For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન કૃષ્ણનો આ વર્ષે 5243મો જન્મ દિવસ

ભગવાન કૃષ્ણના જન્મને આજે થયા 5 હજાર 243 વર્ષ. તો જેમના જન્મ સમય અને તેમના જીવન કાળ વિશે જાણો અહીં..

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી માટે અમદાવાદ-ગુજરાત કે ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં થનગનાટ હોય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે આપણે કૃષ્ણનો કયામો જન્મ દિવસ ઉજવીશું? ઉત્તર અમે આપી દઇએ. આ વર્ષે ભગવાન કૃષ્ણનો 5 હજાર 243મો જન્મ દિવસ છે.

એમ તો આપણાં દેશમાં આપણી જ સંસ્કૃતિ અને વારસાને પૌરાણિક કહી હડધૂત કરવામાં કોઈ કચાસ બાકી નથી રખાતી. તે પછી ભગવાન રામ હોય કે તેમના દ્વારા નિર્મિત રામ સેતુ હોય. તમામ આવી કિવદંતીઓ અને કથાઓને પૌરાણિક તથા માન્યતાઓ કહી નકારી દેવામાં આવે છે. તેવી જ રીતે આજની પેઢી કદાચ એમ પણ માનવા તૈયાર નથી કે આ દેશમાં ક્યારેક ભગવાન રામ કે પછી ભગવાન કૃષ્ણે જન્મ લીધો હતો. જોકે વારાણસી ખાતે આવેલ વેદિક શોધ સંસ્થાનમના સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ થોડાંક વર્ષ અગાઉ કાળ ગણના અને પોતાના શોધ દ્વારા પૌરાણિક માન્યતાઓને સાવ ઠુકરાવનારાઓ સામે પડકાર ફેંક્યો હતો.

આવો તસવીરો સાથે જાણીએ કૃષ્ણ પર કરાયેલ શોધ વિશે :

કૃષ્ણની જન્મ તારીખ : 21મી જુલાઈ, -3228

કૃષ્ણની જન્મ તારીખ : 21મી જુલાઈ, -3228

આ શોધ મુજબ ભગવાન કૃષ્ણની જન્મ તારીખ 21મી જુલાઈ હતી. આજના ઈસ્વી સન મુજબ ગણીએ, તો ભગવાન કૃષ્ણનો જન્મ વર્ષ -3228 હતો. એટલે કે ભગવાન કૃષ્ણની જન્મ તારીખ 21મી જુલાઈ, -3228 હતી. આમ કૃષ્ણે ઈસા પૂર્વે 3228 વર્ષ અગાઉ મથુરા ખાતે જન્મ લીધો હતો. આ ગણના મુજબ ભગવાન કૃષ્ણનો આ વર્ષે 5243મો જન્મ દિવસ છે.

માગસરમાં મંડાયુ હતું મહાભારત યુદ્ધ

માગસરમાં મંડાયુ હતું મહાભારત યુદ્ધ

વેદિક શોધ સંસ્થાનમના સંસ્થાપક જ્ઞાનાનંદ સરસ્વતીના શોધ મુજબ મહાભારતનો યુદ્ધ ઈસા પૂર્વે 3138માં માગસર શુક્લ એકમના રોજ શરૂ થયુ હતું.

89 વર્ષે આપ્યો ગીતા સંદેશ

89 વર્ષે આપ્યો ગીતા સંદેશ

વેદિક શોધ સંસ્થાનમના સંસ્થાપક જ્ઞાનાનંદ સરસ્વતીના શોધ મુજબ મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણનો આયુ 89 વર્ષ હતો. કૃષ્ણે 89 વર્ષ 2 માસ અને 7 દિવસની વયે અર્જુનને સંબોધી સમગ્ર વિશ્વનેગીતાનો સંદેશ આપ્યો હતો.

125 વર્ષનો આયુષ્ય

125 વર્ષનો આયુષ્ય

વેદિક શોધ સંસ્થાનમના સંસ્થાપક જ્ઞાનાનંદ સરસ્વતીના શોધ મુજબ ભગવાન કૃષ્ણનો આયુષ્ય 125 વર્ષ 7 માસ અને 7 દિવસનો હતો.

કૃષ્ણ નિર્વાણ : 18 ફેબ્રુઆરી, -3102

કૃષ્ણ નિર્વાણ : 18 ફેબ્રુઆરી, -3102

ભગવાન કૃષ્ણ આ પૃથ્વી ઉપર 125 વર્ષ 7 માસ અને 7 દિવસ સુધી વિચર્યા બાદ નિર્વાણ પામ્યા હતાં. જ્ઞાનાનંદ સરસ્વતીની ગણતરી મુજબ ભગવાન કૃષ્ણની નિર્વાણ તારીખ 18 ફેબ્રુઆરી હતી. ઈસા પૂર્વે 3102માં ભગવાન કૃષ્ણે 18મી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણ ખાતે ભાલકા તીર્થે દેહ છોડ્યો હતો.

English summary
The Jagaduru Lord Kirshna's 5241st birthday tomorrow.Swami Gyananandji Saraswati has carried out a detailed and intensive research on Krishna. According to Swami Gyananand Saraswati, Lord Krishna was born on 21st July, 3228 B.C.(Bhadra Krishan Ashthmi) at the Mokhyandayni Puri Mathura.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X