છ પત્ની સાથે આસાનીથી રહે છે આ વ્યક્તિ, પત્નીઓની બબાલને આવી રીતે કરે છે હેન્ડલ
થોડા હળવા અંદાજમાં કહીએ તો એક પત્નીથી જ પુરૂષનો પરસેવો છુટી જાય છે ત્યારે એક વ્યક્તિ એવો છે જે એક સાથે 6 પત્નીઓ સાથે રહે છે અને તમામને કોઈપણ જાતના વિવાદ વગર હેન્ડલ કરે છે.
એક જ લગ્નથી દુનિયા હલી જાય છે ત્યારે આ વ્યક્તિએ એક નહીં પણ પુરા છ લગ્ન કર્યા છે અને તેની આ હિંમત માટે તેને દાદ દેવી જોઈએ. હાલમાં જ તેને તેની 6 પત્નીઓ સાથેની લાઈફ સ્ટોરી શેર કરી છે.

સાલો પાઉલોમાં રહેતા આર્થરે પોતાના 6 લગ્ન કોઈ મજબુરીમાં નથી કર્યા. આર્થરના જણાવ્યા અનુસાર, તેના માટે લગ્ન આનંદ છે. તે માત્ર એક પત્નીને નહીં પણ છ પત્નીઓને પ્રેમ કરે છે. તે દરેક માટે કંઈ પણ કરવા તૈયાર છે.
આર્થરે પોતાનો અનુભવ લોકો સાથે શેર કર્યો છે. જો કે તેણે ઘણા લગ્ન કર્યા હતા પરંતુ હવે તેની સાથે માત્ર 6 પત્નીઓ છે. બાકીની પત્નીઓએ તેને ડિવોર્સ આપી દીધા.
આર્થર તેની તમામ પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે. તેણે આ ઘરનું નામ લવ મેન્શન રાખ્યું છે. તે કહે છે કે, લોકો વિચારે છે કે તેના ઘરમાં ફક્ત ઝઘડા જ થાય છે. પરંતુ એવું નથી. તે 6 પત્નીઓ સાથે ખૂબ જ આરામથી રહે છે. સૌથી સારી વાત એ છે કે તેણે બેડરૂમ માટે રૂટિન બનાવ્યુ છે. આમાં તમામ પત્નીઓને સમય ફાળવ્યો છે.
આર્થરે પોતાની 6 પત્નીઓને ખુશ રાખવાનો રસ્તો લોકો સાથે શેર કર્યો. તેણે કહ્યું કે, લગ્નજીવનને જીવંત રાખવા રોમાન્સ જરૂરી છે પરંતુ લગ્નનો પાયો તેના પર ટકી શકતો નથી. તેણે કહ્યું કે જો તે તેની પત્ની સાથે મિત્ર બની રહે તો બધી સમસ્યાઓ હલ થઈ જાય.
જો કે આર્થરે સ્વીકાર્યું કે, આ સફર સરળ નથી. સોશિયલ મીડિયા પર આર્થરને હજારો લોકો ફોલો કરે છે. તેને ખુલાસો કર્યો કે ઘણા લોકો તેણીને તેમના પાર્ટનરને લગ્ન માટે કેવી રીતે સમજાવવા તે અંગે ટીપ્સ પણ માંગે છે.












Click it and Unblock the Notifications
