ઉપર છે. અમેરિકા પોતાની સેના પર વર્ષે 71 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. આ પછી ચીન 23 લાખ કરોડ રશિયા 7 લાખ કરોડ અને સાઉદી અરેબિયા 6 લાખ કરોડ રૂપિયા ખર્ચી રહી છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક અહેવાલ અનુસાર, વિશ્વએ એક વર્ષમાં સંરક્ષણ અને હથિયારો પર 2.24 ટ્રિલિયન રૂપિયા એટલે કે 183 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ વર્ષે સૌથી વધુ ખર્ચ વધારનાર દેશની વાત કરીએ તો ફિનલેન્ડ પ્રથમ નંબરે છે. તેને કુલ ખર્ચના 36 ટકા ખર્ચ્યા છે. ત્યારબાદ લિથુઆનિયા 27 ટકા, સ્વીડન 12 ટકા અને પોલેન્ડે 11 ટકા ખર્ચ કર્યો છે.
સ્વીડિશ થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અહેવાલ અનુસાર, 2022માં ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરનાર દેશ હતો. 2021ની સરખામણીમાં સંરક્ષણ ખર્ચમાં લગભગ છ ટકાનો વધારો થયો હતો. સૈન્ય ખર્ચ પર તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત દ્વારા કુલ ખર્ચના લગભગ 23 ટકા ખર્ચ સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરે છે.
આ ખર્ચમાં ચીનની સરહદ પણ સામેલ છે, જ્યાં સમયાંતરે તણાવ રહે છે. જો કે ખર્ચનો મોટો હિસ્સો પગાર અને પેન્શન જેવા ખર્ચ પર હતો. ભારત સરકારે સૈન્ય પર લગભગ 81.4 બિલિયન ડોલર ખર્ચ્યા છે, જે 2021 કરતાં છ ટકા અને 2013 કરતાં 47 ટકા વધુ છે.












Click it and Unblock the Notifications
