પાર્ટનર સાથે સવારે કરો આ કામ, આખો દિવસ મૂડ રહેશે રોમેન્ટીક
આવો જાણીએ એવી ટિપ્સ જે રોજ સવારે પોતાના પાર્ટનર સાથે ફોલો કરીને તમે પોતાનુ બોંડ વધુ મજબૂત બનાવી શકો છો.
નવી દિલ્લીઃ જ્યારે તમે એક સુંદર સવારે પોતાના પાર્ટનર સાથે ઉઠો ત્યારે એ સમય ખૂબ જ ખુશનુમા અને રોમેન્ટીક થઈ જાય છે. જો કે, ઘણા લોકોને સવારે કામ પર જવાની જલ્દી હોય છે પરંતુ તેમછતાં કપલ્સ માટે સવાર-સવારનો સમય એકદમ રોમેન્ટીક અને પેશનવાળો હોય છે. ભલે સવારમાં કરાતી કિસ હોય, એકબીજાને હગ કરવાનુ હોય કે લવ મેકિંગ, આ સમયે કરવામાં આવતો પ્રેમ તમારા રિલેશનને વધુ ગાઢ બનાવી દે છે. તો આવો, જાણીએ એવી ટિપ્સ જે રોજ સવારે પોતાના પાર્ટનર સાથે ફોલો કરીને તમે પોતાનુ બોંડ વધુ મજબૂત બનાવી શકો છો.

સવારની શરૂઆત કરો એકબીજાને ગ્રીટ કરીને
સહુ કોઈ પોતાના દિવસની શરૂઆત સારી ઈચ્છે છે. પોતાના પાર્ટનરને એક સુંદર સ્મિત સાથે ગુડ મૉર્નિંગ કહેવુ તમારા બંનેની સવારને ખુશીઓથી ભરી દેશે. કોઈને ગુડ મૉર્નિંગ વિશ કરવા તેમને સમ્માન આપવાનો પણ સંકેત હોયછે. દિવસની શરુઆત આ ગુડ નોટથી કરવી તમારા સંબંધને સુંદર બનાવશે.

પ્રશંસા કરીને મૂડનો બનાવો હેપ્પી
પ્રશંસા મળવાથી તમારી ખુશી અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો થાય છે. એવામાં જો તમે પોતાના પાર્ટનરની પ્રશંસા સવાર-સવારમાં કરો તો તેના દિવસની શરૂઆત ખૂબ સારી થશે અને દિવસભર પોતાના કામ માટે તેનામાં આત્મવિશ્વાસ અને જોશ રહેશે. આ પ્રશંસા તેના કામ, તેની મહેનત, તેના લુક્સ કે પર્સનાલિટી કોઈથી પણ સંબંધિત હોઈ શકે છે. પ્રશંસા કરીને તમારે એની કાબેલિયત પર વિશ્વાસ વધારવાનો છે અને દિવસની શરુઆત સારી રીતે કરવાની છે.

કૉફી હોઈ શકે છે તમારા પ્રેમને વધારનાર ડ્રિંક
સવાર-સવારમાં કદાચ જ કોઈને ગમે પોતાના રજાઈમાંથી નીકળીને કિચનમાં જવાનુ. પરંતુ તમારો પાર્ટનર સાથે હોય તો બ્રેકફાસ્ટ બનાવવાની પણ મઝા આવી શકે છે. રોમેન્ટીક મૂડમાં તમે પોતાના પાર્ટનર સાથે ચા કે કૉફી અને નાસ્તો બનાવી શકો છે. આનાથી તમારી વચ્ચે પ્રેમ વધશે અને ઘરનુ એક કામ પણ થઈ જશે. ત્યારબાદ સાથે બેસીને કૉફી પીઓ અને નાસ્તો કરો. બની શકે કે તમારી પાસે આ બધા માટે પૂરતો સમય ના હોય પરંતુ પોતાના સંબંધમાં આ સારી પળોને શામેલ કરવા માટે ક્યારેક-ક્યારેક સવારે થોડા જલ્દી ઉઠવુ એક ઉપાય હોઈ શકે છે.

મસ્તી-મજાકથી કરો દિવસની શરૂઆત
જો સવાર-સવારમાં તમે ખુલીને હસી લો તો તમારો દિવસ ખરેખર ખૂબ જ સુંદર પસાર થશે. પોતાના પાર્ટનરને જોક્સ સંભળાવીને કે તેની સાથે મસ્તી કરીને તમે પોતાની સવાર ખુશનુમા અને તાજગીભરી બનાવી શકો છે. એ તમને દિવસભર માટે સકારાત્મક ઉર્જા આપશે અને એક સ્માઈલ સાથે તમે બંને એકબીજાને યાદ કરશો.












Click it and Unblock the Notifications
