For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ભાવિ મોટરસાયકલ્સ ચલાવવા તમે ખુદને રોકી શકશો નહીં

|
Google Oneindia Gujarati News

આ દુનિયા અજાયબીઓથી ભરેલી છે. અહીં જે પણ કરો તે ઓછું છે. આજે એવો સમય આવ્યો છે કે લોકોની કલ્પનાને વાસ્તવિક સ્વરૂપ આપવામાં દુનિયાભરના ડિઝાઇનર્સ અને એન્જિનીયર્સ જોડાયેલા છે. આ કારણે તમને અનેક અજીબ ગરીબ વસ્તુઓ અને સાધનો જોવા મળશે. જેમાંથી કેટલીક ડિઝાઇન અત્યંત રોચક અને અવિસ્મરણીય હશે. આપે એવી મોટરસાયકલ્સની કલ્પના કરી છે જે કોઇ અંતરિક્ષ વિમાન અથવા કોઇ સૂટકેસ જેવી લાગે.

બની શકે કે તમે આવી ડિઝાઇન્સ જોઇ હોય અને નહીં પણ જોઇ હોય. પણ એક વાત ચોક્કસ છે કે અનોખા કોન્સેપ્ટ સાથે તૈયાર કરવામાં આવેલી આ ડિઝાઇન્સ જોઇને તમે તેને ટ્રાય કરવા માટે ખુદને રોકી શકશો નહીં. આવો જોઇએ યંગસ્ટર્સને આકર્ષે તેવી અનોખી કન્સેપ્ટ ડિઝાઇન સાથેની મોટરસાયકલ્સ...

ફ્યુચર મોટરસાઇકલ્સ

ફ્યુચર મોટરસાઇકલ્સ

આગળ નેક્સ્ટનું બટન ક્લિક કરો અને જુઓ અનોખા મોટર સાયકલ કન્સેપ્ટ

ઇવોલ્વ જેનૉન લાઇટસાઇકલ

ઇવોલ્વ જેનૉન લાઇટસાઇકલ


આ શાનદાર બાઇકનો સૌપ્રથમવાર હોલિવુડની જાણીતી ફિલ્મ ટ્રોનમાં પ્રયોગમાં લેવામાં આવી હતી. કંપનીએ તેમાં લિથિયમ બેટરીનો પ્રયોગ કર્યો હતો. તેમાં ફાઇબર ક્રોમ બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં 54 હોર્સ પાવરની મોટરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે પ્રતિ કલાક 100 માઇલની સ્પીડે દોડી શકે છે. તેની કિંમત 55,000 ડોલર છે.

કૈમપૈગ્ના ટી રેક્સ - 14 આરઆર

કૈમપૈગ્ના ટી રેક્સ - 14 આરઆર


જો આપ હવાની સાથે વાતો કરતી બાઇક પર સવાર થવા ઇચ્છો છો તો કૈમપૈગ્ના ટી રેક્સ - 14 આરઆર તમારા માટે બેસ્ટ ચોઇસ છે. તેમાં બેને બદલે ત્રણ પૈડા છે. જેના કારણે આપને ફોર્મ્યુલા વનનો અનુભવ થશે. તેમાં 197 હોર્સ પાવરનું દમદાર કાવાસાકી એન્જીન છે. આ ઉપરાંત 90 ઇંચ વ્હીલબેઝ, 130 ઇંચ લંબાઇ અને 78 ઇંચની પહોળાઇ છે.

પેરોવેસ મોનોટ્રેસર

પેરોવેસ મોનોટ્રેસર


પેરોવેસ મોનોટ્રેસર એક અદભુત બાઇક છે. ચારે તરફથી તે બંધ કેબિનનો અહેસાસ આપે છે. જેના કારણે આપ તડકા અને ધૂળથી બચી શકશો. આ બાઇકમાં 200 હોર્સ પાવરની મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં સાઇડે બે નાના પૈડાં લગાવવામાં આવ્યા છે. જેના કારણે તેને એજ ઝડપથી સરળતાથી વાળી શકાય છે. તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે.

પેરોવેસ મોનોટ્રેસર

પેરોવેસ મોનોટ્રેસર


પેરોવેસ મોનોટ્રેસર એક અદભુત બાઇક છે. ચારે તરફથી તે બંધ કેબિનનો અહેસાસ આપે છે. જેના કારણે આપ તડકા અને ધૂળથી બચી શકશો. આ બાઇકમાં 200 હોર્સ પાવરની મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં સાઇડે બે નાના પૈડાં લગાવવામાં આવ્યા છે. જેના કારણે તેને એજ ઝડપથી સરળતાથી વાળી શકાય છે. તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે.

યુનો સાઇકલ

યુનો સાઇકલ


આ મોટરસાયકલ તમને એક નાનકડી સાયકલ જેવી લાગી શકે છે. તેમાં પાછળની બાજુ બે પૈડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક ઇલેક્ટ્રિક બાઇક છે. તેમાં ડ્યુઅલ ટ્રેક બાઇક છે. તેને યુનો સાઇકલનું રૂપ આપીને સરળતાથી ટ્રાફિકમાંથી નીકાળી શકાય છે. તેમાં લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

યુનો સાઇકલ

યુનો સાઇકલ


આ મોટરસાયકલ તમને એક નાનકડી સાયકલ જેવી લાગી શકે છે. તેમાં પાછળની બાજુ બે પૈડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક ઇલેક્ટ્રિક બાઇક છે. તેમાં ડ્યુઅલ ટ્રેક બાઇક છે. તેને યુનો સાઇકલનું રૂપ આપીને સરળતાથી ટ્રાફિકમાંથી નીકાળી શકાય છે. તેમાં લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બીઆરપી કૈનએમ સ્પાઇડર આર એસ

બીઆરપી કૈનએમ સ્પાઇડર આર એસ


તેનું એન્જિન ખૂબ દમદાર છે. તેમાં ત્રણ પૈડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 999 સીસીની ક્ષમતા છે. તેમાં વી ટ્વીન એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 109 હોર્સ પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત 16,499 ડોલર છે.

રાઇનો યુનિસાઇકલ

રાઇનો યુનિસાઇકલ


પોલેન્ડની વાહન નિર્માતા કંપનીએ રાઇનો નામની આ શાનદાર બાઇક તૈયાર કરી છે. આ બાઇકને ચલાવવા માટે તેમાં ઇંઘણની જરૂર પડતી નહીં હોવાથી તેનાથી વાતાવરણને પ્રદૂષણ થવાનું જોખમ રહેતું નથી. આ બાઇકની કિંમત 4500 ડોલર છે.

બોક્સ સ્કૂટર

બોક્સ સ્કૂટર


નામથી જ ખ્યાલ આવી જાય છે કે આ કેવા પ્રકારનું સ્કૂટર છે. તેનો આકાર કોમ્પ્યુટરના સીપીયુ કે બોક્સ જેવો છે. તેની કિંમત 3995 છે.

ઝીરો મોટો

ઝીરો મોટો


ઝીરો મોટો અમેરિકાની અગ્રણી ઓટોમોબાઇલ કંપની છે. તેના આ સ્કૂટરની ડિઝાઇન 2050ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. કંપનીએ તેમાં કુલ 4 પૈડાંનો ઉપયોગ કર્યો છે.

આઇ કેર

આઇ કેર


આ બાઇકમાં 1800 સીસીનું એન્જિન છે. તેમાં 6 સિલિન્ડર એન્જિન છે. આ બાઇકમાં કંપનીએ સાઇડ સ્ટેન્ડનો ઉપયોગ કર્યો નથી. આ બાઇકને યુવાનોને ધ્યાનમાં રાખીને મસ્કયુલર લૂક આપવામાં આવ્યો છે.

ડૉઝ ટોમહોક

ડૉઝ ટોમહોક


આ બાઇકનું નિર્માણ ક્રાઇસલરે કર્યું છે. તેને તાજેતરમાં નોર્થ અમેરિકામાં યોજાયેલા ઓટો શોમાં રજૂ કરવામાં આવી હતી. તેમાં 4 ભારે પૈડાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની ઝડપ પ્રતિ કલાક 300 માઇલની છે. એટલે કે તે કલાકમાં 482 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

સ્વોર્ડફિશ મોટરસાઇકલ

સ્વોર્ડફિશ મોટરસાઇકલ


આ બાઇકની ડિઝાઇન એલેક્ઝાન્ડર કોલ્ટયારવેસ્કીએ તૈયાર કરી છે. તે દુનિયાભરમાં 3ડી બાઇક અને કારો રજૂ કરવા માટે જાણીતા છે. તેમાં રેડિયલ ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્વોર્ડફિશ મોટરસાઇકલ

સ્વોર્ડફિશ મોટરસાઇકલ


આ બાઇકની ડિઝાઇન એલેક્ઝાન્ડર કોલ્ટયારવેસ્કીએ તૈયાર કરી છે. તે દુનિયાભરમાં 3ડી બાઇક અને કારો રજૂ કરવા માટે જાણીતા છે. તેમાં રેડિયલ ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મૂન રાઇડર હાઇબ્રિડ કોન્સેપ્ટ

મૂન રાઇડર હાઇબ્રિડ કોન્સેપ્ટ


આ મૂન રાઇડર હાઇબ્રિડ કન્સેપ્ટ છે. માર્કો ડિઝાઇન દ્વારા તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમાં દમદાર એન્જીન છે.

English summary
Top weird future motorcycles pictures
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X