• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અરબપતિઓની પસંદગીના ટોપ 10 ભારતીય શહેર

By Kumar Dushyant
|

મુંબઇ, 21 ઓક્ટોબર: ભલે જ દુનિયાભરના અર્થશાસ્ત્રી ભારતીય અર્થવ્યવસ્થાના અધઃપતનને લઇને ચિંતિત હોય પરંતુ આ તસવીર બીજા પક્ષમાં દેશમાં વધી રહેલી અમીરોની સંખ્યાને દર્શાવે છે. જો 2012ના આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં અન્ય બ્રિક્સ દેશોની અપેક્ષા વધુ ઝડપથી અમીરોની સંખ્યા વધી રહી છે, એટલું જ નહી પહેલાંથી જ જે અમીર હતા તેમની સંપત્તિનો ખૂબ વધારો થયો છે, જેના કારણે ભારતમાં મોંધી ગાડીઓ, લકજરીયસ પેન્ટહાઉસ અને પ્લેબોય ક્લબ્સનું એક નવું બજાર તૈયાર થઇ ગયું છે.

અનુમાન લગાવવામાં આવે છે કે ભારતમાં લગભગ 103 ખરબપતિ છે, તેમાં મોટાભાગના ઉદ્યોગ જગત સાથે જોડાયેલા છે. તાજેતરમાં જ રેડિફે ભારતના ટોપ ટેન શહેરોની યાદી તૈયાર કરી છે જેમાં ભારતીય અરબપતિ તથા ખરબપતિ રહેવાનું પસંદ કરે છે.

મુંબઇ

મુંબઇ

સપનાની નગરી, માયાનગરી કહેવાતું મુંબઇ દરેક અરબપતિ અને ખરબપતિની પ્રથમ પસંદગી છે જ્યાં દેશનો દરેક નાગરિક જીવનમાં ઓછામાં ઓછા એક વખત પોતાનું ભાગ્ય અજમાવવા માંગે છે. દેશના બે સૌથી મોટા સ્ટૉક એક્સચેંજ, બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ) તથા નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ) પણ મુંબઇમાં જ છે. આ સાથે જ દેશ મુખ્ય ઔદ્યોગિક ઘરાના અને કંપનીઓ જેમ કે અંબાણી ગ્રુપ, બજાજ ગ્રુપ, ટાટા ગ્રુપ અને ગોદરેજ ગ્રુપ, ઓએનજીસી વગેરેના હેડ ક્વાર્ટ્સ છે. હવે વાત અરબપતિઓની આવે છે તો પણ મુંબઇમાં જ સૌથી વધુ છે, વધુ 2012માં ફક્ત 2,105 અરબપતિ હતા જે વર્ષ 2013માં વધીને 2,135 થઇ ગયા.

નવી દિલ્હી

નવી દિલ્હી

દેશની રાજધાની નવી દિલ્હી દુનિયાના ટોન ગ્લોબલ શહેરમાં ગણવામાં આવે છે. નવી દિલ્હી કલા, શિક્ષણ, વ્યવસાય, મનોરંજન, ફેશન, બિઝનેસ, મીડિયા, રિસર્ચ દરેક પ્રકારે દેશમાં બીજા નંબર પર આવે છે. જ્યાં દેશના અરબપતિઓ રહેવાનું પસંદ કરે છે. દિલ્હીમાં વર્ષ 2013માં અરબપતિઓની કુલ સંખ્યા 1980 હતી જે વર્ષ 2012ની સંખ્યા સંખ્યા 1945 કરતાં વધારે છે.

બેગ્લોર

બેગ્લોર

ભારતની સિલિકોન વેલીના નામેથી પ્રસિદ્ધ બેગ્લોર આઇટી સેક્ટરમાં આખા વિશ્વ માટે એક ઉદાહરણ છે. દેશમાં સૌથી વધુ પ્રતિ વ્યક્તિની આવકનો રેકોર્ડ બનાવનાર બેંગ્લોર દસ હજારથી પણ વધુ લખપતિઓનું શહેર છે. વર્ષ 2012માં બેંગ્લોરમાં અરબપતિઓની સંખ્યા 720 હતી જે 2013માં વધીને 750 થઇ ગઇ છે.

કલકત્તા

કલકત્તા

સિટી ઑફ જોતના નામથી ઓળખાતા બંગાળી શહેર કલકત્તા પૂર્વી ભારતનો સૌથી મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે. અહીં આઇટીસી લિમિટેડ, કોલ ઇન્ડિયા અને બ્રિટાનિયા જેવી મલ્ટીનેશનલ્સ કંપનીઓના હેડકવાર્ટ્સ છે જે તેને સૌથી અલગ બતાવે છે. સૌથી ખાસ વાત એ છે કે અહીં મોટાભાગના અરબપતિઓ જુના જમાનાના અમીરો છે જેમને લાંબા સમયથી પરિશ્રમ વડે અથાગ સંપત્તિ પ્રાપ્ત કરી છે.

હૈદ્વાબાદ

હૈદ્વાબાદ

આંધ્રપ્રદેશની આર્થિક રાજધાની કહેવાતા હૈદ્વાબાદમાં આઇટી સ્પેશિયલ ઇકોનોમિક જોન (સેજ)ની સ્થાપનાએ વૈશ્વિક અને નેશનલ કંપનીઓને શહેરમાં રોકાણ કરવા માટે આકર્ષિત કર્યા છે. હાલ શહેરમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ, આઇબીએમ અને યાહૂના હેડ ક્વાટર્સ છે સાથે જ અહી બાયોટેક્નોલોજી અને ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ડસ્ટ્રીની ઘણી સંખ્યા છે. વર્ષ 2012માં હૈદ્વાબાદમાં કુલ 535 અરબપતિ હતા જેની સંખ્યા 2013માં 540 સુધી પહોંચી ગઇ છે.

ચેન્નઇ

ચેન્નઇ

અરબપતિઓની પસંદના મામલે છઠ્ઠા સ્થાને આવનાર ચેન્નઇને દક્ષિણ ભારતનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે. ચેન્નઇનું મહત્વ ફક્ત તેના આર્થિક વિકાસના કારણે જ નથી પરંતુ તેની સાથે જોડાયેલો ઇતિહાસ, પરંપરાઓ અને શૈક્ષણિક વિશેષતાઓના કારણે પણ છે. અહી પર ફેલાયેલા ઉદ્યોગોમાં મુખ્યત્વે ઓટોમોબાઇલ, કોમ્યૂટર, ટેક્નોલોજી, હાર્ડવેર, મેન્યુફેક્ચરિંગ અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીજ છે. સાથે જ ચેન્નઇ ભારતમાં આઇટી તથા બીપીઓ રિલેટેડ સર્વિસીઝ માટે બીજા નંબરનું નિર્ણાયક શહેર છે. વર્ષ 2012માં ચેન્નઇમાં જ્યાં માત્ર 370 અરબપતિ હતા, તો બીજી તરફ વર્ષ 2013માં તેમની સંખ્યા વધીને 285 સુધી પહોંચી ગઇ છે.

અમદાવાદ

અમદાવાદ

કેડિલા તથા ટોરેંટ ફાર્માસ્યૂટિકલ્સ જેવી કંપનીઓથી પોતાની ઓળખ બનાવનાર ઔદ્યોગિક શહેર અમદાવાદ આ લિસ્ટમાં સાતમા સ્થાને છે. શહેરમાં ગત વર્ષે 2012માં 225 અરબપતિ હતા જે સંખ્યામાં વર્ષ 2013માં કોઇ ફેરફાર થયો નથી.

પુના

પુના

દેશભરમાં ક્વોલિટી ઓફ લાઇફના માલે બીજા સ્થાને રહેનાર પુનામાં પણ અરબપતિઓ મોટી સંખ્યામાં છે. ગત કેટલાક વર્ષોમાં પુનામાં આઇટી તથા ઓટોમોટિવ વ્યવસાયનો ઘણો વિકાસ થયો છે જેના કારણે શહેરમાં નવા અરબપતિઓની સંખ્યા પણ વધી રહી છે. વર્ષ 2012માં પુનામાં માત્ર 215 અરબપતિ હતા જો કે વર્ષ 2013માં વધીને 220 થઇ ગયા.

ગુડગાંવ

ગુડગાંવ

ગત બે દાયકામાં એકદમ નાના શહેરથી કસબામાં એક શાનદાર મેટ્રો સિટીનું રૂપ લેનાર ગુડગાંવ શહેરમાં પણ અમીરોની સંખ્યા ઘણી છે. ગુડગાંવ ઉત્તરી ભારતમાં મલ્ટીનેશનલ કંપનીઓના હબના રૂપમાં ઓળખવામાં આવે છે અને અહીં લગભગ દેશની મોટી મલ્ટીનેશનલ કંપનીઓની ઓફિસ છે. ફોર્ચ્યુન 500માંથી લગભગ 250 લગભગ 250 કંપનીની ઓફિસ અહીં છે સાથે જ પ્રતિ વ્યક્તિ આવકના મામલે ગુડગાંવ દેશમાં ત્રીજા સ્થાન પર છે. વર્ષ 2012માં ગુડગાંવમાં 210 બિલેનર હતા જે કારણોસર વર્ષ 2013માં માત્ર 200 જ રહી ગયા.

જયપુર

જયપુર

પિંક સિટીના નામથી દેશ-વિદેશમાં મશહૂર રાજસ્થાનની રાજધાની પોતાના સોનાની ઝવેલરી, ડાયંમડ વર્ક તથા મોંઘા રત્નો માટે જાણીતું છે. અરબપતિના મામલે દસમા સ્થાન પર રહેલું આ શહેર જયપુરમાં વર્ષ 2012માં 175 બિલેનિયર હતા જે કોઇ કારણોથી 2013માં 165 જ રહી ગયા, માનવામાં આવે છે કે કેટલાક લોકો જયપુરથી પલાયન કરી અથવા મેટ્રોપોલિટન સિટીજમાં જતા રહ્યાં છે અથવા પછી દેશથી બહાર શિફ્ટ થઇ ગયા છે.

English summary
Mumbai has been named among the Indian top ten billionaire cities, as it is home to as many as 20 of the richest Indians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X