For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેલાઈ રહી છે આ નવી બિમારી, જો તમારા બાળકોમાં હોય આ લક્ષણ, તો તરત જ ધ્યાન આપો

કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે બાળકોને એક નવી બિમારી પોતાનો શિકાર બનાવી રહી છે. જાણો તેના વિશે..

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે બાળકોને એક નવી બિમારી પોતાનો શિકાર બનાવી રહી છે. આ બિમારીના લક્ષણ અને બિમારીથી થતી તકલીફ પણ કોરોના વાયરસના સંક્રમણ જેવી જ છે. બાળકોમાં ફેલાતી આ બિમારીનુ નામ કાવાસાકી છે જેના લક્ષણ કોરોના વાયરસના સિંડ્રોમ જેવા જ છે.

કોરોનાના લક્ષણો જેવી બાળકોમાં ફેલાઈ રહી આ બિમારી

કોરોનાના લક્ષણો જેવી બાળકોમાં ફેલાઈ રહી આ બિમારી

તમને જણાવી દઈએ કે ન્યૂયોર્કમાં છેલ્લા થોડા દિવસોમાં 73 બાળકો આ બિમારીના શિકાર થઈ ચૂક્યા છે. એટલુ જ નહિ ગુરુવારે આ બિમારીના કારણે એક આઠ વર્ષીય બાળકોના મોત પણ થઈ ગયા. ન્યૂયોર્તના 56 ગવર્નર એન્ડ્રૂ કુમોએ આ માહિતી શેર કરી. તેમણે જણાવ્યુ કે જે બાળકોના મોત થયા તેમાં બધા લક્ષણો કોરોનાના હતા એટલા માટે માનવામાં આવી રહ્યુ હતુ કે તે કોરોનાનો શિકાર થયા છે પરંતુ વાસ્તવમાં તે કાવાસાકી રોગથી ગ્રસિત હતા. એટલે જો તમારા બાળકમાં આવા કોઈ સિમટમ્સ જોવા મળે તો ડૉક્ટરનો જરૂર સંપર્ક કરો.

બાળકોમાં આ લક્ષણ હોય તો તેમની તરત જ દેખરેખ કરો

બાળકોમાં આ લક્ષણ હોય તો તેમની તરત જ દેખરેખ કરો

  • જો બાળકોને પાંચ દિવસ સુધી સતત ફીવર હોય.
  • બાળકને જમવામાં મુશ્કેલી થઈ રહી હોય.
  • પેટમાં દુઃખાવો, ઉલટીઓ થાય.
  • સ્કિનના કલરમાં ફેરફાર થઈ રહ્યો હોય અથવા સ્કિન પર ચકામા કે કલર બ્લુ થઈ રહ્યો હોય.
  • શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હોય અથવા બાળક જલ્દી જલ્દી શ્વાસ લઈ રહ્યુ હોય.
  • ચેસ્ટ અને હાર્ટમાં પીડાની ફરિયાદ.
  • મૂત્ર વિસર્જન ઘટી જવુ.
  • બાળકમાં આળસ અને ચિડિયાપણુ, ધ્યાન ન લગાવી શકવુ, કન્ફ્યુઝનની સ્ટેટસમાં રહેવુ.
કાવાસાકી શું છે?

કાવાસાકી શું છે?

આ રોગ પહેલી વાર અંગ્રેજી ચિકિત્સા સાહિત્યમાં 1967માં એક જાપાની બાળરોગ વિશેષજ્ઞ દ્વારા બતાવવામાં આવ્યુ હતુ. આ રોગનુ નામ તેમના નામ પર રાખવામાં આવ્યુ છે. તેને તાવ, ત્વચા પર ચકામાં, લાલ આંખો, ગળા અને મોઢાની લાલાશ, હાથ અને પગમાં સોજો અને ગરદનમાં વધેલા લિમ્ફ નોડ્સ સાથે બાળકોના એક સમૂહની ઓળખ કરી. શરૂઆતમાં આ રોગને મ્યુકોક્યુટેનિયસ લિમ્ફ નોડ સિંડ્રોમ કહેવામાં આવતુ હતુ. અમુક વર્ષો બાદ હ્રદય જટિલતાઓ જેવા કોરોનરી ધમનીઓના એન્યુરિઝન(આ રક્તવાહિકાઓ ફેલાવી)ની માહિતી મળી. કાવાસાકી રોગ એક તીવ્ર પ્રણાલિગત વૈસ્કુલાઈટિસ છે જેનો અર્થ છે કે શરીરની કોઈ પણ મધ્યમ ધમનીઓ મુખ્ય રીતે કોરોનરી ધમનીઓમાં સોજો હોય છે અને તેમાં એન્યુરિઝ્નસ બની શકે છે. જો કે મોટાભાગના બાળકો માત્ર તીવ્ર લક્ષણ બતાવશે અને હ્રદયના કોમ્પ્લીકેશન નહિ હોય.

આ પણ વાંચોઃ રામદેવ ઈન્ટરનેશનલ લિમિટેડનો માલિક SBIને કરોડોનો ચૂનો લગાવી વિદેશ ફરારઆ પણ વાંચોઃ રામદેવ ઈન્ટરનેશનલ લિમિટેડનો માલિક SBIને કરોડોનો ચૂનો લગાવી વિદેશ ફરાર

English summary
This different disease spreading in children like corona symptoms, if your child has these symptoms, take care of them
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X