કોરોનામાં તમામ પુરૂષો ખતમ થઈ જતા ત્રણ બહેનોએ આવી રીતે પોતાનો કબીલો બચાવ્યો, રોચક છે પુરી કહાની
પૃથ્વી આજે પણ હજારો જનજાતિઓ શહેરો અને ગામડાઓથી દુર જંગલોમાં એકલા રહેવાનું પસંદ કરે છે. આવી જ એક જનજાતિ બ્રાઝીલમાં જોવા મળે છે. કહેવાય છે કે આ જનજાતિના તમામ પુરૂષો ખતમ થઈ ગયા બાદ ત્રણ બહેનોએ અસ્તિત્વ બચાવ્યુ.
બ્રાઝિલના ગાઢ જંગલોમાં ઘણી એવી જનજાતિઓ વસે છે. કહેવાય છે કે 2021 થી કોરોનાને કારણે ઘણી જાતિઓ ખતમ થઈ ગઈ. આમાં જુમા જાતિ પણ એક હતી. માનવામાં આવતું હતું કે જુમા જાતિના લોકો કોરોનાને કારણે ખતમ થઈ ગયા છે.

આ કબીલાના છેલ્લા પુરુષ અરુકા જુમાનું કોરોનાને કારણે 90 વર્ષની વયે અવસાન થયું હતું. તેને બે કલાકની મહેનત બાદ હોડી દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું. હવે સમાચાર આવ્યા છે કે આ કબીલાને ત્રણ મહિલા સભ્યોએ એકસાથે બચાવ્યો છે.
જુમા જાતિના 18મી સદી સુધી 15 હજાર લોકો હતા. એ વખતે તેમનું અસ્તિત્વ પ્રગટ થયું. 1934 સુધીમાં તેમાં માત્ર 100 લોકો જ રહ્યા. ત્રીસ વર્ષ પછી અહીં એક નરસંહાર થયો અને આદિજાતિમાં ફક્ત 6 લોકો જ બચ્યા. 1999 માં મિસ્ટર ઝુમાના સાળાનું અવસાન થયું અને માત્ર પાંચ બચ્યા. ઝુમાનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું. પરંતુ તેમની પુત્રીઓએ મળીને તેમના કબીલાને જીવંત રાખ્યો.












Click it and Unblock the Notifications
