અલવિદા 2017 : સોશ્યલ મીડિયાની વાયરલ થયેલ કેટલીક તસવીરો

Written By:
Subscribe to Oneindia News

દુનિયાનો નિયમ છે જે વસ્તુ કે વ્યક્તિ આવે છે તે એક સમય જતી પણ રહે છે તેવી જ રીતે વર્ષ 2017ની આપણે ધામધૂમ પુર્વક આવવાની ઉજવણી કરી હતી. તેને થોડા જ સમયમાં અલવિદા કહેવાની તૈયારીઓ પણ આપણે કરી રહ્યા છીએ. આ વીતેલા વર્ષમાં દેશ અને દુનિયામાં કેટલીક યાદગાર ઘટનાઓ બની જેને આપણે ચોક્કસ યાદ કરીશું. આ સાથે જ આ વર્ષમાં સોશ્યલ મીડિયામાં કેટલાક એવા ફોટોની આજે આપણે વાત કરીશું. જેને વર્ષ 2017ને વધારે મજેદાર બનાવી દીધી.

માંની લાશ પર રડ્યો વાંદરો

માંની લાશ પર રડ્યો વાંદરો

2017ના વર્ષમાં એક વાંદરાની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થવા લાગી હતી. આ ફોટોમાં એક વાંદરો પોતાની માતાની લાશ પાસે બેસીને રડી રહ્યો હતો. તમિલનાડુ રાષ્ટ્રીય હાઇવે ના રસ્તાના કિનારે એક અકસ્માતમાં માદા વાંદરાની મોત થઈ ગઈ હતી. તેની સાથે તેનું બચ્ચુ પણ ત્યાં હતું. માતાને આમ પડેલી જોઈને વાંદરાએ માતાને ઉઠાડવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે ન ઉઠતા વાંદરો જોર જોરથી રડવા લાગ્યો. આ ઘટના જોઇને ત્યાં ઊભેલા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

વિરાટ અનુષ્કાના લગ્નની સુંદર તસવીર

વિરાટ અનુષ્કાના લગ્નની સુંદર તસવીર

લાંબા લવઅફેર બાદ વિરાટ અને અનુષ્કાએ ઇટલીમાં સપ્રાઇઝ વેડિંગ કરી હતી. બોલિવૂડ હિરોઈન અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. આ લવકપલે ઇટલીના મિલાન શહેરમાં આવેલા આલીશાન રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં મીડિયાને આવવાની મનાઇ હતી પરંતુ થોડાક ફોટો તેમના લગ્ન બાદ તેમણે સોશ્યલ મીડિયા મૂકતા તે વાયરલ થયા હતા.

ટ્રંપ હાથ મળાવવામાં ગુચવાયા

ટ્રંપ હાથ મળાવવામાં ગુચવાયા

પોતાના બેઢંગ અંદાજ અને આક્રમક શૈલીના કારણે એક-બીજાથી હાથ મળાવતી વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પોતાના આશિયાન મિત્રો આગળ ભોંઢા પડ્યા હતા. અને તે આમ કરતા ગુચવાયા પણ હતા. તેમની આ તસવીરે એ સમયે સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઈ હતી. આ રીતને ક્રોસ હેન્ડશેક કહેવામાં આવે છે. દક્ષિણપૂર્વી એશિયામાં બધા નેતાઓ આ પરંપરાગત શૈલીથી હાથ મિલાવે છે. એક રિપોર્ટ અનુસાર ટ્રંપ એન્કર જે રીતે કરવાનું કહેતો હતો એ પ્રમાણે કરવામાં ગુચવાઈ ગયા હતા અને પોતાના બંન્ને હાથ ક્રોસ કરીને ઊભા રહી ગયા હતા.

ટ્રંપને બતાવી મિડલ ફિંગર

ટ્રંપને બતાવી મિડલ ફિંગર

ઓક્ટોબર માસમાં એક સાઇકલ સવાર મહિલાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને મિડલ ફિંગર બતાવતો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ફોટોના 10 દિવસ પછી 50 વર્ષીય જુલી બ્રિસ્કોમેનને નોકરીમાંથી કાઢી નાખવામાં આવી હતી. આ અંગે વિગતવાર જણાવતા બ્રિસ્કોમેને જણાવ્યુ હતુ કે, જ્યારે તે સાઇકલિગ કરી રહી હતી ત્યારે ટ્રંપનો કાફલો તેની સામેથી પસાર થઈ રહ્યો હતો. એ જોઇ તેને ઘણો ગુસ્સો આવ્યો અને તેને તેમને મિડલ ફિંગર બતાવી જેનો ફોટો એએફપી વ્હાઇટ હાઉસ ફોટોગ્રાફર બ્રેંડન સ્માઇલોવસ્કીએ પાડી લીધી હતી અને તે બાદ તેણે જુલીના સોશ્યલ મીડિયા પર તે અપલોડ કરી નાખી હતી. એ તસવીર જુલીના બોસે જોતા તેને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા હતા

દુનિયાના દિગ્ગજોને સમજાવતા નરેન્દ્ર મોદી

દુનિયાના દિગ્ગજોને સમજાવતા નરેન્દ્ર મોદી

ફિલીપીન્સમાં યોજાયેલ 31મા આશિયન શિખર સંમેલનમાં નરેન્દ્ર મોદીની લેવામાં આવેલી આ તસવીર ખુબ વાયરલ થઈ હતી. ફિલીપીન્સના મનીલામાં મોદીજી અન્ય દેશના દિગ્ગજોને પોતાના અંદાજમાં કોઈ વાત સમજાવતા હોય તેવુ આ તસવીર જોઈને લાગી રહ્યું છે. બીજી એક તસવીરમાં મોદી અને અન્ય દેશના નેતાઓ પણ ત્યાંના પારંપરિક પોશાકમાં દેખાતા હોય તે પણ ખુબ વાયરલ થઈ હતી. આ ફોટોમાં નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, જાપાનના રાષ્ટ્રપતિ શિંઝો આબે દેખાઈ રહ્યા છે.

English summary
top 5 viral photos of the year 2017. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.