અજબો રૂપિયાના સોનાથી ભરેલુ છે આ મંદિર, જાણો ક્યાં આવેલુ છે?
ભારતના મંદિરો તેમા રહેલા અબજોના ખજાના માટે જાણીતા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આપણે આજે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે ભારતમાં નથી આવેલુ.
આ મંદિર વિશે કહેવાય છે કે તેમાં અબજો રૂપિયાના સોનાનો ભંડાર ભરેલો છે. આ મંદિર અંદર એક વ્યક્તિ વિચારી શકે તેના કરતા પણ વધારે સોનુ ભરેલુ પડ્યુ છે.

ખજાનાથી ભરેલુ આ મંદિર ભારત નહીં પરંતુ નોર્વેમાં આવેલુ છે. નોર્વેનું આ મંદિર નોર્સ દેવતાઓનું છે. પુરાતત્વવિદોને આ મંદિરમાંથી કેટલાક શિલ્પો પણ મળી છે. જેના પર આ દેવતાઓની તસવીરો બનાવવામાં આવી છે.
આ તમામ મૂર્તિઓ સોનાની બનેલી છે. ચોરસ આકારની આ મુર્તીઓ કાગળ જેટલી પાતળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રતિમાઓમાં નોર્સ દેવતા ફ્રોય અને દેવી ગેર્ડની તસવીરો છે.
ઓસ્લો યુનિવર્સિટી અનુસાર, આ શિલ્પો મેરોવિંગિયન સમયગાળાના છે, જે લગભગ 550 એડીથી શરૂ થયું હતું. આ મેરોવિંગિયન સમયગાળો વાઇકિંગ યુગ સુધી ચાલુ રહ્યો.
જણાવી દઈએ કે વાઈકિંગ લોકો ખૂબ જ શક્તિશાળી માનવામાં આવતા હતા અને તેઓએ તેમની સભ્યતા અને ધર્મને દૂર દૂર સુધી ફેલાવ્યો હતો. જ્યાં સુધી સોનાની શોધની વાત છે તો અહીંથી લગભગ 35 તોલા સોનું મળી આવ્યું છે.
અહીંના લોકોનું માનવું છે કે આ મંદિરની અંદરના ભોંયરામાં અપાર સોનાથી ભરેલું છે. જો કે હજુ સુધી તેની શોધ થઈ નથી.












Click it and Unblock the Notifications
