વાત એ માથા ફરેલી અમીર મહિલાની, જે ખૂબસૂરત દેખાવા કુંવારી યુવતીઓના લોહીથી નહાતી હતી
દુનિયાભરમાં ઘણા રાજાઓ અને રાણીઓની ગણતરી માથા ફરેલા લોકોમાં થાય છે. આવી જ એક મહિલા તેના પાગલપન માટે દુનિયાભરમાં જાણીતી છે.
આ મહિલા વિશે એવું કહેવાય છે કે પોતાની યુવાની જાળવી રાખવા માટે તે દરરોજ કુંવારી છોકરીઓના લોહીમાં સ્નાન કરતી હતી.

એલિઝાબેથ બાથરી હંગેરિયન અમીર મહિલા અને કથિત સીરીયલ કિલર હતી. તેના પર આરોપ હતો કે તેણે તેના ચાર નોકરો સાથે મળીને સેંકડો છોકરીઓનું અપહરણ કર્યું અને ક્રૂરતાથી તેમની હત્યા કરી.
ઘણા હંગેરિયનો દાવો કરે છે કે તેણી તેની યુવાની જાળવવા માટે ખૂબ જ જનુની હતી. કેટલાક તાંત્રિકે તેને સલાહ આપી કે જો તે કુંવારી છોકરીઓના લોહીથી સ્નાન કરશે તો તે ક્યારેય વૃદ્ધ નહીં થાય. આ પછી તેણે કુંવારી છોકરીઓનું અપહરણ કરીને હત્યા કરવાનું શરૂ કર્યું.
ઘણા લોકોના મતે એલિઝાબેથે 1590 થી 1610 સુધી 20 વર્ષ સુધી આ લોહિયાળ ખેલ ખેલ્યો. આ સમય દરમિયાન સેંકડો છોકરીઓ અને મહિલાઓને એલિઝાબેથના બંગલામાં લાવવામાં આવી અને નિર્દયતાથી હત્યા કરવામાં આવી.
જ્યારે રહસ્ય જાહેર થયું ત્યારે નોકરોની ધરપકડ કરવામાં આવી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી અને તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી.
કહેવાય છે કે જ્યારે એલિઝાબેથ નાની હતી ત્યારે તેને વાઈના હુમલા આવતા હતા. આનાથી રાહત મેળવવા કોઈએ સૂચવ્યું કે જો છોકરીના હોઠ પર કોઈ સ્વસ્થ વ્યક્તિનું લોહી મૂકવામાં આવે તો તેને ફાયદો થશે.
દાવો કરવામાં આવે છે કે જ્યારે આ યુક્તિ અજમાવવામાં આવી ત્યારે તે સફળ રહી હતી. આ પછી એલિઝાબેથે કથિત રીતે લોહી પીવાની આદત વિકસાવી હતી.
ઈતિહાસકારોનું કહેવું છે કે એલિઝાબેથ 13 વર્ષની ઉંમરે પહેલીવાર માતા બની હતી. તે દરમિયાન તેનું એક ખેડૂત છોકરા સાથે અફેર હતું, જે બાદ તે ગર્ભવતી બની.
જો કે, બાળક થયા બાદ તેને પૈસા આપી મહિલાને આપવામાં આવ્યુ. આ દાવો એલિઝાબેથના મૃત્યુના ઘણા સમય પછી સામે આવ્યો હતો, તેથી લોકો તેના પર સવાલો પણ ઉઠાવે છે.
હંગેરીમાં છોકરીઓ અને મહિલાઓના ગુમ થવાનો સિલસિલો તીવ્ર બન્યો ત્યારે તપાસ હાથ ધરવામાં આવી. આ પછી શહેરની બહાર એક શાંત વિસ્તારમાં રહેતી એલિઝાબેથને તેના નોકરો સાથે પકડી લેવામાં આવી.
કહેવાય છે કે ત્યાંથી એક જીવતી અને એક મૃત બાળકી પણ મળી આવી હતી. આ પછી એલિઝાબેથને તેના મહેલમાં કેદ કરવામાં આવી હતી, જ્યાં તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. ઘણા લોકો કહે છે કે એલિઝાબેથની હત્યા કાવતરામાં કરવામાં આવી હતી કારણ કે તે સિંહાસનના વારસદારોમાંની એક હતી.












Click it and Unblock the Notifications
