Tokophobia : શું છે ટોકોફોબિયા? જાણો કેમ મહિલાઓ બાળકોને જન્મ આપવાથી ડરી રહી છે?

Symptoms Of Tokophobia : વિશ્વના અનેક દેશો હાલ જનસંખ્યા ઘટવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જો કે આમ છતાં આ દેશોની મહિલાઓ બાળકોને જન્મ આપવા માટે તૈયાર નથી.

ધીરે ધીરે ઘણા દેશોમાં મહિલાઓની પ્રજનન ક્ષમતા ઘટી રહી છે. ઘણી મહિલાઓ પુરી જિંદગી બાળકો વિના જીવવાનું પસંદ કરી રહી છે. આની પાછળ એક મહત્વપૂર્ણ કારણ ટોકોફોબિયા છે.

Symptoms Of Tokophobia

What is tokophobia : ટોકોફોબિયા શું છે?

તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ વસ્તુ બિમારી નહીં પરંતુ માનસિક સ્થિતિ છે. ટોકોફોબિયા એ એક એવો ડર છે જેમાં મહિલાઓ ગર્ભાવસ્થા અને બાળકને જન્મને લઈને ડર અનુભવે છે. આ ડર એટલો ઊંડો હોઈ શકે છે કે તે જિંદગીના ઘણા પાસાઓને અસર કરી શકે છે.

આ ડર પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેમ કે, ગર્ભાવસ્થા, પ્રસવ અથવા નવા જન્મેલા બાળક સાથેના ખરાબ અનુભવ, જે ટોકોફોબિયાનો કારણ બની શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક ફેરફારો અને આરોગ્ય સંબંધિત જોખમો વિશેની ચિંતાઓ પણ આ ફોબિયાનો એક ભાગ છે. આ ઉપરાંત નિરાશા, ચિંતા અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ આ સ્થિતિ સર્જે છે.

ટોકોફોબિયા મહિલાઓની માનસિક અને શારીરિક આરોગ્ય પર ગંભીર અસર પેદા કરી શકે છે. જો તમે અથવા તમારો કોઇ મિત્ર આ સ્થિતિનો સામનો કરી રહ્યા હોય તો તેને સરળતા ન લો. આ સ્થિતીમાં નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X