આ છે દુનિયાને ઝેરી બનાવી રહેલા સૌથી પ્રદુષિત દેશ, જાણો ભારત લિસ્ટમાં ક્યાં છે?
દિલ્હીમાં ફરીથી હવામાં ઝેર વધી રહ્યુ છે. દિવાળીના અવસર વચ્ચે દેશમાં પ્રદુષણની ચર્ચા ફરીથી શરૂ થઈ છે. આ ચર્ચા વચ્ચે અમે તમને દુનિયાના સૌથી પ્રદુષિત 5 દેશો વિશે વાત કરવાના છીએ.
વર્લ્ડ પોપ્યુલેશન ઓફ રિવ્યુ વેબસાઈટના એક અહેવાલ અનુસાર, બાંગ્લાદેશ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ છે. પ્રદૂષણ મામલે પાકિસ્તાન બીજા સ્થાને છે, જ્યાં લાહોર અને કરાચી જેવા શહેરોમાં ઘણું પ્રદૂષણ જોવા મળે છે.

આ લિસ્ટમાં ત્રીજા સ્થાને ભારત છે. ભારતમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ એટલું જોવા મળે છે કે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળવા લાગે છે.
મોંગોલિયા યાદીમાં ચોથા સ્થાને છે, જ્યાં પ્રદૂષણને લઈને નાગરિકોમાં ભયનું વાતાવરણ છે. ત્યાંની સરકાર પ્રદૂષણને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
આ લિસ્ટમા્ં અફઘાનિસ્તાન પાંચમા સ્થાને છે. જ્યાંથી હંમેશા પ્રદૂષણના સમાચારો આવતા રહે છે. અહીં ગરીબી વચ્ચે લોકો પ્રદુષણથી પણ પરેશાન છે.












Click it and Unblock the Notifications
