મોદી સરકારના એક વર્ષની 10 સૌથી મોટી સફળતાઓ

નવી દિલ્હી, 27 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ પોતાની સરકારના એક વર્ષ પૂરા કરી લીધા છે. હાલની સરકારના એક વર્ષ પૂરા થવા પર વિપક્ષે સરકારની ઘણી અસફળતાઓ ગણાવી. પરંતુ આ બધાની વચ્ચે ઘણા વિશ્લેષકોનું માનવું છે કે આ વ્યસ્ત કાર્યકાળ દરમિયાન મોદી સરકારે ઘણી સિદ્ધિઓ હાસલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની એક મોટી સિદ્ધિ તરીકે વિદેશ યાત્રાઓ દરમિયાન ભારતમાં વિદેશી મૂડીના રોકાણને વધવાને માની શકાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતમાં રક્ષા, ઇંશ્યોરન્સ સહિત ઘણા વિસ્તારોમાં રોકાણ વધી શકે છે.

મોદી સરકારની સફળતા જુઓ તસવીરોમાં...

એફડીઆઇ હેઠળ રોકાણ વધ્યું

એફડીઆઇ હેઠળ રોકાણ વધ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની એક મોટી સફળતા તરીકે વિદેશ યાત્રાઓ દરમિયાન ભારતમાં વિદેશી મૂડી વધવાને માની શકાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતમાં રક્ષા, ઇંશ્યોરન્સ સહિત ઘણા વિસ્તારોમાં રોકાણ વધ્યું છે.

ડીઝલના ભાવમાં ડીરેગ્યુલેશન

ડીઝલના ભાવમાં ડીરેગ્યુલેશન

વડાપ્રધાને ડીઝલના ભાવોનું વિનિમયકરણ કરવાનો મોટો નિર્ણય લીધો. તેમણે ડીઝલના ભાવોને આંતરરાષ્ટ્રીય ભાવના આધારે નક્કી કરવાનો નિર્ણય કર્યો. જેનાથી ભારત સરકાર પર કરોડો રૂપિયાનો બોઝો ઓછો થયો છે.

આંતરરાષ્ટ્રીય કૂટનીતિને મળી નવી ઊંચાઇ

આંતરરાષ્ટ્રીય કૂટનીતિને મળી નવી ઊંચાઇ

એક તરફ જ્યા ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કેટલાંક મુદ્દાઓને લઇને કડવાશ આવી તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ પડોશી દેશો સાથે સંબંધ મજબૂત કરવામાં સફળતા મેળવી છે. અને સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશની છબીને નવી ઊંચાઇઓ પર પહોંચાડી છે. દેશમાં પહેલીવાર ગણતંત્ર દિવસના અવસરે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના આવવાથી બંને દેશોના સંબંધમાં નિકટતા આવી હતી.

જીડીપીમાં વધારો

જીડીપીમાં વધારો

મોદી સરકારના રાજમાં થોડા સમય માટે ભારતની અર્થવ્યવસ્થાએ વિકાસના મામલામાં ચીનને પણ પછાડી દીધું હતું અને સૌથી ઝડપી વિકાસ કરનારા દેશ રૂપે દુનિયામાં પોતાની ધાક જમાવી. આ દરમિયાન જીડીપીમાં આવેલો વધારાએ પણ લોકોને ગર્વ અનુભવવાની તક આપી છે.

ડાયરેક્ટ સબસિડી પેમેન્ટ

ડાયરેક્ટ સબસિડી પેમેન્ટ

ગરીબો સુધી પહોંચનારી સબસિડીમાં ફેલાયેલ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો જેની દેશને સખત જરૂરીયાત હતી. મોદી સરકારે એલપીજીની સબસિડીને સીધા ગરીબોના ખાતામાં પહોંચાડવાનું કામ કર્યું અને આવનારા સમયમાં ગરીબોને ખાદ્ય અને ઉર્વરક માટે સબસિડીને સીધા ગરીબના ખાતામાં નાખવાની સુવિધા છે.

કોલસા અને ટેલિકોમ ફાળવણી

કોલસા અને ટેલિકોમ ફાળવણી

કોંગ્રેસ સરકારના પતનનું સૌથી મોટુ કારણ કોલસા કૌભાંડ અને 2જી કૌભાંડ હતું. પરંતુ મોદી સરકારે આ બંનેની ફાળવણી માટે નવી નીતિ શરૂ કરી છે જેનાથી આ સરકારને ઘણો ફાયદો થયો છે.

મીડિયા મેનેજમેન્ટ

મીડિયા મેનેજમેન્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીડિયાને પોતાની સરકારના કાર્યકાળને એક વર્ષમાં સારી રીતે મેનેજ કર્યું. મોદીના ભાષણોને તમામ ન્યૂઝ ચેનલો, રેડિયો પર દેખાડવામાં આવ્યું. એટલું જ નહીં મોદીના પ્રવાસ અને કાર્યક્રમો દરમિયાન ફોટોઝ અને સેલ્ફીને પણ સોશિયલ મીડિયા સહિત દરેક માધ્યમો પર ઉપયોગ કરવામાં આવ્યો.

ભ્રષ્ટાચાર મુક્ત સરકાર

ભ્રષ્ટાચાર મુક્ત સરકાર

જોકે મોદી સરકારે માત્ર પોતાના એક વર્ષ જ પૂર્ણ કર્યો છે. પરંતુ આ એક વર્ષમાં ભ્રષ્ટાચારના આરોપોથી મુક્તિ આ સરકારની મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. પાછલી સરકારના કૌભાંડોએ જનતા પર નકારાત્મક છાપ બનાવી હતી.

વડાપ્રધાન મોદીનો પહેરવેશ

વડાપ્રધાન મોદીનો પહેરવેશ

વિદેશી મહેમાન સાથે મુલાકાત કર્યા બાદ નરેન્દ્ર મોદીના પહેરવેશની ખૂબ જ ચર્ચા થઇ. ઓબામાની ભારત યાત્રા દરમિયાન મોદીએ મોઘો શૂટ પહેર્યો હતો જેની પર ઝીણા અક્ષરોથી નરેન્દ્ર દામોદરદાસ મોદી લખેલું હતું. વિરોધી પક્ષે પણ તેની ખૂબ જ ટિખળ કરી હતી. બાદમાં આ શૂટની હરાજી કરવામાં આવી જેમાં તેના 7 લાખ ડોલરમાં વેચાયો અને આ રકમ શિક્ષણ માટે કામ કરતી સંસ્થાને દાન કરવામાં આવ્યો.

થોડીક જ સેંકેન્ડમાં લગાવી દીધી થાપ

થોડીક જ સેંકેન્ડમાં લગાવી દીધી થાપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ યાત્રાઓ દરમિયાન ઘણા એવા રોચક કામ કર્યા જેની દુનિયાભરમાં ચર્ચા થઇ. મોદીએ પોતાની જાપાન અને તાઇકોની યાત્રા દરમિયાન વાદ્ય યંત્રો પર હાથ અજમાવ્યો અને માત્ર થોડીક જ સેકેન્ડ જોયા બાદ પીએમએ આ વાદ્યોને વગાડ્યા પણ ખરા. આ ઘટનાએ સ્થાનીય લોકોને ભારતની નજીક લાવવાની કોશીશ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X