For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમ ચા પીવાથી હાડકાંઓમાં આ અજ્ઞાત બિમારી થઇ શકે છે

કેટલાક લોકોની સવાર ચા વગર થતી નથી, જ્યાં સુધી તેઓ ચાના બે ઘૂંટ ના પી લે ત્યાં સુધી તેમની સવાર શરૂ થતી નથી.

|
Google Oneindia Gujarati News

કેટલાક લોકોની સવાર ચા વગર થતી નથી, જ્યાં સુધી તેઓ ચાના બે ઘૂંટ ના પી લે ત્યાં સુધી તેમની સવાર શરૂ થતી નથી. આપણા દેશમાં 90 ટકાથી વધુ લોકો દરરોજ સવારે નાસ્તા કરતા પહેલાં ચા પીવે છે કારણ કે તેઓ માટે તે એનર્જી ડ્રીંકનું કામ કરે છે. આપણામાંથી ઘણા બધાને ઠંડી ચા પીવાનું ગમતું નથી.

ઘણા લોકો શિયાળો હોય કે ઉનાળો હોય દરેકને ગરમ ચા પીવાનું ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરમ ચા પીવી અને ખાલી પેટ સવારે ચાની ચુસ્કી તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેનાથી કેટલી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

ચા હાડકાં માટે નુકશાનકારક છે

ચા હાડકાં માટે નુકશાનકારક છે

ઘણી વખત જોવામાં આવ્યું છે કે ઘણી વખત ચા પીવું એ ઘણા લોકોની તલબ બની જાય છે. જેના કારણે ઘણા ગંભીર રોગો પણ થઈ શકે છે. હકીકતમાં, ખાલી પેટ ચા પીવાથી અને લાંબા સમય સુધી રોજ ચાના ઘણા કપ પીવાથી સ્કેલેટલ ફ્લોરોસિસ જેવી બીમારી થઇ શકે છે જે હાડકાંને અંદરની અંદર ખોખલા બનાવે છે.

આ સમસ્યાઓ હોઈ શકે છે

આ સમસ્યાઓ હોઈ શકે છે

સ્કેલેટલ ફ્લોરોસિસની સમસ્યામાં આર્થરાઇટિસ જેવો દુખાવો થવા લાગે. આ બીમારીથી કમર, હાથ અને પગમાં પીડાની સાથે સાથે સાંધામાં દુખાવાની ફરિયાદ હોય છે. ચામાં ફ્લોરાઇડ મિનરલ હોય છે જે હાડકાં માટે ખતરનાક છે. ફ્લોરાઇડની વધુ માત્રાથી હાડકાંમાં સ્કેલેટલ ફ્લોરોસિસની શક્યતા વધી જાય છે. ઉપરાંત, ચા હાડકાંને કેલ્શિયમ મેળવવામાં રોકે છે. ચાની મહત્તમ માત્રા અલ્સર અને હાઈપર એસિડિટીનું કારણ પણ બને છે.

લાંબા સમય પછી અસર દેખાય છે

લાંબા સમય પછી અસર દેખાય છે

ચા થી હાડકાંને નુકશાન અચાનક નહિ પરંતુ લાંબા સમય પછી થાય છે. ચા પીવાની અસર ચાની કવાલિટી, શરીર અને આનુવંશિક સ્થિતિ પર આધારિત છે. આ ઉપરાંત, ચાનો સમય અને ચા બનાવવાની પદ્ધતિ પણ ખૂબ જ નિર્ભર કરે છે. દૂધ અને ખાંડમાંથી બનેલી ચા પીવાનું યોગ્ય નથી. ખાસ કરીને જ્યારે તમે તેને ભૂખ મટાડવા માટે, ખાલી પેટ અથવા જમ્યા પછી તરત પી રહ્યા હોય ત્યારે.

આ વાતો પર ધ્યાન આપો

આ વાતો પર ધ્યાન આપો

દિવસમાં ત્રણ વખત કરતા વધુ ચા પીવી નહિ. ખાસ કરીને ખાલી પેટ બિલકુલ નહિ. હંમેશાં ચાના બદલે ગ્રીન ટી, હર્બલ ટી વગેરે પીવો. ખાલી પેટ અથવા જમ્યા પછી તરત ચા પીવાનું ટાળો. ચા પીધા પછી લગભગ અડધો કલાક પછી પાણી પીવો. આ ઉપરાંત, ચાની જગ્યાએ નાળિયેરનું પાણી, છાસ જેવા ડ્રિંક પીવાથી આ આદત છૂટી શકે છે.

English summary
Too Much Tea Causes Unusual Bone Disease
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X